નવી દિલ્હી56 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે એટલે કે 13મી મેના રોજ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનું 10 ગ્રામ રૂપિયા 518 ઘટીને 72,490 રૂપિયા થઈ ગયું છે.
આજે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. એક કિલો ચાંદી 950 રૂપિયા સસ્તી 83,265 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. અગાઉ ચાંદી 84,215 રૂપિયા પ્રતિ કિલો હતી.
4 મેટ્રો અને અમદાવાદમાં સોનાનો ભાવ
- દિલ્હી: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 67,300 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 73,380 રૂપિયા છે.
- મુંબઈ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 67,150 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 73,250 રૂપિયા છે.
- કોલકાતા: 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 67,150 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 73,250 રૂપિયા છે.
- ચેન્નાઈ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 67,250 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 73,360 રૂપિયા છે.
- અમદાવાદ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 67200રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 73,380 રૂપિયા છે.
આ વર્ષે સોના અને ચાંદીમાં જોરદાર વધારો જોવા મળ્યો છે
IBJA અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં 9,138 રૂપિયાનો વધારો થયો છે. 1 જાન્યુઆરીએ સોનું 63,352 રૂપિયા હતું, જે હવે 72,490 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. તે જ સમયે, એક કિલો ચાંદીની કિંમત 73,395 રૂપિયાથી વધીને 83,265 રૂપિયા થઈ ગઈ છે.
આ વર્ષે અત્યાર સુધી સોના-ચાંદીનો ટ્રેન્ડ રહ્યો છે
તારીખ | સોનાની કિંમત | ચાંદીની કિંમત |
1 જાન્યુઆરી | 63,352 રૂપિયા પ્રતિ 10 ગ્રામ | 73,395 રૂપિયા પ્રતિ કિલોગ્રામ |
13 મે | 72,490 રૂપિયા પ્રતિ 10 ગ્રામ | 83,265 રૂપિયા પ્રતિ કિલોગ્રામ |
સોનું 75 હજાર રૂપિયા સુધી જઈ શકે છે
બજારના જાણકારોના મતે જુલાઈથી ફરી લગ્નો શરૂ થશે જેના કારણે સોનાની માગમાં વધારો થશે. જેના કારણે આગામી દિવસોમાં સોના-ચાંદીમાં વધારો જોવા મળી શકે છે. આ કારણે આ વર્ષના અંત સુધીમાં સોનું 75 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. જ્યારે ચાંદી પણ 85 હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.