નવી દિલ્હી11 મિનિટ પેહલા
- કૉપી લિંક
સોનામાં આજે એટલે કે 22મી મેના રોજ થોડો ઘટાડો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ની વેબસાઈટ અનુસાર, ટ્રેડિંગ દરમિયાન 10 ગ્રામ સોનું 100 રૂપિયા સસ્તું થઈને 74,114 રૂપિયા થઈ ગયું છે.
જો કે આજે ચાંદી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ છે. તે રૂ. 221 મોંઘી થઇ અને રૂ. 93,094 પ્રતિ કિલોએ પહોંચી છે. આ પહેલા સોમવાર, મે 21ના રોજ ચાંદી રૂ. 92,873 પર હતી.
કેરેટ પ્રમાણે સોનાનો ભાવ
કેરેટ | કિંમત (રૂ/10 ગ્રામ) |
24 | 74,114 |
22 | 67,888 |
18 | 55,586 |
4 મેટ્રો અને અમદાવાદમાં સોનાનો ભાવ
- દિલ્હી: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 68,450 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 74,660 રૂપિયા છે.
- મુંબઈ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 68,300 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 74,510 રૂપિયા છે.
- કોલકાતા: 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 68,300 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 74,510 રૂપિયા છે.
- ચેન્નાઈ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 68,600 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 74,840 રૂપિયા છે.
- અમદાવાદ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 68350 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 74,560 રૂપિયા છે.
આ વર્ષે સોનામાં અત્યાર સુધીમાં 10 હજાર રૂપિયાથી વધુનો વધારો થયો છે
IBJA અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં 10,870 રૂપિયાનો વધારો થયો છે. 1 જાન્યુઆરીએ સોનું રૂ. 63,352 હતું, જે હવે રૂ. 74,222 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. તે જ સમયે, એક કિલો ચાંદીની કિંમત 73,395 રૂપિયાથી વધીને 92,444 રૂપિયા થઈ ગઈ છે.
આ વર્ષે અત્યાર સુધી સોના-ચાંદીની મૂવમેન્ટ આવી રહી છે
તારીખ | સોનાની કિંમત | ચાંદીની કિંમત |
1 જાન્યુઆરી | 63,352 રૂપિયા પ્રતિ 10 ગ્રામ | 73,395 રૂપિયા પ્રતિ કિલોગ્રામ |
22 મે | 74,114 રૂપિયા પ્રતિ 10 ગ્રામ | 93,094 રૂપિયા પ્રતિ કિલોગ્રામ |
આગામી એક વર્ષમાં સોનું 85 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે
એચડીએફસી સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સી હેડ અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ સોના અને ચાંદીમાં વધારો જોવા મળી શકે છે. આગામી એક વર્ષમાં સોનાની કિંમત 80 હજારથી 85 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. જ્યારે ચાંદી પણ 1 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.