નવી દિલ્હી40 મિનિટ પેહલા
- કૉપી લિંક
સોનું આજે એટલે કે 23 સપ્ટેમ્બરના રોજ ઓલટાઈમ હાઈ પહોંચી ગયું છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, સોમવારે 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 440 રૂપિયા વધીને 74,533 રૂપિયા થઈ ગઈ છે. પહેલાં એની કિંમત 74,093 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી.
ચાંદીમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. એ 508 રૂપિયા ઘટીને 88,409 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. અગાઉ ચાંદી 88,917 રૂપિયા હતી. આ વર્ષે, 29 મેના રોજ ચાંદી એની ઓલટાઈમ હાઇ રૂ. 94,280 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ હતી.
કેરેટ પ્રમાણે સોનાનો ભાવ
કેરેટ | કિંમત (રૂ/10 ગ્રામ) |
24 | 74,533 |
22 | 68,272 |
18 | 55,900 |
4 મેટ્રો અને ભોપાલમાં સોનાનો ભાવ
- દિલ્હી: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 69,950 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 76,300 રૂપિયા છે.
- મુંબઈ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 69,800 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 76,150 રૂપિયા છે.
- કોલકાતા: 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 69,800 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 76,150 રૂપિયા છે.
- ચેન્નઈ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 69,800 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 76,150 રૂપિયા છે.
- અમદાવાદ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 69800 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 76,150 રૂપિયા છે.
આ વર્ષે સોનામાં અત્યારસુધીમાં 11 હજાર રૂપિયાથી વધુનો વધારો થયો છે
IBJA અનુસાર, આ વર્ષે અત્યારસુધીમાં સોનાની કિંમતમાં 11,181 રૂપિયાનો વધારો થયો છે. 1 જાન્યુઆરીએ સોનું રૂ. 63,352 હતું, જે હવે રૂ. 74,533 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. એ જ સમયે એક કિલો ચાંદીની કિંમત 73,395 રૂપિયાથી વધીને 88,917 રૂપિયા થઈ ગઈ છે.
આ વર્ષે અત્યારસુધીમાં સોનું રૂ. 11,181 મોંઘું થયું છે
તારીખ | સોનાની કિંમત | ચાંદીની કિંમત |
1 જાન્યુઆરી | 63,352 રૂપિયા પ્રતિ 10 ગ્રામ | 73,395 રૂપિયા પ્રતિ કિલોગ્રામ |
23 સપ્ટેમ્બર | 74,533 રૂપિયા પ્રતિ 10 ગ્રામ | 88,409 રૂપિયા પ્રતિ કિલોગ્રામ |
સંદર્ભ: ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસો
વર્ષના અંત સુધીમાં સોનું 78,000 રૂપિયા સુધી જઈ શકે છે
એચડીએફસી સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સી હેડ અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં સોના અને ચાંદીમાં વધારો જોવા મળી શકે છે. આ વર્ષે સોનાની કિંમત 78 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે, જ્યારે ચાંદી પણ 1 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.
સોનું ખરીદતી વખતે આ 3 બાબતનું ધ્યાન રાખો
1. પ્રમાણિત સોનું જ ખરીદોઃ બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ના હોલમાર્ક ધરાવતું પ્રમાણિત સોનું હંમેશાં ખરીદો. સોના પર 6 અંકનો હોલમાર્ક કોડ છે. એને હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર એટલે કે HUID કહેવામાં આવે છે. આ નંબર આલ્ફાન્યૂમેરિક છે એટલે કે કંઈક આના જેવું છે – AZ4524. હોલમાર્કિંગ દ્વારા કોઈપણ સોનું કેટલા કેરેટનું છે એ જાણી શકાય છે.
2. ક્રોસ કિંમત તપાસોઃ બહુવિધ સ્ત્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઇટ) પરથી ખરીદીના દિવસે સોનાનું સાચું વજન અને એની કિંમત ક્રોસ-ચેક કરો. સોનાની કિંમત 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે બદલાય છે. 24 કેરેટ સોનાને સૌથી શુદ્ધ સોનું માનવામાં આવે છે, પરંતુ એમાંથી જ્વેલરી બનાવવામાં આવતી નથી, કારણ કે એ ખૂબ જ નરમ હોય છે.
3. રોકડ ચૂકવશો નહીં, બિલ લોઃ સોનું ખરીદતી વખતે રોકડ ચુકવણીને બદલે UPI (જેમ કે BHIM એપ્લિકેશન) અને ડિજિટલ બેંકિંગ દ્વારા ચુકવણી કરવી વધુ સારું છે. જો તમે ઈચ્છો તો ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા પણ પેમેન્ટ કરી શકો છો. આ પછી બિલ લેવાનું ભૂલશો નહીં. જો ઓનલાઈન ઓર્ડર કરો છો તો ચોક્કસપણે પેકેજિંગ તપાસો.