ઢાકા11 મિનિટ પેહલા
- કૉપી લિંક
અદાણી પાવરે બાંગ્લાદેશને વીજ બિલનું બાકી પેમેન્ટ ચુકવવા માટે ચાર દિવસનો સમય આપ્યો છે. કંપનીએ પહેલાથી જ બાંગ્લાદેશનો વીજ સપ્લાય અડધો કરી નાંખ્યો છે. ગ્રૂપ કંપની અદાણી પાવર ઝારખંડ લિમિટેડ (APJL) એ 846 મિલિયન ડોલર (લગભગ રૂ. 7,118 કરોડ)ની લેણી રકમની ચૂકવણી ન કરવાને કારણે આ પગલું ભર્યું છે.
બાંગ્લાદેશ પાવર ગ્રીડના ડેટા અનુસાર, APJLએ ગુરુવારે રાતથી વીજ સપ્લાયમાં આ કાપ મૂક્યો છે. આ કાપને કારણે બાંગ્લાદેશને એક રાતમાં 1,600 મેગાવોટ (MW) કરતાં વધુ વીજળીની અછતનો સામનો કરવો પડ્યો હતો. 1,496 મેગાવોટનો બાંગ્લાદેશી પ્લાન્ટ હવે 700 મેગાવોટ પર કાર્યરત છે.
PDBને 27 ઓક્ટોબરે પત્ર લખવામાં આવ્યો હતો
ગયા અઠવાડિયે રવિવારે (27 ઓક્ટોબર) અદાણી પાવરે બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ (PDB)ને પત્ર મોકલીને 30 ઓક્ટોબર સુધીમાં બાકી રકમ ચૂકવવા જણાવ્યું હતું. કંપનીએ કહ્યું હતું કે જો સમયસર ચુકવણી નહીં કરવામાં આવે તો પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) હેઠળ 31 ઓક્ટોબરથી વીજ સપ્લાય બંધ કરવામાં આવશે.
બાંગ્લાદેશે કહ્યું- પેમેન્ટ બાકી છે કારણ કે કંપનીએ ચાર્જ વધાર્યો છે
બાંગ્લાદેશ ઇલેક્ટ્રિસિટી બોર્ડે કહ્યું કે અમે જૂના બિલ ચૂકવી દીધા છે. પરંતુ, જુલાઈથી, અદાણીના ચાર્જ દર અઠવાડિયે વધીને 22 મિલિયન ડોલરથી વધુ થઈ ગયા છે. જ્યારે PDB લગભગ 18 મિલિયન ડોલર ચૂકવી રહ્યું છે, જેથી બાકીની રકમ વધી રહી છે. PDBના એક અધિકારીએ જણાવ્યું કે ડૉલરની અછતને કારણે ગયા અઠવાડિયે એગ્રીકલ્ચર બૅન્કને ચુકવણી કરી શકાઈ ન હતી, જેના કારણે બૅન્ક ક્રેડિટ લેટર આપી શકી ન હતી.