નવી દિલ્હી44 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગઈકાલે એટલે કે બુધવાર, 3 જાન્યુઆરીએ અદાણી ગ્રુપની કંપનીઓએ 64,500 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે ગ્રુપનું કુલ માર્કેટ કેપ 14.47 લાખ કરોડથી વધીને 15.27 લાખ કરોડ થઈ ગયું છે. હકીકતમાં, અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે SIT દ્વારા તપાસ કરાવવાનો ઇનકાર કરી દીધો છે.
આ સમાચારની સકારાત્મક અસર અદાણી ગ્રૂપની કંપનીઓ પર જોવા મળી હતી અને ગઈકાલે તેના તમામ 10 શેરમાં વધારો જોવા મળ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પછી અદાણી ગ્રૂપ દેશનું બીજું સૌથી વેલ્યુએબલ ગ્રુપ છે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું કુલ માર્કેટ કેપ 17.48 લાખ કરોડ છે.
ગઈકાલે સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
ગઈકાલે સુપ્રીમ કોર્ટે 24મી નવેમ્બરે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો અને આ વાતો કહી હતી…
- સેબીએ 3 મહિનામાં 24માંથી 22 કેસમાં તપાસ પૂર્ણ કરી છે.
- સેબીના નિયમનકારી માળખામાં દખલ કરવાની આ કોર્ટની સત્તા મર્યાદિત છે.
- OCCPR રિપોર્ટને સેબીની તપાસ પર શંકાના રૂપમાં જોઈ શકાય નહીં.
- સેબી પાસેથી એસઆઈટીને તપાસ ટ્રાન્સફર કરવાનો કોઈ આધાર નથી.
હિંડનબર્ગે શેરની હેરાફેરી જેવા આક્ષેપો કર્યા હતા
ગયા વર્ષે 24 જાન્યુઆરીના રોજ અમેરિકન શોર્ટ સેલર કંપનીએ અદાણી પર શેરની હેરાફેરી અને મની લોન્ડરિંગનો આરોપ લગાવ્યો હતો, જેના પછી કંપનીના શેરમાં ભારે ઘટાડો થયો હતો. ‘OCCRP’ એ 2006માં રચાયેલ એક તપાસ સંસ્થા છે, જે જ્યોર્જ સોરોસ અને રોકફેલર બ્રધર્સ જેવા રોકાણકારો અને ઉદ્યોગપતિઓ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.