- Gujarati News
- Business
- Discounts On Cars By Auto Companies Soared 680%, Expecting Record Sales During The Festive Season
નવી દિલ્હી31 મિનિટ પેહલા
- કૉપી લિંક
- આ મહિને કારનાં વિવિધ મોડલ પર રૂ. 10 હજારથી રૂ. 3 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
દેશભરમાં તહેવારોની સિઝનમાં ઓટો કંપનીઓ અલગ-અલગ મોડલ પર 10 હજાર રૂપિયાથી લઈને 3 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. કેટલાક કિસ્સાઓમાં આ ડિસ્કાઉન્ટ ગયા મહિના કરતાં 680% વધુ એટલે કે 7.5 ગણું છે. જેના કારણે વેચાણમાં ઝડપથી વધારો થવાની સંભાવના છે. ગતવર્ષે તહેવારોમાં લગભગ સાડા પાંચ લાખ કારનું વિક્રમી વેચાણ થયું હતું. આ રેકોર્ડ આ વર્ષે તૂટે તેવી શક્યતા દેખાઈ રહી છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ થાર પરનો કુલ ડિસ્કાઉન્ટ વધારીને રૂ. 1.5 લાખ કર્યો છે. ગયા મહિને કંપની આ મોડલ પર માત્ર રૂ. 20,000ની ઓફર આપી રહી હતી. તેવી જ રીતે હોન્ડા કાર્સ ઇન્ડિયાએ અમેઝ પરના લાભો રૂ. 96000 થી વધારીને રૂ. 1.12 લાખ કર્યા છે. સીટી પર પણ કંપની હવે ગ્રાહકોને 1.14 લાખ રૂપિયા સુધીની ઓફર આપી રહી છે. અગાઉ આ મોડલ પર 88,000 રૂપિયા સુધીની ઓફર મળતી હતી.
ફાડાના મતે સપ્ટેમ્બરમાં કુલ 2.75 કારનું વેચાણ થયું હતું. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વેચાયેલી 3.39 કાર કરતાં આ 19% ઓછી છે. આ કારણે ડીલરો પાસે કારની ઈન્વેન્ટરી 80-85 દિવસના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. 79 હજાર કરોડ રૂપિયાના લગભગ 7.90 લાખ વાહનો ડીલરો પાસે પડ્યા છે. તેમને વેચવા માટે આકર્ષક ઓફર આપવામાં આવી રહી છે. કારના વેચાણને શ્રાદ્ધ-પિતૃપક્ષ અને સપ્ટેમ્બરમાં ભારે વરસાદને કારણે અસર થઈ હતી. હવે ટ્રેન્ડ રિવર્સ થશે.
ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં શોરૂમમાં 4 ગણા ગ્રાહકો આવ્યા હતા કારના વેચાણની વાત કરીએ તો સપ્ટેમ્બરની મંદી ઓક્ટોબરમાં તૂટતી જણાઈ હતી. આ મહિનાના બે મોટા તહેવારો દશેરા અને દિવાળી છે. આ સમયગાળા દરમિયાન, કંપનીઓ આખા વર્ષ માટે 40% જેટલા વાહનોનું વેચાણ કરે છે. છેલ્લા 3 મહિનાની સરખામણીમાં ગ્રાહકોની પૂછપરછ અને બુકિંગમાં 3-4 ગણો વધારો થયો છે. ગયા વર્ષે નવરાત્રિની શરૂઆતથી લઈને દિવાળી સુધીના માત્ર 24 દિવસમાં રેકોર્ડ 5,47,247 કારનું વેચાણ થયું હતું. આ વર્ષે તહેવારોની સિઝનમાં વધુ વાહનોનું વેચાણ થઈ શકે છે.
ઓગસ્ટથી કારનું વેચાણ વધવા લાગ્યું, પોઝિટિવ ટ્રેન્ડ મારુતિ સુઝુકી ઈન્ડિયાના સિનિયર એક્ઝિક્યુટિવ પાર્થ બેનર્જીએ જણાવ્યું કે જો આપણે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં જોઈએ તો ગ્રાહકોની પૂછપરછમાં 14%નો વધારો થયો છે અને ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં બુકિંગમાં 11%નો વધારો થયો છે. રિટેલ વેચાણમાં એકંદરે 5%નો વધારો થયો છે.
બીવાયડીએ ઓલ-ઇલે. એમપીવી ઈ-મેક્સ 7 રજૂ કર્યું બીવાયડી ઇન્ડિયાએ તેની નવીનતમ ઑલ-ઇલેક્ટ્રિક એમપીવી ઈ-મેક્સ 7કાર્ગો ઈ- મોબિલિટી રજૂ કરી છે અને વિસ્તૃત ફીચર સેટ સાથે નોંધપાત્ર બાહ્ય અને આંતરિક સુધારાઓ સાથે આવે છે. એમપીવી બે વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ છે-સુપિરિયર અને બે બેટરી પેક વિકલ્પો પ્રદાન કરે છે.