નવી દિલ્હી19 મિનિટ પેહલા
- કૉપી લિંક
આ સપ્તાહે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ની વેબસાઈટ અનુસાર બુલિયન માર્કેટમાં આ સપ્તાહની શરૂઆતમાં એટલે કે 29 એપ્રિલે સોનું 72,239 રૂપિયા પર હતું, જે હવે 4 મેના રોજ ઘટીને 71,191 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગઇ છે. એટલે કે આ અઠવાડિયામાં તેની કિંમત 1,048 રૂપિયા ઘટી ગઈ છે.
IBJA વેબસાઇટ અનુસાર ચાંદીની વાત કરીએ તો, આ સપ્તાહની શરૂઆતમાં તે 80,914 રૂપિયા પર હતી, જે હવે ઘટીને 79,989 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઇ છે. એટલે કે આ અઠવાડિયે તેની કિંમત 925 રૂપિયા ઘટી ગઈ છે.
4 મેટ્રો અને અમદાવાદમાં સોનાનો ભાવ
- દિલ્હી: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 65,890 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 71,870 રૂપિયા છે.
- મુંબઈ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 65,740 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 71,720 રૂપિયા છે.
- કોલકાતા: 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 65,740 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 71,720 રૂપિયા છે.
- ચેન્નાઈ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 66,140 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 72,150 રૂપિયા છે.
- અમદાવાદ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 65800 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 71780 રૂપિયા છે.
આ વર્ષે સોના અને ચાંદીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે
IBJA અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં 7,839 રૂપિયાનો વધારો થયો છે. 1 જાન્યુઆરીએ સોનું રૂ. 63,352 હતું, જે હવે રૂ. 71,191 પ્રતિ 10 ગ્રામ છે. તે જ સમયે, એક કિલો ચાંદીની કિંમત 73,395 રૂપિયાથી વધીને 79,989 રૂપિયા થઈ ગઈ છે.