- Gujarati News
- Business
- Gen Z Will Play An Important Role In Driving The Country’s Economy, Spending Over 72 Lakh Crore This Year.
નવી દિલ્હી13 મિનિટ પેહલા
- કૉપી લિંક
- દેશની કુલ વસ્તીમાં જેન ઝેડની વસ્તી 26%, પરંતુ કુલ ખર્ચમાં તેમનો હિસ્સો 43%
જેન ઝેડ એટલે 14 થી 28 વર્ષની વયનો યુવાવર્ગ દેશના અર્થતંત્રને વેગ આપવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી રહ્યો છે. દેશની અંદાજે 145 કરોડની વસ્તીમાં 37.7 કરોડ જેન ઝેડનો હિસ્સો 26% છે. પરંતુ કુલ ગ્રાહક ખર્ચમાં તેમનો હિસ્સો 43% સુધી પહોંચી ચુક્યો છે.
બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ (BCG) અને સ્નેપચેટની પેરેન્ટ કંપની સ્નેપ ઇંકના રિપોર્ટ અનુસાર, આ વર્ષે ભારતીયોનો કુલ ગ્રાહક ખર્ચ રૂ.168 લાખ કરોડ આંકવામાં આવ્યો છે. જેમાં જેન ઝેડનો હિસ્સો 72.26 લાખ કરોડ છે. આ યુવા પેઢીના ખર્ચનો ટ્રેન્ડ દર્શાવે છે કે વર્ષ 2035 સુધી માત્ર જેન ઝેડનો જ કુલ ખર્ચ અંદાજે રૂ.168 લાખ કરોડ (51%) સુધી પહોંચી જશે, જ્યારે તમામ ભારતીયોનો ખર્ચ અંદાજે રૂ.328 લાખ કરોડ રહેશે. તેનો અર્થ છે કે આગામી 10 વર્ષમાં જેન ઝેડનો ખર્ચ બમણાથી વધુ 132% વધી જશે. સ્નેપ ઇંકના એમડી (ભારત) પુલકિત ત્રિવેદીએ જણાવ્યું હતું કે “ભારત યુવાઓનો દેશ છે. વર્ષ 2035 સુધી ભારતની વપરાશ વૃદ્ધિમાં જેન ઝેડનું સૌથી મહત્વપૂર્ણ યોગદાન હશે. તેનો ડાયરેક્ટ ખર્ચ રૂ.151 લાખ કરોડથી આગળ નીકળી જશે. રિપોર્ટ અનુસાર આગામી વર્ષે ભારતમાં જેન ઝેડનો ખર્ચ વધવાનું સૌથી મોટું કારણ એ છે કે તેઓ તેજીથી વર્કફોર્સનો હિસ્સો બની રહ્યા છે. દર ચાર ભારતીય જેન ઝેડમાંથી એક પહેલાથી જ વર્કફોર્સમાં સામેલ છે. વર્ષ 2025 સુધી દર બીજો જેન ઝેડ યુવા વર્કફોર્સમાં સામેલ થઇ જશે. આ જ યુવા પેઢી ભારતીય અર્થતંત્રને વેગ આપી રહી છે.
જેન ઝેડની લાગણી વ્યક્ત કરવાની પેટર્ન પણ અલગ છે. લગભગ 80% જેન ઝેડ તેમની લાગણીને વ્યક્ત કરવા તેમજ સર્કલ સાથે કનેક્ટ થવા માટે ઇમેજ, જીઆઇએફ પર નિર્ભર રહે છે. તેઓ ફોટો અને વીડિયો કોલ્સ મારફતે તેમના શોપિંગ અનુભવને તેમના મિત્રવર્તુળમાં શેર કરે છે.
મિલેનિયલ્સની તુલનામાં 1.5 ગણો વધુ ખર્ચ દેશમાં જેન ઝેડની શૉપિંગ પેટર્ન દર્શાવે છે કે તેઓ મિલેનિયલ્સ (28-43 વર્ષના યુવા)ની તુલનાએ 1.5 ગણો વધુ ખર્ચ કરી રહ્યા છે. જેન ઝેડ તરફથી અત્યાર સુધી કરાયેલા રૂ.72.26 લાખ કરોડના ખર્ચમાંથી અંદાજે 17 લાખ કરોડ તેમણે ડાયરેક્ટ ખર્ચ કર્યો છે. કોરનોા મહામારી બાદ જેન ઝેડની લાઇફસ્ટાઇલમાં પરિવર્તન આવ્યું છે જેના કારણે આ સંભવ બનશે.
બ્રાન્ડ પ્રત્યે પ્રામાણિક નથી ભારતીય યુવા
- દેશનો જેન ઝેડ વર્ગ બ્રાન્ડ પ્રત્યે પ્રામાણિકતા દર્શાવતા નથી
- યુવા પેઢી હંમેશા ટ્રેન્ડને ટ્રેડ કરીને શૉપિંગ કરવાનું પસંદ કરે છે
- 72% યુવાઓ નવા ટ્રેન્ડ માટે સોશિયલ ક્રિએટર્સને અનુસરે છે
- શૉપિંગ સંબંધિત નિર્ણયો માટે ઇન્ફ્લુઅંસર ચેનલ પર ભરોસો