મુંબઈ27 મિનિટ પેહલા
- કૉપી લિંક
જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ફૂડ ડિલિવરી કંપની Zomatoનો નફો વાર્ષિક ધોરણે 388% વધીને 176 કરોડ રૂપિયા થયો છે. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ રૂ. 36 કરોડ હતો.
Zomatoએ મંગળવારે, 22 ઓક્ટોબરના રોજ નાણાકીય વર્ષ 2024-25 ના બીજા ક્વાર્ટરના તેના પરિણામો જાહેર કર્યા હતા. બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક 68.50% વધીને રૂ. 4,799 કરોડ થઈ છે. એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં આવક રૂ. 2,848 કરોડ હતી.
Zomatoનો શેર 3.44% ઘટીને રૂ. 256 પર બંધ થયો હતો
Zomatoનો શેર આજે 3.44% ઘટીને રૂ. 256.55 પર બંધ થયો હતો. છેલ્લા 6 મહિનામાં કંપનીના શેરમાં 32.69%નો વધારો થયો છે. કંપનીના શેરે છેલ્લા એક વર્ષમાં 135.58% નું રિટર્ન આપ્યું છે. કંપનીનું માર્કેટ કેપ 2.23 લાખ કરોડ રૂપિયા છે.
કોન્સોલિડેટેડ નફો એટલે સમગ્ર ગ્રુપનું પ્રદર્શન
કંપનીઓના પરિણામો બે ભાગમાં આવે છે – સ્ટેન્ડએલોન અને કોન્સોલિડેટેડ. સ્ટેન્ડઅલોન રિપોર્ટ્સ માત્ર એક યુનિટની નાણાકીય કામગીરી દર્શાવે છે, જ્યારે કોન્સોલિડેટેડ. નાણાકીય રિપોર્ટમાં સમગ્ર કંપનીનો રિપોર્ટ આપે છે.
અહીં, Zomatoની બ્લિકિટ સહિત 28 પેટાકંપનીઓ, 1 ટ્રસ્ટ અને 1 એસોસિએટ કંપની છે. આ તમામના નાણાકીય રિપોર્ટને કોન્સોલિડેટેડ કહેવામાં આવશે. જ્યારે, જો બ્લિંકિટનું અલગ પરિણામ આવે તો તેને સ્ટેન્ડએલોન કહેવામાં આવશે.
દીપિંદરે 2008માં Foodibay શરુ કરી, પછી નામ બદલીને Zomato કર્યુ
- દીપિન્દર ગોયલ અને પંકજ ચઢ્ઢાએ સાથે મળીને 2008માં ફૂડીબે (Foodibay) નામની તેમની ફૂડ ડિરેક્ટરી વેબસાઇટ લોન્ચ કરી હતી. માત્ર નવ મહિનામાં, FoodieBay દિલ્હી NCRમાં સૌથી મોટી રેસ્ટોરન્ટ ડિરેક્ટરી બની ગઈ.
- બે સફળ વર્ષ પછી, 2010માં કંપનીનું નામ Zomato રાખવામાં આવ્યું. દિલ્હી-NCRમાં તેની સફળતા પછી તરત જ, કંપનીએ પુણે, અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ અને હૈદરાબાદ જેવા શહેરોમાં બ્રાન્ચ શરૂ કરી.
- 2012 સુધીમાં, Zomatoએ શ્રીલંકા, યુએઈ, કતાર, દક્ષિણ આફ્રિકા, યુકે અને ફિલિપાઈન્સમાં તેની સેવાઓનો વિસ્તાર કરીને વિદેશમાં વિસ્તરણ કરવાનું શરૂ કર્યું હતું. 2013માં ન્યૂઝીલેન્ડ, તુર્કી અને બ્રાઝિલને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા.
- Zomato દેશની પ્રથમ ફૂડટેક યુનિકોર્ન છે. 1 બિલિયન ડોલરથી વધુ મૂલ્યના સ્ટાર્ટઅપ્સને યુનિકોર્ન કહેવામાં આવે છે. પ્રથમ વખત, Zomatoએ નાણાકીય વર્ષ 2024 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 2 કરોડનો નફો નોંધાવ્યો હતો.
- Zomato એક ટેક્નોલોજી પ્લેટફોર્મ છે જે ગ્રાહકો, રેસ્ટોરન્ટ પાર્ટનર્સ અને ડિલિવરી પાર્ટનર્સને જોડે છે. ફૂડ ડિલિવરી સિવાય, Zomatoના ફાઉન્ડર દીપેન્દ્ર ગોયલે ઓગસ્ટ 2022માં ગ્રોસરી ડિલિવરી માટે બ્લિંકિટ ખરીદી હતી.