- Gujarati News
- Business
- Companies Founded By Women Succeed In Earning Twice As Much As Investment, Dismal Trend In Fund Management Companies
ન્યૂયોર્ક1 કલાક પેહલા
- કૉપી લિંક
- ભારતમાં શેરમાર્કેટમાં મહિલાઓની ભાગીદારી સતત વધી રહી છે. દર 4 રોકાણકારોમાંથી એક મહિલા
વિશ્વભરમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગેકૂચ રહી છે અને પુરુષોથી પણ આગળ નીકળી રહી છે પરંતુ કેટલાક સેક્ટર્સમાં હજુ પણ મહિલાઓનો હિસ્સો ખૂબ ઓછો છે. ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટ સેક્ટર પણ એવું જ એક સેક્ટર છે જ્યાં હજુ પણ મહિલાઓની સંખ્યા ઓછી છે. જો કે ધીરે ધીરે આ અંતર ઘટી રહ્યું છે. માત્ર ભારત જ નહીં પરંતુ અમેરિકા જેવા વિકસિત દેશો અને યુરોપિયન દેશોની પણ આ જ સ્થિતિ છે. અમેરિકામાં, તમામ વેન્ચર કેપિટલ ઇન્વેસ્ટમેંટ પાર્ટનર્સમાંથી માત્ર 19% મહિલાઓ છે. યુરોપમાં, 2023માં એક રિપોર્ટમાં આ સંખ્યા 16% હતી.
ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનર્સ એ હોય છે જે કોઇ બિઝનેસમાં રોકાણની મંજૂરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વીસી ફર્મમાં મહિલાઓની અછતની અસર મહિલાઓના બિઝનેસમાં રોકાણ પર સ્પષ્ટપણે દેખાય છે. 2022માં અમેરિકામાં માત્ર મહિલા સંસ્થાપકો વાળી કંપનીઓને કુલ વીસી ફંડિંગના માત્ર 2% હિસ્સો જ હાંસલ થયો હતો. મહિલાઓના નેતૃત્વ વાળા બિઝનેસમાં પુરુષોની તુલનામાં મહિલાઓ દ્વારા રોકાણ કરવાની સંભાવના વધુ હોય છે.
યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેન્ક અનુસાર મહિલાઓ દ્વારા સ્થાપિત કંપનીઓ પુરુષો દ્વારા સ્થાપિત કંપનીઓની તુલનામાં અડધાથી પણ ઓછું રોકાણ હાંસલ કરી શકે છે. તેમ છતાં તેઓ રોકાણ કરવામાં આવેલા પ્રત્યેક રૂપિયાની તુલનામાં બમણી કમાણી કરાવીને આપે છે. રિસર્ચ અનુસાર મહિલા રોકાણકારો સામાજિક પ્રભાવ વાળા વ્યવસાયોમાં રૂચિ ધરાવે છે, જેનાથી સમાજને વધુ ફાયદો થાય છે. 2024માં અમાંડા પુલિંગર અને વનેસા યુઆને ગ્લોબલ ફીમેલ ઇન્વેસ્ટર્સ મેનેજન્ટની સ્થાપના કરી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય નાણાકીય ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવાનો છે. આ સંગઠનનો એક પ્રમુખ પ્રોજેક્ટ ગ્લોબલ ફીમેલ ઇન્વેસ્ટર્સ નેટવર્ક છે, જેમાં 2,000 મહિલાઓ સામેલ છે. આ મહિલાઓ હેજ ફંડ, પરંપરાગત ફંડ અને વીસી ફંડનું સંચાલન કરે છે.
અમાંડાએ 25 વર્ષ નાણાકીય ક્ષેત્રમાં વિતાવ્યા છે, જેમાંથી 1 દાયકો તેમણે 100 વીમેન ઇન ફાઇનાન્સના સીઇઓના રૂપમાં કામ કર્યું છે. આ એક વૈશ્વિક એનજીઓ છે, જેમાં 30,000થી વધુ સભ્ય છે. અમાંડા પુલિંગરનું માનવું છે કે રોકાણના ક્ષેત્રમાં નેતૃત્વ ભૂમિકાઓમાં મહિલાઓની અછત સૌથી મોટો પડકાર છે. મહિલાઓને નેતૃત્વમાં પ્રેરિત કરવા માટે રોલ મૉડલની જરૂરિયાત હોય છે. ભારતીય વીસી ફર્મ તેજીથી મહિલાઓની લીડરશિપ પદો પર ભરતી કરી રહી છે. બ્લૂમ વેન્ચર્સની ઇન્વેસ્ટમેન્ટ ટીમમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ 2021માં અંદાજે 20% હતું,
ચાર નવા રોકાણકારોમાંથી એક મહિલા, પરંતુ ફંડ મેનેજર્સની અછત
SBI રિપોર્ટ અનુસાર ભારતમાં શેરમાર્કેટમાં મહિલાઓની ભાગીદારી સતત વધી રહી છે. દર ચાર રોકાણકારોમાંથી એક મહિલા છે. જો કે મહિલા ફંડ મેનેજર્સની સંખ્યા ખૂબ ઓછી છે. નાણાકીય સેવા કંપની મોર્નિંગસ્ટાર અનુસાર 2023માં દેશમાં અંદાજે 472 ફંડ મેનેજર્સમાંથી માત્ર 42 મહિલાઓ હતી. જે કુલ ફંડ મેનેજર્સના માત્ર 8.89% છે. 2017માં દેશમાં માત્ર 18 મહિલા ફંડ મેનેજર્સ હતી.