30 મિનિટ પેહલા
- કૉપી લિંક
નવું નાણાકીય વર્ષ 2024-25 આજથી એટલે કે 1લી એપ્રિલથી શરૂ થયું છે. આ નાણાકીય વર્ષમાં ઘણા ફેરફારો થયા છે. આજથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 32 રૂપિયાનો ઘટાડો થયો છે. આ સાથે જ ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે તમારે વધુ કિંમત ચૂકવવી પડશે. આ સિવાય SBIએ ડેબિટ કાર્ડની વાર્ષિક મેન્ટેનન્સ ફીમાં પણ વધારો કર્યો છે.
અમે તમને આવા જ 6 ફેરફારો વિશે જણાવી રહ્યા છીએ, જેની સીધી અસર તમારા પર પડશે…
1. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 32 રૂપિયાનો ઘટાડો
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજથી 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 32 રૂપિયાનો ઘટાડો કર્યો છે. દિલ્હીમાં કિંમત હવે 30.50 રૂપિયા ઘટીને 1764.50 રૂપિયા થઈ ગઈ છે. આ પહેલાં ભાવ 1795 રૂપિયા હતો. જ્યારે કોલકાતામાં હવે સિલિન્ડર 32 રૂપિયા ઘટીને 1879 રૂપિયામાં ઉપલબ્ધ છે. પહેલાં તેની કિંમત 1911 રૂપિયા હતી. મુંબઈમાં સિલિન્ડરની કિંમત 1749 રૂપિયાથી 31.50 રૂપિયા ઘટીને 1717.50 રૂપિયા થઈ ગઈ છે. ચેન્નાઈમાં સિલિન્ડર 1930 રૂપિયામાં મળે છે.
જોકે, 14.2 KG ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં ₹803, કોલકાતામાં ₹829, મુંબઈમાં ₹802.50 અને ચેન્નાઈમાં ₹818.50માં ઉપલબ્ધ છે.
2. તમારે SBI ડેબિટ કાર્ડ માટે વધુ પૈસા ચુકવવા પડશે
SBIએ કેટલાક ડેબિટ કાર્ડ્સ સાથે સંકળાયેલી વાર્ષિક મેન્ટેનન્સ ફીમાં 75 રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારા બાદ ક્લાસિક-સિલ્વર-ગ્લોબલ-કોન્ટાક્લાસ ડેબિટ કાર્ડની વાર્ષિક ફી 125 રૂપિયાને બદલે 200 રૂપિયા થઈ જશે. જેમાં GST અલગથી ઉમેરવામાં આવશે.
3. KYC વગરના ફાસ્ટેગ બંધ થશે
જો તમે બેંકમાંથી તમારી કારના ફાસ્ટેગનું KYC અપડેટ કર્યું નથી, તો તે આજથી ઇનએક્ટિવ થઈ શકે છે. આ પછી ફાસ્ટેગમાં બેલેન્સ હોવા છતાં પેમેન્ટ થશે નહીં. તેને ફરીથી એક્ટિવ કરવા માટે તમારે KYC અપડેટ કરવું પડશે.
4. ઈલેક્ટ્રિક વાહનો ખખરીદવા મોંઘા થઇ શકે
આજથી ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી મોંઘી થઈ ગઈ છે. કારણ કે સરકારે ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઈલેક્ટ્રિક વ્હીકલ (FAME-II) હેઠળ ઉપલબ્ધ સબસિડી બંધ કરી દીધી છે. આ યોજના હેઠળ 22,500 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવી હતી.
જો કે, સરકારે આજથી ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ (EMPS) શરૂ કરી છે. તે 31 જુલાઈ 2024 સુધી માન્ય રહેશે. નવી સ્કીમ હેઠળ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર પર 10,000 રૂપિયા સુધીની સબસિડી મળશે અને થ્રી વ્હીલર પર 25,000 રૂપિયા સુધીની સબસિડી મળશે.
આ સિવાય Kia, Toyota અને Tataએ આજથી પોતાના વાહનોની કિંમતમાં વધારો કર્યો છે. વાહનોના વિવિધ મોડલ અને વેરિયન્ટ અનુસાર અલગ-અલગ દર લાગુ થશે. હાલમાં જ ટાટાએ કહ્યું હતું કે ઈનપુટ કોસ્ટમાં વધારાને કારણે વાહનની કિંમતો વધારવાનો નિર્ણય કર્યો છે.
5. આવકવેરો ભરવા માટે ડિફોલ્ટમાં નવી કર વ્યવસ્થા
સરકારે આજથી નવી કર વ્યવસ્થાને ડિફોલ્ટ કરી છે. આવી સ્થિતિમાં જો તમારે જૂના ટેક્સ રિઝીમ હેઠળ ટેક્સ ચૂકવવો હોય, તો તે પસંદ કરવું પડશે. સરકારે 2020માં નવી ટેક્સ વ્યવસ્થાનો વિકલ્પ આપ્યો હતો. નવી ટેક્સ રિઝીમમાં કોઈ કપાત લાગુ પડતી નથી.
6. વિદેશી ETF માં રોકાણ કરી શકશે નહીં
હવે તમે તે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં રોકાણ કરી શકશો નહીં જે વિદેશી ETFs એટલે કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સમાં નાણાંનું રોકાણ કરે છે. સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ આ તારીખથી મ્યુચ્યુઅલ ફંડ્સને નવું રોકાણ લેવા પર પ્રતિબંધ મૂક્યો છે.
સેબીનો આદેશ એટલા માટે આવ્યો છે કારણ કે વિદેશી ETFમાં રોકાણની મહત્તમ મર્યાદા 1 અબજ ડોલર (આશરે ₹8,332 કરોડ) નક્કી કરવામાં આવી છે. જેમાં રોકાણ હવે આ મર્યાદાની નજીક પહોંચી ગયું છે. આ અંગે સેબીએ એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઈન ઈન્ડિયા (AMFI) ને પત્ર પણ લખ્યો છે, જે દેશમાં મ્યુચ્યુઅલ ફંડ હાઉસનું નેતૃત્વ કરે છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી
આજે એટલે કે 1 એપ્રિલ (સોમવાર)ના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. હાલમાં દિલ્હીમાં પેટ્રોલ 94.72 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 87.62 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ છે. લગભગ દોઢ વર્ષથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.