નવી દિલ્હી2 કલાક પેહલા
- કૉપી લિંક
ઇલક્ટ્રીકલ વાહનો સહિતના ભવિષ્યને ધ્યાનમાં રાખી આદિત્ય બિરલા ગ્રૂપની ફલેગશીપ કંપની હિન્દાલ્કોમાં 10 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. જેમાં, પ્રથમ તબક્કામાં 2 હજાર કરોડ રૂપિયાનું રોકાણ થશે. આ પ્લાન્ટ દ્વારા કોપર રિસાયકલિંગમાં દેશની ક્ષમતાઓને વધુ વધારાશે અને ગ્રીન પ્રોજેક્ટમાં સહકાર મળશે.
દેશની સૌથી મોટી કોપર ઉત્પાદક કંપની આદિત્ય બિરલા ગ્રૂપની ગુજરાતના ભરૂચ જિલ્લાના દહેજ ખાતે હિન્દાલ્કો કંપની આવેલી છે. ઇલેક્ટ્રીકલ મોબાલિટી અને રિન્યૂએબલ એનર્જી સેક્ટરમાં કોપરની ભાવિ માંગમાં વધારો થશે તે નક્કી છે ત્યારે આ માંગને આગળ વધારવામાં આવશે. ગુજરાતના દહેજ ખાતે દેશનો પ્રથમ ઇ વેસ્ટ રિસાયકલીંગ પ્રોજેકટ હિન્દાલ્કો દ્વારા સ્થાપવામાં આવી રહ્યો છે.
બિરલા ગ્રૂપ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ,200 કિલો ટન પ્રતિ વર્ષ મુજબ કોપરનું ઉત્પાદન રિસાયકલીંગ થકી કરવામાં આવશે અને તેના માટે 10 હજાર કરોડ રૂપિયાનું રોકાણનો અંદાજ મૂકવામાં આવ્યો છે.જોકે, પ્રથમ તબક્કામાં 50 કિલો ટન ની ક્ષમતા સાથે 2 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, વિકસીત અર્થતંત્રની દિશામાં તાંબુ નિર્ણાયક ઉત્પાદન ઘટક બની રહ્યું છે.ઇલેક્ટ્રીકલ વાહનોના ઉત્પાદનમાં વધારો થઇ રહ્યો છે અને રિન્યૂએબલ એર્નજી સેક્ટર નવા આયામ હાંસલ કરી રહ્યું છે ત્યારે આ નવા રોકાણ થકી આયાતી તાંબા પર દેશને નિર્ભર રહેવું નહીં પડે તેવો હાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે.
તાંબા અને ઇ વેસ્ટના રિસાયકલીંગનો દેશનો આ પ્રથમ પ્રોજેક્ટ રહેશે અને તેનાથી સ્થાનિક સ્તરે રોજગારીની પણ વધુ તકો ઉભી થશે. દેશના પ્રથમ આ પ્રકારના પ્લાન્ટ માટે ગુજરાતના દહેજની જ પસંદગી કરવામાં આવી છે અને આગામી દિવસોમાં ત્યાં પ્રાથમિક કામગીરી શરૂ કરવામાં આવી છે.
કેમ તાંબાના ઉપયોગનું મહત્ત્વ ઝડપભેર વધશે વૈશ્વિક ધાતુ વપરાશમાં સ્ટીલ,એલ્યુમિનિયમ બાદ તાંબાનો સ્થાન આવે છે. દેશનું ભવિષ્ય ઇવી એટલે કે ઇલેક્ટ્રિકલ વાહનો,સૌર ઊર્જા,પવન ઉર્જા,બેટરી પર વધુ છે.સૌર ઉર્જાની પેનલ અને પવન ઉર્જાની ટર્બાઇન માં કોપરનો મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે.આ સિવાય, વિશિષ્ટ ગુણધર્મોના કારણે રસોડાના સાધનોમાં પણ કોપર નો ઉપયોગ વધી રહ્યો છે.એક અભ્યાસ મુજબ, કોપર ની માંગ માં 13% નો ઉછાળો થઈ રહ્યો છે.
કોપર આયાત પાછળના ખર્ચો વધી રહ્યો છે એક અભ્યાસ મુજબ દેશ માં કોપરની ખપત વાર્ષિક 6.6 લાખ ટન છે.દેશમાં 7.75 લાખ મેં.ટન ક્ષમતા છે. વિશ્વના 25 દેશોમાં તાંબાનું ઉત્પાદન થઈ રહ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં નમો ભારત રેપીડ રેલ શરૂ કરાવી હતી.જે કોપર થી બનેલી વીજ લાઈન પર ચાલે છે