2 મિનિટ પેહલા
- કૉપી લિંક
નાણામંત્રી નિર્મલા સીતારમણે અંતરિમ બજેટ રજૂ કર્યું પણ ટેક્સ સ્લેબ કે જીએસટીમાં કોઈ ફેરફાર ન કરતાં માર્કેટમાં નિરાશા જોવા મળી છે. તેમ છતાં આવનારો સમય સ્ટોક માર્કેટના રોકાણકારો માટે સારો સમય છે, અને આજે બજેટમાં જે સેક્ટરના વિકાસની વાત કરવામાં આવી તે સેક્ટરના શેરમાં રોકાણ કરવાથી નજીકના ભવિષ્યમાં બહુ ફાયદો થઈ શકે છે. દિવ્ય ભાસ્કરના ન્યૂઝરૂમમાં આવેલા બે રિસર્ચ એનાલિસ્ટ તેશ સોમાણી અને નીખિલ ભટ્ટે રોકાણકારો માટે ટિપ્સ આપી હતી.
હિતેશ સોમાણી 13 વર્ષથી સ્ટોક કન્સલટન્સીમાં છે અને શેર બજારને લગતા કોચિંગ ક્લાસિસ અમદાવાદમાં ચલાવે છે. હિતેશ સોમાણી આપકા ઈન્વેસ્ટમેન્ટ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર છે. નીખિલ ભટ્ટ એ સ્ટોક માર્કેટ ટ્રેડિંગ કન્સલટન્સી કંપની ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટના એમ.ડી.છે. જામનગર સ્થિત નીખિલ ભટ્ટ વર્ષોથી સ્ટોક માર્કેટમાં કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત છે. જ્યારે આવો જાણીએ બંને એક્સપર્ટ પાસેથી….
બજેટ પછી સ્ટોક માર્કેટમાં કોઈ મોટી અસર નહીં
રિસર્ચ એનાલિસ્ટ હિતેશ સોમાણીએ દિવ્ય ભાસ્કરના ન્યૂઝરૂમમાંથી વાત કરતાં કહ્યું કે, આજનું બજેટ વચગાળાનું બજેટ છે એટલે માર્કેટ સ્થિર રહે તેવી સંભાવના વધારે છે. આ વખતે લોકસભાની ચૂંટણી છે એટલે આ પૂર્ણ બજેટ નથી, વચગાળાનું બજેટ છે. છેલ્લા કેટલાક વર્ષોનો ટ્રેન્ડ જોઈએ તો વચગાળાના બજેટમાં કોઈ ખાસ મહત્વની જાહેરાતો થઈ નથી કે જેના કારણે સ્ટોક માર્કેટમાં કોઈ મોટી અસર નથી થઈ.
હિતેશ સોમાણી
ટુરિઝમ, ગ્રીન એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર પર રોકાણકારો નજર રાખે
રિસર્ચ એનાલિસ્ટ હિતેશ સોમાણીએ જણાવ્યું કે, પહેલું છે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ. લક્ષદ્વીપમાં નવા ડેવલપમેન્ટ થશે. ત્યાં નવી હોટેલ્સ બનશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધશે. એના કારણે આ કંપનીઓને સૌથી વધારે ફાયદો થશે. જેમાં સૌથી પહેલી છે ITC, IACL, ITDC. આ કંપનીઓ પર તમારી નજર હોવી જોઈએ તેનાથી વધારે ફાયદો થશે. બીજું સેક્ટર છે ગ્રીન અનર્જી. સરકાર પ્રયત્ન કરે છે કે રૂફટોપમાં વધારે ફાયદો મળે. પેટ્રોલનો વપરાશ ઓછો થાય. ગ્રીન એનર્જી રિલેટેડ કંપનીઓમાં બોરો રિન્યૂ, અદાણી ગ્રીન, સુઝલોન અને ગ્રીન એનર્જી સાથે સંલગ્ન કંપનીઓ પર તમારી નજર હોવી જોઈએ. ત્રીજું સેક્ટર છે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ. આના પર હંમેશા સરકારની નજર રહે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં પણ પહેલું સેક્ટર છે રિયલ એસ્ટેટ સેક્ટર. આના સંલગ્ન કોઈપણ કંપની હોય જે રિયલ એસ્ટેટમાં કામ કરે છે તેના શેરમાં રોકાણ કરવું જોઈએ. બજેટમાં ફીશરીઝ એટલે મત્સ્યોદ્યોગ પર ભાર આપવામાં આવ્યો છે. સી ફૂડ રિલેટેડ કંપનીઓ
જેમ કે ગોદરેજ એગ્રો, બેરકોર્પ જેવી કંપનીઓને પ્રોફિટ થઈ શકે છે. આ સિવાય ફાર્મા સેકટરમાં કેન્સરની દવા બનાવતી કંપનીઓને ફાયદો થઈ શકે છે.
ટેક્સ સ્લેબ અને જીએસટીમાં ફેરફાર નથી, તેના કારણે માર્કેટમાં પ્રવાહી સ્થિતિ નથી
ભાસ્કરના ન્યૂઝરૂમથી રિસર્ચ એનાલિસ્ટ હિતેશ સોમાણીએ કહ્યું કે, બજેટમાં સૌથી મહત્વની બાબત ટેક્સ સ્લેબ હોય છે અને તેમાં અને જીએસટીમાં કોઈ ફેરફાર થયો નથી. આ વખતનું બજેટ વધારે ઈન્ટરેસ્ટિંગ નથી. સેન્સેક્સ, નિફ્ટી ફ્લેટ ચાલી રહ્યા છે. માર્કેટની પ્રવાહી સ્થિતિ ઈન્કમટેક્સ અને જીએસટીમાં ફેરફાર આધારિત હોય છે પણ આ વખતના બજેટમાં બંનેમાં બદલાવ આવ્યો નથી. ટેક્સ સ્લેબ કે જીએસટીમાં ફેરફાર ન થવાનું એકમાત્ર કારણ એ છે કે આ અંતરિમ બજેટ છે. બની શકે કે, જૂનમાં જે પૂર્ણકાળનું બજેટ આવે તેમાં મોટો ચેન્જિસ આવી શકે. અત્યાર સુધીના બજેટનું કંપેરિઝન કરીએ તો આ બજેટ સૌથી નિરાશાજનક રહ્યું છે.
ગામડાંના વિકાસથી ખેતીને ફાયદો થશે
એક્સપર્ટ હિતેશ સોમાણી કહે છે કે, આ વખતનું બજેટ ખાસ નહોતું રહ્યું. બજેટમાં ડેવલપમેન્ટની વાત કરવામાં આવી. પછી એ ઈન્ફ્રાસ્ટ્રક્ચની વાત હોય, ડેવપમેન્ટની વાત હોય કે ગ્રીન એનર્જી હોય. દરેક ક્ષેત્રમાં ડેવલપમેન્ટનું વિઝન ભારતની ઈકોનોમિને મજબૂત બનાવશે. આવનારા સમયમાં સૌથી મોટો ફાયદો થશે તો એ છે પાવર સેક્ટર, બીજું ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેકટરમાં, ત્રીજો ફાયદો બેન્કિંગ સેક્ટરને થશે. આ વખતના બજેટમાં ફિશરીઝ સેક્ટરને વધારો ફાયદો આપવામાં આવ્યો છે. ટુરિઝમને પણ ફાયદો થશે. ટુરિઝમને ફાયદો થશે તો એવિએશનને ફાયદો થશે અને હોટેલ સેક્ટરને ફાયદો થશે. આ વખતે સૌથી અગત્યની વાત કરવામાં આવી છે તે રૂરલ ડેલવપમેન્ટ. મહિલાઓ માટે નવી યોજના, આવાસ યોજના, જેના કારણે ગામડાંનો વિકાસ થશે અને તેના કારણે ખેતીને ફાયદો થશે.
અત્યારે રોકાણ કરો તો જુલાઈ પછી રિટર્ન ખૂબ સારું મળશે
જાણીતા ટ્રેડ એનાલિસ્ટ નીખિલ ભટ્ટે ભાસ્કરના ન્યૂઝરૂમમાં આજના બજેટ અને આવનારા સમયમાં સ્ટોક માર્કેટના ટ્રેન્ડ વિશે વાત કરી હતી. નીખિલ ભટ્ટે કહ્યું કે, મોદી સરકારનું આ બીજી ટર્મનું છેલ્લું બજેટ છે. કૃષિ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બેન્કિંગ, રેલવેને ધ્યાનમાં લઈને ત્રણ મહિનાનું વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. આજના બજેટને આવનારા સમય માટેનું આશાવાદી બજેટ કહી શકાય. એવિએશન સેક્ટરમાં સરકારે મહત્વની જાહેરાતો કરી છે અને આ સેકટરને બુસ્ટ આપ્યું છે. માટે એવિએશન સેક્ટરની કંપનીના શેરોમાં રોકાણ કરવું સલાહભર્યું છે.
નીખિલ ભટ્ટ
રોકાણ કરવા માટે બેન્કિંગ સેક્ટર સર્વશ્રેષ્ઠ
નીખિલ ભટ્ટે માર્કેટના આવનારા ટ્રેન્ડ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, જુલાઈ બાદ સ્થિર સરકાર આવશે અને પૂર્ણકક્ષાનું બજેટ 5 ટ્રિલિયન ઈકોનોમિનું સપનું સાકાર કરશે. આપણે ઈકોનોમિમાં હોંગકોંગને પાછળ રાખી દીધું છે. 2019માં વચગાળાનું બજેટ રજૂ થયું ત્યારે જીએસટી કલેક્શન 66 હજાર કરોડ હતું. આજે 1 લાખ 72 હજાર કરોડને પાર કરી ગયું છે. જીએસટીનું કલેક્શન આવનારા સમયમાં 2 લાખ 20 હજાર કરોડને પાર કરી જશે. આવનારો સમય રોકાણ માટેનો શ્રેષ્ઠ સમય છે. આ સિવાય એનર્જી સેક્ટર પર પણ રોકાણકારો નજર રાખી શકે છે. રોકાણ કરવા માટે અત્યારે જો કોઈ સૌથી શ્રેષ્ઠ સેક્ટર હોય તો એ બેન્કિંગ સેક્ટર છે. આવનારા સમયમાં બેન્કિંગ સેક્ટર મોટો ફાયદો અપાવશે.
ક્યા સેક્ટરની કઈ કંપનીમાં રોકાણ કરવું હિતાવહ છે
ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેકટર : લાર્સન લિમિટેડ, ગોદરેજ પ્રોપર્ટી અને IBR ઈન્ફ્રાસ્ટ્રકચર, H G ઈન્ફ્રાસ્ટ્રકચર
એવિએશન સેક્ટર : ઈન્ટરગ્લોબ એવિએશન, ઈન્ડિગો, GVK ઈન્ડસ્ટ્રીઝ, GMR Airports Infr
એનર્જી સેક્ટર : ટાટા પાવર, JSW એનર્જી, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પાવર, NTPC લિમિટેડ, બોરો રિન્યૂ
રેલવે સેક્ટર : ટીટાગઢ વેગન્સ, રેલ વિકાસ નિગમ લિમિટેડ, BHEL, ઈન્ડિયન રેલવે ફાયનાન્સ કોર્પોરેશન, ટેક્સમાકો રેલ એન્ડ એન્જિનીયરિંગ, ઈરકોન ઈન્ટરનેશનલ, RailTel and RITES Ltd
હોટેલ ઈન્ડસ્ટ્રી સેક્ટર : ITC, IACL, ITDC