નવી દિલ્હી1 કલાક પેહલા
- કૉપી લિંક
એર ઈન્ડિયાનું પહેલું વાઈડ બોડી એરબસ A350-900 એરક્રાફ્ટ આજે એટલે કે 23 ડિસેમ્બરે ભારતમાં આવ્યું છે. પ્લેન ફ્રાંસથી 01:30AM CET (AM IST) ઉડાન ભરી અને લગભગ 1:47PM પર નવી દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થયું. આ વિમાનને ફ્રાન્સથી ભારત પહોંચવામાં 7 કલાક 47 મિનિટનો સમય લાગ્યો હતો.
ચાર મહિના પહેલા 10 ઓગસ્ટના રોજ એરલાઈને નવા લોગોનું અનાવરણ કર્યું હતું. આ પછી, એક મહિના પહેલા, 17 નવેમ્બરના રોજ, નવા લોગો અને નવી લિવરી સાથે એરબસ A350એ સિંગાપોરથી તુલોઝ માટે તેની પ્રથમ ફ્લાઇટ લીધી. એરલાઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ‘ભારતના મોસ્ટ અવેઈટેડ એરક્રાફ્ટના આગમન તરફ વધુ એક પગલું.
નવા લૂક સાથે એર ઈન્ડિયાનું પ્લેન બપોરે 1:47 વાગ્યે નવી દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થયું હતું.
પ્લેન તુલોઝ, ફ્રાંસથી 01:30AM CET (6AM IST) પર ઉપડ્યું અને લગભગ 1:47PM પર નવી દિલ્હી એરપોર્ટ પહોંચ્યું.
હવે એર ઈન્ડિયાની સફર…
એર ઈન્ડિયાની શરૂઆત 1932માં થઈ હતી
એર ઈન્ડિયાની શરૂઆત એપ્રિલ 1932માં થઈ હતી. તેની સ્થાપના ઉદ્યોગપતિ જેઆરડી ટાટા દ્વારા કરવામાં આવી હતી. તે સમયે નામ ટાટા એરલાઈન્સ હતું. જેઆરડી ટાટાએ 1919માં માત્ર 15 વર્ષની વયે પ્રથમ વખત વિમાન ઉડાડ્યું હતું, પરંતુ આ શોખ એક જુસ્સો બની ગયો અને જેઆરડી ટાટાને તેમના પાઇલટનું લાઇસન્સ મળ્યું.
15 ઓક્ટોબર 1932ના રોજ પ્રથમ ઉડાન
એરલાઇનની પ્રથમ કોમર્શિયલ ફ્લાઇટ 15 ઓક્ટોબર 1932ના રોજ ઉડાન ભરી હતી. તે સમયે માત્ર સિંગલ એન્જિન ‘હેવિલેન્ડ પૉસ મોથ’ વિમાન હતું, જે અમદાવાદ-કરાચી થઈને મુંબઈ જતું હતું. તે સમયે પ્લેનમાં એક પણ મુસાફર નહોતો, પરંતુ 25 કિલો પત્રો હતા. આ પત્રો લંડનથી ‘ઈમ્પિરિયલ એરવેઝ’ દ્વારા કરાચી લાવવામાં આવ્યા હતા. આ એરવેઝ બ્રિટનનું શાહી વિમાન હતું. આ પછી 1933માં ટાટા એરલાઈન્સે પેસેન્જરોને લઈને તેની પહેલી ઉડાન ભરી.