નવી દિલ્હી2 કલાક પેહલા
- કૉપી લિંક
- ઉત્તર ભારતીયો માટે ઘર પહેલી પ્રાથમિકતા, દક્ષિણમાં સૌથી વધુ કાર લોન લેવામાં આવી રહી છે
બેંકો પાસેથી લોન લેવાના હેતુને લઈને દેશમાં એક રસપ્રદ ટ્રેન્ડ સામે આવ્યો છે. આ વર્ષે ઉત્તર ભારતમાં ઘર ખરીદવા અથવા બનાવવા માટે સૌથી વધુ 43% લોન લેવામાં આવી છે. દક્ષિણ ભારતના લોકો કાર અથવા ટુ-વ્હીલર ખરીદવા માટે મહત્તમ 38 ટકા લોન લઈ રહ્યા છે તેમજ પૂર્વીય રાજ્યોમાં શિક્ષણ પર ખર્ચ કરવા માટે મહત્તમ 32 ટકા લોન લેવામાં આવી રહી છે, જ્યારે પશ્ચિમી રાજ્યોમાં મેડિકલ જરૂરિયાતો માટે મહત્તમ 24 ટકા લોન લેવામાં આવી રહી હોવાનું બેન્કબાઝાર.કોમ ના “એસ્પિરેશન ઇન્ડેક્સ 2024” અનુસાર દર્શાવાયું છે.
આ ઉપરાંત વૈભવી લગ્નોને પ્રાધાન્ય આપતા ભારતીયોની સંખ્યા ઝડપભેર વધી રહી છે. છેલ્લા એકાદ-બે વર્ષમાં જ દેશમાં વૈભવી લગ્નો પાછળ ખર્ચ કરનારા લોકોની સંખ્યામાં સરેરાશ બમણી વૃદ્ધિ જોવા મળી છે. તાજેતરમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મેરેજ પાછળ વધુને વધુ ખર્ચ કરનારા વધી રહ્યાં છે. શરૂ થનારી મેરેજ સિઝનમાં દેશભરમાં 40 લાખથી વધુ લગ્નો યોજાનારા છે જેમાં જંગી ખર્ચ થશે. જોકે તેનો સીધો ફાયદો અર્થતંત્રને પણ મળી રહેશે.
52% લોકો માટે મોંઘવારી સૌથી મોટી સમસ્યા ઊંચો ફુગાવો અને ઊંચા ટેક્સ દરો દેશની સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. સર્વેમાં સામેલ 52% લોકોએ કહ્યું કે વધતી જતી મોંઘવારી તેમના માટે સૌથી મોટી સમસ્યા છે. 48% લોકો માટે કુટુંબની જવાબદારીઓ એટલી મોટી છે કે તેઓ તેમની મનપસંદ વસ્તુઓ પર પૂરતો ખર્ચ કરી શકતા નથી. 45% લોકોએ જણાવ્યું કે મર્યાદિત બચત તેમને તેમની ઈચ્છા મુજબ ખર્ચ કરતા અટકાવે છે. બીજી તરફ 40% લોકોએ કહ્યું કે વધુ પડતી ટેક્સ કપાતને કારણે તેમને તેમની પ્રાથમિકતાઓ બદલવી પડી રહી છે. શરૂ થનારી મેરેજ સિઝનમાં દેશભરમાં 40 લાખથી વધુ લગ્નો યોજાનારા છે જેમાં જંગી ખર્ચ થશે. તેને પણ અસર કરી શકે છે.
વહેલું રિટાયરમેન્ટ ટોપ-5 ગોલમાં સામેલ સર્વેમાં સામેલ 31.4% લોકોએ કહ્યું કે વહેલા નિવૃત્ત થવું એ તેમની ટોપ-5 પ્રાથમિકતાઓમાં સામેલ છે. ગયા વર્ષે આવા લોકો 28% હતા. આ વર્ષે જેમના નિવૃત્તિ ફંડમાં વધારો થયો છે તેમની સંખ્યા વધીને 58% થઈ ગઈ છે અને તેમના નિવૃત્તિ ફંડમાં વધારો થયો છે. 2023માં 56% લોકોના નિવૃત્તિ ભંડોળમાં વધારો કરવામાં આવ્યો હતો. જો કે સ્ત્રીઓ (59%) પુરુષો (57%) કરતાં નિવૃત્તિ આયોજન વિશે વધુ ચિંતિત છે.