નવી દિલ્હી6 કલાક પેહલા
- કૉપી લિંક
- EV કારોમાં સમાન સાઇઝની બેટરી હશે, ડિસ્ચાર્જ થશે તો બદલી શકાશે
- આગામી નાણાવર્ષમાં આ સુવિધા મળવાની શક્યતા
હવે ઈલેક્ટ્રિક ફોર વ્હીલર (ઈવી)માં બેટરી ડિસ્ચાર્જ થતાં બદલી નાખવાની (સ્વેપિંગ કરવાની) સુવિધા પણ હશે. આ માટે નીતિ આયોગ દ્વારા બનાવાઈ રહેલા નવા ડ્રાફ્ટમાં ફોર વ્હીલર અને બેટરી ઉત્પાદક કંપનીઓને રિમૂવેબલ બેટરી અને તમામ કારમાં ફિટ થઈ શકે તેવી એક જ સાઇઝની બેટરીનો વિકલ્પ શોધવા કહેવાયું છે. અત્યારે ઈવી ફોર વ્હીલરમાં ફિક્સ બેટરી હોય છે. આથી આવી કારનું ચાર્જિંગ ફિક્સ જ થઈ શકે છે. દેશમાં અત્યારે ટૂ અને થ્રી વ્હીલર ઈવીમાં જ બેટરી બદલવાની સુવિધા ઉપલબ્ધ છે.
નીતિ આયોગ, ભારે ઉદ્યોગ મંત્રાલય, વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય, બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ તથા વાહન કંપનીઓ વચ્ચે છેલ્લા તબક્કાની વાતચીત ચાલી રહી છે. સૂત્રોના કહેવા પ્રમાણે આગામી નાણાવર્ષ સુધી ફોર વ્હીલરમાં બેટરી સ્વેપિંગ શરૂ થવાની સંભાવના છે. દેશમાં ઈવી વ્હીકલ્સ માટે બેટરી ચાર્જિંગ સ્ટેશનની અપૂરતી સંખ્યા અને ચાર્જિંગમાં લાગતો સમય એ અત્યારની સૌથી મોટી સમસ્યા હોવાનું ભારે ઉદ્યોગ મંત્રાલયે સ્વીકાર્યું છે.