નવી દિલ્હી22 મિનિટ પેહલા
- કૉપી લિંક
હેલ્થ ઈન્શયોરેન્સના નિયમોમાં હાલના સુધારાથી કેશલેસ સારવારની પહોંચમાં વધારો થયો છે. હવે પૉલિસીધારકોને નેટવર્કની બહારની હૉસ્પિટલમાં પણ એડવાન્સ પેમેન્ટ કર્યા વિના સારવાર લેવાની છૂટ છે. ચાલો સમજીએ કે હેલ્થ ઈન્શયોરેન્સ ધારકો કોઈપણ હોસ્પિટલમાં કેશલેસ સારવાર કેવી રીતે મેળવી શકે છે…
- તમારી પોલિસીને સમજો: સૌ પ્રથમ, તમારી હેલ્થ ઈન્શયોરેન્સ પોલિસી નવા ફેરફારો સાથે અપડેટ કરવામાં આવી છે કે કેમ તે જાણો. નોન-નેટવર્ક હોસ્પિટલોમાં કેશલેસ સારવારની સુવિધા આપવા માટે કેટલીક પોલિસીઓને અપગ્રેડ અથવા એડજસ્ટમેન્ટની જરૂર પડી શકે છે. પોલિસીમાં સામેલ ન હોય તેવી બાબતો અને તેની લિમીટ વિશે પણ માહિતી મેળવો.
- પ્રી-અપ્રુવલ પ્રોસેસ: હવે તમે નોન-નેટવર્ક હોસ્પિટલોમાં કેશલેસ સારવાર મેળવી શકો છો, પરંતુ તેના માટે પ્રી-ઓથરાઈઝેશનની જરૂર રહેશે. આ એક મહત્વપૂર્ણ પગલું છે. હોસ્પિટલમાં દાખલ થતાં પહેલાં અથવા તેના થોડા સમય પછી, તમારે અથવા હોસ્પિટલે વીમા કંપનીને જાણ કરવી જોઈએ, જે સારવાર પ્લાન અને અંદાજિત ખર્ચની સમીક્ષા કરશે.
- પ્રી-ઓથરાઈઝેશનના પગલાં: હેલ્થ ઈન્શયોરેન્સ કાર્ડ, માન્ય ઓળખ કાર્ડ, મેડિકલ રિપોર્ટ અને હોસ્પિટલ સારવારની અંદાજિત કિંમત મોકલો. મંજૂરી માટે રાહ જુઓ. વીમા કંપનીઓ સામાન્ય રીતે 1 કલાકની અંદર જવાબ આપે છે.
- દસ્તાવેજો તૈયાર રાખો: પ્રી-ઓથરાઈઝેશન પ્રક્રિયા માટે અને તમારા ક્લેમને સરળતાથી આગળ વધવા માટે, આ દસ્તાવેજો તૈયાર રાખો: હેલ્થ ઈન્શયોરેન્સ કાર્ડ અથવા પોલિસી વિગતો, માન્ય ઓળખનો પુરાવો (આધાર કાર્ડ, પાન કાર્ડ, વગેરે), મેડિકલ રિપોર્ટ, ડૉક્ટરની નોંધ સહિત પ્રિસ્ક્રિપ્શન અને તમામ ટેસ્ટ રિપોર્ટ સામેલ હોવા આવશ્યક છે. આ ઉપરાંત, હોસ્પિટલની સારવારનું અસેસમેન્ટ પણ હોવું જોઈએ.
- ઈમરજન્સીના કેસો: કેટલીક વીમા કંપનીઓ ઈમરજન્સીના કેસમાં સારવાર પછી ઓથરાઈઝેશન પ્રદાન કરે છે. આનાથી તાત્કાલિક સારવાર મેળવવાની અને પછીથી મંજૂરી મેળવવાની સુવિધા મળે છે. આ લાભ મેળવવા માટે, હોસ્પિટલમાં દાખલ થયાના 24 કલાકની અંદર વીમા કંપનીને જાણ કરવાની રહેશે.
- હોસ્પિટલના TPA ડેસ્કની મદદ મેળવો: મોટાભાગની હોસ્પિટલોમાં થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર ડેસ્ક અથવા TPA ડેસ્ક હોય છે. TPA ડેસ્ક તમારી, હોસ્પિટલ અને વીમા કંપની વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરે છે. TPA ડેસ્ક તમારી હેલ્થ પોલિસીના આધારે સારવાર મેળવવા અને દાવાની પ્રક્રિયા કરવા માટે ફ્રી-સર્વિસ આપે છે. અહીં તમને ક્લેમમાં કયા-કયા ખર્ચને આવરી લેવામાં આવશે અને તમારે ખિસ્સામાંથી કેટલી રકમ ચૂકવવી પડશે તેનું માર્ગદર્શન મળશે.