48 મિનિટ પેહલા
- કૉપી લિંક
નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત સાતમી વખત બજેટ રજૂ કર્યું. નવી કર વ્યવસ્થા પસંદ કરનારાઓ માટે આવકવેરાના સ્લેબમાં ફેરફારની જાહેરાત પર શાસક પક્ષના સાંસદોએ એક અવાજમાં કહ્યું, ખૂબ સારું. બજેટ ભાષણ દરમિયાન ઘણા સાંસદો ઊંઘ લેતા જોવા મળ્યા હતા. એ જ સમયે બિહારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે બજેટની જાહેરાતને લઈને વિપક્ષે સંસદમાં હંગામો કર્યો, જેના પર લોકસભાના અધ્યક્ષે તેમને ચૂપ રહેવા કહ્યું. બજેટ ભાષણ પહેલાં લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ઇન્ટર-પાર્લમેન્ટરી યુનિયન (IPO)ના પ્રમુખ અને યુનાઇટેડ રિપબ્લિક ઓફ તાન્ઝાનિયાના નેશનલ એસેમ્બ્લીના સ્પીકર ડૉ. તુલિયા એક્સનનું સ્વાગત કર્યું, જેઓ બજેટસત્ર નિહાળવા આવ્યા હતા.