- Gujarati News
- Business
- 57 Percent Of Urban Indians Worry That Their Retirement Savings Will Run Out Within 10 Years, Prompting Proper Planning
મુંબઇ59 મિનિટ પેહલા
- કૉપી લિંક
- નિવૃત્તિના આયોજનમાં નાણાકીય સુરક્ષા હાંસલ કરવા માટેની આવશ્યક બાબતો
યુવાનીના સમયમાં નિવૃત્તિ માટેનું આયોજન ઘણાંને અજુગતું લાગી શકે પરંતુ તેના નોંધપાત્ર લાભો છે. જ્યારે વ્યક્તિ કમાવાનું શરૂ કરે ત્યારે તેનું ધ્યાન સામાન્ય રીતે લાંબા ગાળાના લક્ષ્યાંકો માટે તૈયારી કરવાનું નહીં પરંતુ તાકિદની નાણાંકીય જરૂરિયાતોને પહોંચી વળવા પર હોય છે. તાજેતરમાં નિવૃત્તિ અંગેના એક સર્વેમાં જણાવાયું હતું કે 57 ટકા શહેરી ભારતીયોને ચિંતા છે કે તેમની નિવૃત્તિની બચતો 10 વર્ષમાં જ પૂરી થઈ જશે અને 24 ટકા લોકોને જ એટલો વિશ્વાસ છે કે તેમન બચતો આખર સુધી ટકી રહેશે.
આ ઉપરાંત, 31 ટકા લોકો એ બાબતે અનિશ્ચિત છે કે નિવૃત્તિ પછી તેમની હાલની જીવનશૈલી ટકાવી રાખવા માટે કેટલી રકમની જરૂર પડશે. આ દર્શાવે છે કે વધુ સારા નિવૃત્તિ આયોજન અને જાગૃતતાની ખૂબ જ જરૂર છે. મેક્સ લાઇફ પેન્શન ફંડ મેનેજમેન્ટના સીઈઓ રણબીર સિંહ ધારીવાલના મતે નાણાંકીય સુરક્ષા મેળવવા માટે વહેલી ઉંમરે નિવૃત્તિ માટેનું આયોજન શરૂ કરવું ખૂબ જરૂરી છે તેમ મેક્સ લાઇફ પેન્શન ફંડ મેન્જમેન્ટના રણબીર સિંહ ધારીવાલે જણાવ્યું હતું.
નિવૃત્તિની ઉંમર ભલે અત્યારે દૂર જણાતી હોય પરંતુ નાણાંકીય યોજના બનાવવાથી ભવિષ્યમાં નોંધપાત્ર લાભો થઈ શકે છે. નિવૃત્તિનું આયોજન મજબૂત નાણા વ્યૂહરચનાનું મહત્વનું પાસું છે જેનાથી વ્યક્તિને ભવિષ્યમાં ઊભી થઈ શકતા સંભવિત પડકારોનો સામનો કરવા માટે સમય મળી શકે.
નિવૃત્તિમાં નાણાકીય સુરક્ષા હાંસલ કરવા માટેની વ્યૂહચરનાઓ 1. પાયો તૈયાર કરોઃ સફળ નિવૃત્તિ આયોજનની શરૂઆત લક્ષ્યાંકો નક્કી કરવા સાથે થાય છે. વ્યક્તિએ નિવૃત્ત થવાની અંદાજિત ઉંમર જેવા મહત્વના પરિબળોને ધ્યાનમાં લેવા જોઈએ જે સામાન્ય રીતે લગભગ 60 વર્ષની હોય છે પરંતુ શ્રમ આધારિત કામ અથવા કોન્ટ્રાક્ટ વર્ક કરતા લોકોના કિસ્સામાં તે અલગ હોઈ શકે છે. 2. નિવૃત્તિની જરૂરિયાતોનું આકલન કરો: નિવૃત્તિની જરૂરિયાતોનું આકલન કરવા માટે અનેક મહત્વના પરિબળોનું બારીકાઈપૂર્વક વિશ્લેષણ કરવું જરૂરી છે. પહેલું તો એ કે તમારા ભવિષ્યના ખર્ચા, જેમ કે આરોગ્યને લગતા, ઘર સંબંધિત અને મોજશોખની પ્રવૃત્તિઓ પાછળના ખર્ચનો અંદાજ માંડવો જરૂરી છે. 3. વહેલા શરૂઆત કરવાની અને સાતત્યતા જાળવી રાખવાની જરૂરિયાત : વહેલી શરૂઆત કરવી અને સતત જાળવી રાખવું એ અસરકારક નિવૃત્તિ આયોજન માટે ખૂબ જરૂરી છે. 20 વર્ષની રોકાણની શરૂઆત કરવાથી સંપત્તિમાં વૃદ્ધિ મેળવી શકાય છે. 4. નિવૃત્તિ માટે તૈયાર કરાયેલી ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સઃ નિવૃત્તિ ફંડ ઊભું કરવા માટે આવશ્યક ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સમાં ગેરંટેડ ઇન્કમ પ્લાન અને એનપીએસનો સમાવેશ થાય છે. ગેરંટેડ ઇન્કમ પ્લાન નિવૃત્તિ ગાળા દરમિયાન સ્થિર આવકનો પ્રવાહ પૂરો પાડે છે જેનાથી નાણાંકીય સ્થિરતા મળે છે. 5. કંપની પ્રેરિત નિવૃત્તિ યોજનાઓનો લાભ : ઈપીએફ, વીપીએફ અને કોર્પોરેટ એનપીએ સોલ્યુશન્સ જેવા એમ્પ્લોયર-સ્પોન્સર્ડ રિટાયર્મેન્ટ પ્લાન નિવૃત્તિની બચત એકત્રિત કરવા માટે મૂલ્યવાન વિકલ્પો પૂરા પાડે છે.