CA રિષભ પારખ, NRP કેપિટલ્સના ફાઉન્ડર3 કલાક પેહલા
- કૉપી લિંક
છેલ્લા કેટલાક સમયથી શેરબજારમાં ઘટાડાને કારણે, મોટાભાગના રિટેલ રોકાણકારોના પોર્ટફોલિયોની વેલ્યુમાં ઘટાડો થયો છે. આવા સમયે, ગભરાવું અને બજારમાંથી બહાર નીકળી જવું અથવા રોકાણ બંધ કરવું એ સમજદારીભર્યું નથી. ઐતિહાસિક આંકડા દર્શાવે છે કે તમે જેટલા લાંબા સમય સુધી રોકાણ કરશો, એટલા જ મજબૂત રિટર્નની સંભાવના વધારે રહેશે.
બજારના ઉતાર-ચઢાવ દરમિયાન પણ સ્માર્ટ રોકાણકારો નિયમિતપણે રોકાણ કરવાનું ચાલુ રાખે છે. નિયમિતપણે રોકાણ કરવાનું ચાલુ રાખવાનો, SIP વગેરેનો અર્થ એ છે કે જ્યારે બજાર ઘટી રહ્યું હોય ત્યારે તમે શેર અથવા મ્યુચ્યુઅલ ફંડ યુનિટ ખરીદવા માટે ઓછા પૈસા ચૂકવો છો.
જ્યારે બજાર વધે છે ત્યારે તમને આનું વધુ મૂલ્ય મળે છે. જ્યાં સુધી તમને જીવનના જરૂરી ખર્ચાઓ પૂરા કરવા માટે પૈસાની સખત જરૂર ન હોય, ત્યાં સુધી રોકાણને નુકસાનીમાં વેચવું એ સારો વિચાર નથી.
ચાલો આપણે સમજીએ કે કેટલીક રણનીતિઓ દ્વારા ભારે ઉતાર-ચઢાવના સમયગાળા દરમિયાન પણ આપણે મોટા નુકસાનને કેવી રીતે બચી શકીએ છીએ. આજના અસ્થિર વાતાવરણમાં આત્મવિશ્વાસથી આગળ વધવા માટે સતર્ક રહો, શિસ્તબદ્ધ રહો અને નીચે આપેલી ટિપ્સનો લાભ લો…
ટીપ 1: અફવાઓ પર નહીં, ફન્ડામેન્ટલ પર ધ્યાન આપો
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અથવા બજારમાંથી સાંભળેલી વાતોથી પ્રેરિત રોકાણો ઘણીવાર નિરાશા કરે છે.
શું કરવું: હંમેશા કંપનીના ફન્ડામેન્ટલ્સ પર નજર રાખો. બિઝનેસના કોર ફાઈનાન્સિયલ અને ઓપરેશનલ પાસાં હોય છે. આમાં કંપનીના નાણાકીય સ્ટેટમેન્ટ, બિઝનેસ મોડેલ, ઉદ્યોગની પરિસ્થિતિઓ, મેનેજમેન્ટ અને સ્પર્ધાત્મક સ્થિતિનો સમાવેશ થાય છે. જો આ સારા હોય તો તમે રોકાણ કરી શકો છો.
ટીપ 2: ‘કોઈપણ કિંમતે ખરીદો’ ની જાળથી બચો
વેલ્યુએશન યોગ્ય છે કે નહીં તે જાણ્યા વિના કોઈપણ સ્ટોક ખરીદશો નહીં. એશિયન પેઇન્ટ્સ (34.35% ઘટાડો) અને ટાટા મોટર્સ (42% ઘટાડો) આના મુખ્ય ઉદાહરણો છે. ભલે આવી કંપનીઓએ ઐતિહાસિક રીતે મજબૂત રિટર્ન આપ્યું હોય, તેમાં રોકાણ કરતા પહેલા, તે જાણી લો કે તેઓ હાલમાં રિટર્નની અપેક્ષાઓ પૂરી કરી શકે છે કે નહીં.
ધ્યાનમાં રાખો: સ્ટોક કે કંપનીનું ભૂતકાળનું પ્રદર્શન ભવિષ્યના રિટર્નની ગેરંટી આપતું નથી.
ટીપ 3: ડાઉનટ્રેન્ડમાં પણ SIP બંધ ન કરો
બજારના ઘટાડાને કારણે SIP બંધ કરવી એ એક કેલાસિક ભૂલ છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ કેટેગરી (મિડ-કેપ, ફ્લેક્સી-કેપ) એ ઐતિહાસિક રીતે ₹10,000 ના શિસ્તબદ્ધ માસિક રોકાણ પર 25 વર્ષોમાં વાર્ષિક 20-23% રિટર્ન આપ્યું છે, જે ₹7-10 કરોડમાં ફેરવાઈ થાય છે.
ટીપ 4: ડાયવર્સિફિકેશન એ સૌથી મહત્વપૂર્ણ વ્યૂહરચના છે
તમારા પોર્ટફોલિયોમાં ડાયવર્સિફિકેશનમાં શેર, મ્યુચ્યુઅલ ફંડ, સોનું-ચાંદી, રિયલ એસ્ટેટ જેવા વિવિધ એસેટ ક્લાસનો સમાવેશ કરો. તેજી દરમિયાન, આ પ્રકારે-
- ઇક્વિટી (મ્યુચ્યુઅલ ફંડ અને સ્ટોક્સ): 50-70%
- PPF, NPS, બોન્ડ્સ: 20-40%
- વૈકલ્પિક રોકાણો (સોનું, રિયલ એસ્ટેટ): 10-20%
ટીપ 5: બિન-જરૂરી સંપત્તિઓ વેચીને તમારા પોર્ટફોલિયોને ફરીથી રીબેલેન્સ કરો
એવા એસેટ પોર્ટફોલિયોને દૂર કરો જે લાંબા સમયથી ખોટમાં છે અથવા ટૂંક સમયમાં વધારાની કોઈ શક્યતા દેખાતી નથી. આ પૈસાનો ઉપયોગ સુરક્ષિત રોકાણોમાં કરો અથવા તેને FDમાં સુરક્ષિત રાખો.
ટીપ 6: ધીરજ રાખો, તે તમારી સૌથી મોટી સંપત્તિ છે
બજારમાં મંદી લાંબા સમય સુધી ટકતી નથી. ડોટ-કોમ બબલ (2000), 9/11 હુમલા, 2008 નાણાકીય કટોકટી, કોવિડ ક્રેશ (2020) અને રશિયા-યુક્રેન યુદ્ધ (2022) આના ઉદાહરણો છે. મતલબ કે, ધીરજ રાખીને, શિસ્તબદ્ધ રોકાણકારો હંમેશા સારું વળતર મેળવે છે.
ટીપ 7: રિયલ એસ્ટેટમાંથી શીખો, લાંબા સમય સુધી હોલ્ડિંગ રાખો
તમે તમારા ઘર કે ફ્લેટના ભાવમાં થતા દૈનિક વધઘટને ટ્રેક કરતા નથી. તેવી જ રીતે, મ્યુચ્યુઅલ ફંડ અને શેરમાં રોકાણ કરવા માટે, રિયલ એસ્ટેટની જેમ ધીરજ રાખો અને દરરોજ કિંમતોનું નિરીક્ષણ કરવાનું ટાળો.