નવી દિલ્હી9 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે એટલે કે 25મી એપ્રિલે સોના અને ચાંદીના ભાવમાં થોડો ફેરફાર થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનું 10 ગ્રામ રૂ. 15 વધીને રૂ. 71,841 થઈ ગયું છે. તેમજ, એક કિલો ચાંદી 111 રૂપિયા સસ્તી થઈ છે. તે 80,576 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.
4 મેટ્રો અને ભોપાલમાં સોનાનો ભાવ
- દિલ્હી: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 66,400 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 72,420 રૂપિયા છે.
- મુંબઈ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 66,250 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 72,270 રૂપિયા છે.
- કોલકાતા: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 66,250 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 72,270 રૂપિયા છે.
- ચેન્નાઈ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 67,100 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 73,200 રૂપિયા છે.
- ભોપાલ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 66,300 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 72,320 રૂપિયા છે.
આ વર્ષે સોના અને ચાંદીવા ભાવમાં જોરદાર ઉછાળો
IBJA અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં 8,489 રૂપિયાનો વધારો થયો છે. 1 જાન્યુઆરીએ સોનું રૂ. 63,352 હતું, જે હવે રૂ. 71,841 પ્રતિ 10 ગ્રામ છે. તેમજ, એક કિલો ચાંદીની કિંમત 73,395 રૂપિયાથી વધીને 80,576 રૂપિયા થઈ ગઈ છે.
2030 સુધીમાં સોનાની કિંમત 1.68 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ શકે છે
વિઘ્નહર્તા ગોલ્ડના ચેરમેન મહેન્દ્ર લુનિયાના જણાવ્યા અનુસાર 2030 સુધીમાં સોનાની કિંમત 1.68 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. સોનાના ભાવમાં વધારો થવાના કારણોમાં ભૌગોલિક રાજકીય તણાવથી લઈને વૈશ્વિક આર્થિક મંદીનો સમાવેશ થાય છે.
સર્ટિફાઈડ સોનું જ ખરીદો
જો તમારે સોનું ખરીદવું હોય તો હંમેશા બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ના હોલમાર્ક સાથે પ્રમાણિત સોનું ખરીદો. નવા નિયમ હેઠળ, 1 એપ્રિલથી છ અંકના આલ્ફાન્યૂમેરિક હોલમાર્કિંગ વિના સોનું વેચવામાં આવશે નહીં. જેમ આધાર કાર્ડમાં 12 અંકનો કોડ હોય છે, તેવી જ રીતે સોનામાં 6 અંકનો હોલમાર્ક કોડ હશે. તેને હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર એટલે કે HUID કહેવામાં આવે છે.
આ નંબર આલ્ફાન્યૂમેરિક હોઈ શકે છે એટલે કે કંઈક આના જેવું – AZ4524. હોલમાર્કિંગ દ્વારા કેટલા કેરેટ સોનું છે તે જાણવાનું શક્ય બન્યું છે.