નવી દિલ્હી2 કલાક પેહલા
- કૉપી લિંક
- 250 કરોડથી વધુ સંપત્તિ ધરાવતા UHNIનો ગ્રોથ 6 ટકા, જે ચીનથી ત્રણ ગણો વધુ નોંધાયો
દેશમાં કેટલાક વર્ષોથી અમીરોની સંપત્તિ તેજીથી વધી રહી છે. એનારૉક ગ્રૂપના એક રિસર્ચ અનુસાર, ઓછામાં ઓછા 8 કરોડ રૂપિયાના રોકાણને યોગ્ય સંપત્તિ વાળા અતિ ધનાઢ્યોની સંખ્યા અત્યારે 8.5 લાખથી વધુ છે. વર્ષ 2027 સુધી તે બમણી થઇને 16.5 લાખ થવાનું અનુમાન છે. રસપ્રદ છે કે તેમાંથી 20% કરોડપતિ 40થી ઓછી ઉંમરના છે.
અહેવાલ અનુસાર, 250 કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ વાળા અલ્ટ્રા-હાઇ-નેટવર્થ (UHNI) ગત વર્ષના 6%થી વધીને 2024માં 13,600 થઇ ચુક્યા છે. અનુમાન અનુસાર વર્ષ 2028 સુધી આવા લોકોની સંખ્યા 50% સુધી વધી જશે, જ્યારે વૈશ્વિક સરેરાશ 30% છે. ચીનમાં UHNI દર વર્ષે માત્ર 2% વધવાનું અનુમાન છે. UHNIના મામલે ભારત સમગ્ર વિશ્વમાં છઠ્ઠા અને એશિયામાં ત્રીજા સ્થાન પર છે. એશિયામાં માત્ર ચીન અને જાપાનથી પાછળ છે. યુવા ઉદ્યોગસાહસિકો, ટેક નિષ્ણાંતો અને અનુભવી ઉદ્યોગપતિઓ આ પરિવર્તનનું મુખ્ય કારણ છે.
દેશમાં અત્યારે 20% કરોડપતિની ઉંમર સરેરાશ 40 વર્ષથી ઓછી છે
- 30% અમીરોની કમાણી ટેક્નોલોજી અને સ્ટાર્ટઅપથી અને 15%ની રિયલ એસ્ટેટથી
- એનારૉક ગ્રુપના રીજનલ ડાયરેક્ટર અને રિસર્ચ હેડ ડૉ. પ્રશાંત ઠાકુરના મતે ભારતમાં સંપત્તિ સર્જનમાં તેજી માટે અલગ અલગ સેક્ટર જવાબદાર છે. તેમાં પરંપરાગત ઇન્ડસ્ટ્રીથી લઇને ટેક સ્ટાર્ટઅપ જેવા ઉભરતા નવા સેક્ટર સામેલ છે.
- 30% HNI પોતાની કમાણી ટેક્નોલોજી, ફિનટેક અને સ્ટાર્ટઅપના માધ્યમથી કરે છે
- 21% UHNI મેન્યુફેક્ચરિંગ સેક્ટરથી સંબંધિત છે. મેક ઇન ઇન્ડિયા પહેલથી પણ તેને વેગ મળ્યો છે.
- 15% લક્ઝરી અને કોમર્શિયલ રિયલ એસ્ટેટ મારફતે કમાણી કરે છે. તેઓને શહેરીકરણનો ફાયદો મળી રહ્યો છે.
- શેરમાર્કેટ મારફતે 18% કમાણી થઇ રહી છે.
દેશના ધનિકો લક્ઝરી પ્રોપર્ટી, કાર પાછળ જંગી ખર્ચ કરે છે દેશના ધનિકો દેશ-વિદેશમાં લક્ઝરી પ્રોપર્ટી ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. 2024માં દેશની અંદર લક્ઝરી મકાનોનું વેચાણ 28% વધ્યું છે. 2020ની તુલનામાં તે 16% વધુ છે. અંદાજે 14% UHNI પાસે દુબઇ, લંડન, સિંગાપુર જેવા દેશોમાં પ્રોપર્ટી છે. 37%થી વધુ ભારતીય HNIએ લેમ્બોર્ગિની, પોર્શે અને રોલ્સ-રૉયસ જેવી હાઇ એન્ડ કાર ખરીદી, દેશના HNI વર્ષમાં 6 કરોડ રૂપિયાથી વધુ પૈસા મોજશોખ પાછળ ખર્ચ કરે છે.