મુંબઈ6 મિનિટ પેહલા
- કૉપી લિંક
દેશની સૌથી મોટી પ્રાઇવેટ બેંક HDFCના શેરમાં આજે (4 એપ્રિલ) 2%નો વધારો થયો છે. હાલમાં તે રૂ. 30 વધીને રૂ. 1,824 પર ટ્રેડ થઈ રહ્યો છે. ઘટતા બજારમાં પણ નિફ્ટી 50 ઇન્ડેક્સમાં આ શેર સૌથી વધુ ગેનર છે.
જોકે, નાણાકીય વર્ષ 2025ના ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ)માં બેંકની ડિપોઝિટ અને લોન બુકમાં વધારો થયો છે. આ સાથે, બ્રોકરેજ ફર્મ જેફરીઝે HDFC નું બાય રેટિંગ પણ જાળવી રાખ્યું છે.
HDFCના શેરમાં વધારાનાં કારણો
- ડિપોઝિટમાં વધારો: નાણાકીય વર્ષ 25 ના ચોથા ક્વાર્ટરમાં બેંકની ડિપોઝિટ રૂ. 27.15 લાખ કરોડ સુધી પહોંચી. વાર્ષિક ધોરણે 14.1% નો વધારો થયો છે. આ પાછલા ક્વાર્ટર કરતા 5.9% વધુ છે.
- લોન વૃદ્ધિમાં વધારો : બેંકની કુલ લોન રૂ. 26.44 લાખ કરોડ સુધી પહોંચી, જે વાર્ષિક ધોરણે 5.4% અને ત્રિમાસિક ધોરણે 4% ની વૃદ્ધિ દર્શાવે છે.
- જેફરીઝ બાય રેટિંગ: બ્રોકરેજ ફર્મ જેફરીઝે HDFC પર બાય રેટિંગ પણ જાળવી રાખ્યું છે. કંપનીએ શેરનો લક્ષ્ય ભાવ રૂ. 2,120 નક્કી કર્યો છે.
ત્રીજા ક્વાર્ટરમાં નફો 2.2% વધ્યો
નાણાકીય વર્ષ 2025 ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC નો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 2.2% વધીને રૂ. 16,736 કરોડ થયો છે. ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં તે ₹ 16,372.5 કરોડ હતો.
HDFC બેંકની કમાણી વિશ્લેષકોના અંદાજ કરતાં વધુ હતી. વિશ્લેષકોએ રૂ. 16,650 કરોડના ચોખ્ખા નફાનો અંદાજ લગાવ્યો હતો. ડિસેમ્બર ક્વાર્ટરમાં, બેંકની કુલ આવક વાર્ષિક ધોરણે 7% વધીને રૂ. 87,460 કરોડ થઈ, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 81,719 કરોડ હતી. જ્યારે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કુલ આવક રૂ. 85,499 કરોડ હતી.