નવી દિલ્હી6 મિનિટ પેહલા
- કૉપી લિંક
શેરબજારમાં આજે એટલે કે શુક્રવારે (2 ફેબ્રુઆરી) ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 332 પોઈન્ટ વધીને 71,977 પર ખુલ્યો હતો. નિફ્ટીમાં 115 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, તે 21,812ના સ્તરે ખુલ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી 26માં વધારો અને 4માં ઘટાડો જોવા મળ્યો હતો. આજે આઈટી, મેટલ અને બેન્કિંગ શેર્સમાં વધુ ઉછાળો જોવા મળી રહ્યો છે.
અદાણી એન્ટરપ્રાઈઝના ચોખ્ખા નફામાં 2.3 ગણો વધારો થયો
અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે આજે એટલે કે ગુરુવારે (1 ફેબ્રુઆરી) નાણાકીય વર્ષ 2023-24ના ત્રીજા ત્રિમાસિક (ઓક્ટોબર-ડિસેમ્બર)ના પરિણામો જાહેર કર્યા છે. Q3FY24માં, કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે (YoY) 2.3 ગણો અથવા 130.29% વધીને રૂ. 1,888.4 કરોડ થયો છે.
ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 820 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. Q3માં કામગીરીમાંથી કંપનીની આવક પણ વાર્ષિક ધોરણે 6.5% વધીને રૂ. 28,336.4 કરોડ થઈ છે. ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં તે રૂ. 26,612.2 કરોડ હતો.
ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો
આ પહેલા ગઈકાલે એટલે કે ગુરુવારે (1 ફેબ્રુઆરી) શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 106 પોઈન્ટ ઘટીને 71,645.30 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 28 પોઈન્ટ ઘટીને 21,697.45 ના સ્તર પર બંધ થયો હતો.