6 મિનિટ પેહલા
- કૉપી લિંક
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોન ફ્રોડ એપ્સની જાહેરાતો પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. કેન્દ્ર સરકાર છેતરપિંડી કરનાર એપ્સની જાહેરાત પર પ્રતિબંધ મૂકવા માટે ટૂંક સમયમાં નવા નિયમો પર વિચાર કરી રહી છે.
ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “સરકાર નકલી લોન એપ્સ માટે મધ્યસ્થીઓને જાહેરાતો હોસ્ટ કરવાથી રોકવા માટે વર્તમાન માહિતી ટેકનોલોજી નિયમોમાં ફેરફાર કરશે. નવા નિયમોની રજૂઆત પછી, જો આવી એપ્સને પ્રમોટ કરવામાં આવશે તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમની લીગલ પ્રોટેક્શન ગુમાવી શકે છે.
તેઓ આર્થિક સંકટમાં ફસાયેલા લોકોને ટાર્ગેટ કરે છે
નકલી લોન એપ્લિકેશન્સ સામાન્ય રીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આકર્ષક ઑફર્સની જાહેરાત કરીને યુઝર્સને આકર્ષિત કરે છે. આર્થિક સંકટમાં ફસાયેલા લોકોને લોન લેવાની લાલચ આપવામાં આવે છે. પછી લોન મંજૂર થયા પછી, તેઓ છુપા ચાર્જ સાથે વાર્ષિક 3000% સુધીના વ્યાજમાં વધારો કરે છે.
જ્યારે લોન લેનારાઓ લોનના પૈસા ભરી શકતા નથી, ત્યારે તેમને હેરાન કરવામાં આવે છે. તેમને અશ્લીલ મેસેજ મોકલવામાં આવે છે.
લોન ભરપાઈ ન કરવા સામે બ્લેકમેઈલ કરે છે
એપ્લિકેશન ડાઉનલોડ કરતી વખતે, યુઝર્સ પાસેથી તેમની વ્યક્તિગત માહિતીનો એક્સેસ મેળવી લે છે. જ્યારે લોન લેનારાઓ લોનના પૈસા ભરી શકતા નથી, ત્યારે તેમને હેરાન કરવામાં આવે છે. તેમને અશ્લીલ મેસેજ મોકલવામાં આવે છે. લોન લેનારના ફોટા સાથે ચેડા કરીને તેને વાયરલ કરવાની ધમકીઓ પણ આપવામાં આવે છે.
રિઝર્વ બેંકે આવી એપ્સની યાદી આપી છે
હાલમાં, RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે કેન્દ્રીય બેંકે ભારત સરકાર સાથે ધિરાણ આપતી એપ્સની એક યાદી શેર કરી છે. નકલી લોન એપ્સ સામે ચાલી રહેલી લડાઈમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.
અત્યાર સુધી સરકારે 581 એપ્સને બ્લોક કરી છે
કેન્દ્રએ ગયા વર્ષે 15 ડિસેમ્બર સુધી કુલ 581 એપ્સને બ્લોક કરી છે. ફેબ્રુઆરીમાં કેન્દ્ર સરકારે ચાઈનીઝ કનેક્શન સામે આવ્યા બાદ 232 મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને તેને બ્લોક કરી દીધી હતી. જેમાં 138 ઓનલાઈન સટ્ટાબાજી અને 94 લોન આપતી એપ્સ સામેલ છે.