- Gujarati News
- Business
- FMCG Companies May Increase Prices By 30% In January March, Palm Oil coffee Increased The Most
નવી દિલ્હી1 કલાક પેહલા
- કૉપી લિંક
- મોંઘવારી-તેલ, સાબુ, ચા-કોફી, ચોકલેટ-બિસ્કિટ જેવાં ઉત્પાદનોના ભાવ 6 માસમાં 20% વધ્યા
વૈશ્વિક તેમજ સ્થાનિક સ્તરે મોંઘવારી ભલે કાબુમાં આવી રહી હોય પરંતુ વાસ્તવિક રીતે ધ્યાનમાં લઇએ તો ખાદ્યપદાર્થોની કિંમતોમાં સતત વધારો થઇ રહ્યો છે. એફએમસીજી કંપનીઓ છેલ્લા છ માસથી ભાવ સતત વધારી રહી હોવા છતાં પણ નવા કેલેન્ડર વર્ષની શરૂઆતમાં કિંમતોમાં હજુ વધારો કરવાના મૂડમાં છે. કરિયાણાનો ખર્ચ સતત વધી રહ્યો છે. ખાદ્ય તેલ, સાબુ, ચા-કોફી અને ચોકલેટ-બિસ્કીટ જેવા FMCG ઉત્પાદનોના ભાવ 6 મહિનામાં 20% વધ્યા છે.
જાન્યુઆરી-માર્ચ વચ્ચે કંપનીઓ તેમની કિંમતોમાં 30% વધારો કરી શકે છે. તેની પાછળનું મુખ્ય કારણ પામતેલ, નારિયેળ, ચા, કોકો અને કોફી જેવા કાચા માલના ભાવ એપ્રિલ 2024 થી 35-175% વધ્યા છે. તેનાથી એફએમસીજી કંપનીઓના ખર્ચમાં વધારો થયો છે, જેની ભરપાઈ કરવામાં આવી રહી છે. નુવામા ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝે એફએમસીજી સેક્ટરના એક અહેવાલમાં છેલ્લા 6 મહિના દરમિયાન કિંમતોમાં થયેલા વધારાની વિગતો આપી છે. તેણે જણાવ્યું કે અમારો અંદાજ છે કે કેટલીક એફએમસીજી કંપનીઓ જાન્યુઆરી-માર્ચમાં ફરી એકવાર ભાવ વધારશે. વિવિધ બ્રોકરેજ કંપનીઓના ડેટા અનુસાર છેલ્લા ત્રણ મહિનામાં હાઉસહોલ્ડ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG)ના ભાવમાં 10%નો વધારો થયો છે.
FMCG કંપનીઓ માટે માર્જિન મોટો પડકાર હોવાનું નુવામાના રિપોર્ટમાં જણાવાયું છે. સાબુ, નાસ્તો અને ચા જેવી કેટેગરીની કંપનીઓ માટે માર્જિન વધારવું મુશ્કેલ બની ગયું છે. પામ ઓઈલ અને ચા જેવી ચીજવસ્તુઓના ભાવમાં વાર્ષિક 30% જેટલો વધારો થવાને કારણે તેમની કિંમત વધી રહી છે.
ખાદ્યતેલના ભાવમાં સૌથી વધુ વધારો થયો જાપાની બ્રોકરેજ ફર્મ નોમુરાના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર સુધીના છ મહિનામાં સફોલા બ્રાન્ડના ખાદ્યતેલના ભાવમાં 20%નો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન મેરિકોએ પેરાશૂટ કોકોનટ ઓઈલની કિંમતમાં 10%નો વધારો કર્યો. નોમુરાનો અંદાજ છે કે ઓક્ટોબર અને ડિસેમ્બર વચ્ચે કંપનીએ ઉત્પાદનોની કિંમતોમાં સરેરાશ 7.3%નો વધારો કર્યો છે.
એચયુએલ, ગોદરેજએ 10% ભાવ વધાર્યા નુવામા રિસર્ચ અનુસાર FMCG કંપની હિન્દુસ્તાન યુનિલિવર અને ગોદરેજ કન્ઝ્યુમરે 2024માં ઉત્પાદનોના ભાવમાં લગભગ 10% વધારો કર્યો. આ વધારો એક જ સમયે થયો ન હતો.
ચાની કિંમત સૌથી વધુ વધી જથ્થાબંધ ભાવ 33 ટકા વધ્યા ચા સૌથી મોંઘી બની રહી છે, જથ્થાબંધ ભાવમાં 33%નો વધારો થયાનો નોમુરાના અહેવાલનો અંદાજ છે કે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ઓક્ટોબર અને માર્ચ 2025 વચ્ચે ચાના ભાવમાં 25-30% વધારો કરી શકે છે. અડધાથી વધુ ભાવ વધારો ઓક્ટોબર-માર્ચમાં જ થયો છે. આ જ કારણ છે કે તાજેતરના મહિનાઓમાં હરાજીમાં ચાની કિંમત લગભગ 33% વધી છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નેસ્લેએ ઓક્ટોબર-ડિસેમ્બરમાં ચોકલેટ જેવા ઉત્પાદનોના ભાવમાં 4.9%નો વધારો કર્યો છે. સ્નેક્સ કંપની બિકાજીએ ઓક્ટોબર-ડિસેમ્બરમાં કિંમતોમાં લગભગ 2%નો વધારો કર્યો છે.