- Gujarati News
- Business
- Collective Decisions Turn Into Individual Decisions When Confidence Turns Into Overconfidence
લંડન3 કલાક પેહલા
- કૉપી લિંક
- વધુ પડતા આત્મવિશ્વાસને કારણે અનેકવાર ખોટા નિર્ણયથી કંપનીને નુકસાન થાય છે
ઓફિસમાં ક્યારેક મીટિંગ રૂમનો સૌથી બુલંદ, આત્મવિશ્વાસથી ભરેલો અવાજ સૌથી સારો નિર્ણય લેનારો સાબિત થઇ શકે છે. પરંતુ અનેકવાર એવું પણ થઇ શકે કે જે વ્યક્તિ ચર્ચાની વચ્ચે કોઇ વાતનો જવાબ ખબર ન હોવાથી ચુપ હોય, તે વધુ સમજદાર અને સારી રીતે નિર્ણય લઇ શકતો હોય. કંપની, ગ્રૂપ અથવા કોઇ સંગઠન અનેકવાર વધુ પડતો આત્મવિશ્વાસ ધરાવતા લીડરના ખોટા નિર્ણયને કારણે નુકસાન પણ ઉઠાવે છે.
કોઇપણ સંગઠન પોતાના ટૉપ લીડર્સના નિર્ણયોથી સફળ અથવા નિષ્ફળ થઇ શકે છે. શું કંપનીએ નવી પ્રોડક્ટ લૉન્ચ કરવી જોઇએ કે અત્યારની જ પ્રોડક્ટને અપગ્રેડ કરવી જોઇએ? શું જૂની બ્રાન્ડિંગ ઇમેજને બદલવાનો સમય આવી ગયો છે કે ફરી સ્થાપિત ઇમેજની સાથે જ યથાવત્ રહેવું જોઇએ? મોટા ભાગે વરિષ્ઠ અધિકારી અને લીડર ઇચ્છે છે કે તેમના નિર્ણયોમાં તેમના આત્મવિશ્વાસની ઝલક દેખાય.
હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના આસિસટન્ટ પ્રોફેસર થૉમસ ગ્રેબરના તાજેતરના રિસર્ચથી જાણવા મળે છે કે જૂથ અથવા સંગઠનનું કોઇ સારા નિર્ણય પર પહોંચવું એ વાત પર નિર્ભર કરે છે કે યોગ્ય લોકો તેમાં વિશ્વાસ ધરાવે છે કે નહીં. તેઓએ મેટા-કૉગ્નિશનના પ્રભાવોનું પરીક્ષણ કર્યું કે શું વધુ કુશળ લોકો ઓછા કુશળ લોકોની તુલનામાં વધુ આત્મવિશ્વાસ ધરાવતા હોય છે અને શું થાય છે જ્યારે લોકો આત્મવિશ્વાસના આધાર પર નક્કી કરે છે કે સામૂહિક નિર્ણયોમાં પોતાનો અભિપ્રાય કેટલી દૃઢતા સાથે વ્યક્ત કરે છે.
ગ્રેબરના રિસર્ચથી જાણવા મળે છે કે જે લીડર આ અંગે વધુ ખાતરી ધરાવે છે કે તેઓ શું જાણે છે અને નથી જાણતા, તેઓ પોતાની ખામીઓને સ્વીકારે છે અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં બીજાને પણ સામેલ કરે છે. તેનું શ્રેષ્ઠ પરિણામ મળી શકે છે. પરંતુ જ્યારે આત્મવિશ્વાસ વધુ આત્મવિશ્વાસ બની જાય છે ત્યારે સામૂહિક નિર્ણયો વ્યક્તિગત નિર્ણયોમાં બદલવા લાગે છે અને પરિણામ ખરાબ આવે છે. જો કોઇ વધુ પડતા આત્મવિશ્વાસથી ભરપૂર હોય તો સમજી લેવાનું કે સ્થિતિ વધુ વણસી શકે છે. આશ્ચર્ય એ વાતનો સંકેત છે કે આત્મવિશ્વાસનું સંતુલન ખોટી દિશામાં છે.
ટૉપ લીડર્સના નિર્ણયોથી કંપની સફળ અથવા નિષ્ફળ જાય છે
થૉમસ ગ્રેબર અનુસાર, અતિશય ઉત્સાહ કોઇ કર્મચારીની મહત્ત્વપૂર્ણ સૉફ્ટ સ્કિલ હોય શકે છે. પરંતુ મેનેજરની જવાબદારી તેમાંથી યોગ્ય લોકોની પસંદગી કરવી તેમજ તેઓના નિર્ણયને પ્રભાવશાળી બનાવવાનો છે. સૌથી પહેલા, કોઇ કર્મચારીના આત્મવિશ્વાસનું આકલન કરો. એવું નથી કે જે લોકો સૌથી વધુ આત્મવિશ્વાસ ધરાવતા હોય, તેઓ સૌથી ઓછી ભૂલ કરે છે. શું કામમાં સૌથી વધુ આત્મવિશ્વાસ ધરાવતા લોકોને સામેલ કર્યા બાદ પણ દુર્ઘટનાઓ ઘટતી નથી? માની લો કે એક કોર્પોરેટ નિર્ણય લેવામાં આવ્યો અને તેનું પરિણામ ખરાબ આવ્યું. વધુ આત્મવિશ્વાસ ધરાવતા લોકો માટે આ પરિણામ વધુ ચોંકવાનારું હશે, પરંતુ જે લોકોને પહેલાથી જ પરિણામ પર ઓછો ભરોસો હતો, તેઓને નવાઇ લાગશે નહીં.