- Gujarati News
- Business
- After Singapore Hong Kong Bars Sale Of MDH, Everest Spice Mixes Over Excess Pesticide Content Causing Cancer
નવી દિલ્હી54 મિનિટ પેહલા
- કૉપી લિંક
હોંગકોંગે MDH પ્રાઇવેટ લિમિટેડ અને એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ્સ લિમિટેડના કરી મસાલાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. બંને કંપનીઓના ઉત્પાદનોમાં કાર્સિનોજેનિક જંતુનાશક ઇથિલિન ઓક્સાઈડની વધુ માત્રાની હાજરીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ ઉત્પાદનોમાં આ જંતુનાશકની વધુ માત્રાને કારણે કેન્સરનું જોખમ રહેલું છે. હોંગકોંગ પહેલા સિંગાપોરના સત્તાવાળાઓએ પણ એવરેસ્ટના ફિશ કરી મસાલાને આ જ કારણસર બજારમાંથી પરત મંગાવવાનો આદેશ જાહેર કર્યો હતો.
MDH ગ્રુપના ત્રણ મસાલા અને એવરેસ્ટના એકમાં વધુ જંતુનાશકો
હોંગકોંગના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે MDH ગ્રુપના ત્રણ મસાલા મિક્સ – મદ્રાસ કરી પાવડર, સંભાર મસાલા પાવડર અને કરી પાવડરમાં કાર્સિનોજેનિક જંતુનાશક ઇથિલિન ઓક્સાઇડનું પ્રમાણ વધુ હોવાનું જણાયું હતું. રૂટીન સર્વેલન્સ પ્રોગ્રામ હેઠળ એવરેસ્ટની ફિશ કરી મસાલામાં પણ આ જંતુનાશક મળી આવ્યું છે.
MDH ગ્રુપના ત્રણ મસાલા મિક્સ – મદ્રાસ કરી પાવડર, સાંભાર મસાલા પાવડર અને કરી પાવડર અને એવરેસ્ટના ફિશ કરી મસાલામાં જંતુનાશકોનું ઉચ્ચ સ્તર જોવા મળ્યું હતું.
ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર એ ઇથિલિન ઓક્સાઇડને ગ્રુપ 1 કાર્સિનોજેન તરીકે વર્ગીકૃત કર્યું છે. ખાદ્ય નિયમો અનુસાર, જંતુનાશકો ધરાવતો ખોરાક માનવ વપરાશ માટે ત્યારે જ વેચી શકાય છે જો ખોરાક જોખમી અથવા સ્વાસ્થ્ય માટે હાનિકારક ન હોય.
વેચાણ બંધ કરવા અને ઉત્પાદનોને દૂર કરવા વિક્રેતાઓને સૂચનાઓ
વિભાગે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે CFS એ વિક્રેતાઓને અનિયમિતતાઓ વિશે જાણ કરી છે અને તેમને વેચાણ બંધ કરવા અને આ ઉત્પાદનોને દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે. CFSની સૂચના મુજબ, વિતરકો અને આયાતકારોએ અસરગ્રસ્ત ઉત્પાદનોને પાછા બોલાવવાનું શરૂ કરી દીધું છે.