- Gujarati News
- Business
- In Amazon, Only 7 Thousand Robots Do The Work Of 25 Thousand People, Send 5 Lakh Orders
નૈશવિલ (અમેરિકા)31 મિનિટ પેહલા
- કૉપી લિંક
ન્યૂયોર્કથી આશરે 1400 કિમી દૂર નૈશવિલમાં વિશ્વનો મોટો ઑનલાઇન શૉપિંગ કંપની એમેઝોનના સૌથી મોટા ફૂલફિલમેન્ટ સેન્ટરમાંથી એક છે એમક્યુવાય-1… માં અહીં જ હાજર છું. 32 લાખ વર્ગફૂટમાં ફેલાયેલું વિશાળ કેન્દ્ર. ફ્લોર પર અગણિત ક્યૂઆર કોડ. આમાં જ હજારો રોબોટ કામ કરે છે. તેઓ પેકેજો ઉપાડી રહ્યાં છે, તેમને સ્કેન કરી રહ્યાં છે અને ડિલિવરી માટે બહાર મોકલી રહ્યાં છે. આ કેન્દ્ર 5 માળનું છે અને દરેક માળ 13 ફૂટબોલ મેદાન જેટલું મોટું છે. તેનો અર્થ એ કે 65 ફૂટબોલ ક્ષેત્રો જેટલું મોટું કેમ્પસ. લગભગ 7 હજાર રોબોટ્સ અહીંથી દરરોજ 5 લાખ ઓર્ડર મોકલી શકે છે. જો માણસો આ કામ કરે તો આટલા મોટા વેરહાઉસમાં 5 લાખ ઓર્ડર શોધવા અને પેક કરવામાં લગભગ 25 હજાર લોકોનો સમય લાગશે. એમેઝોનના વર્લ્ડવાઈડ સેલિંગ પાર્ટનર સર્વિસીસના વી.પી. ધર્મેશ મહેતા કહે છે કે એઆઈ થોડાં વર્ષોમાં ઑનલાઈન શૉપિંગનો ચહેરો બદલી નાખશે.
એઆઈ ઑનલાઇન શૉપિંગ બદલી રહ્યું છે નૈશવિલ સ્થિત એમક્યુવાય-1 સેન્ટરમાં ઇન્વેન્ટરી મેન્ટેન કરવાથી લઇને ગ્રાહકના ઘર સુધી સામાન પહોંચાડવા સુધીના કામમાં રોબોટ પૂરી ક્ષમતાની સાથે મદદ કરી રહ્યા છે.
એમેઝોન રોબોટિક્સના ચીફ ટેક્નોલૉજિસ્ટ ટાઈ બ્રૈડી જણાવે છે કે રોબોટ પર રોકાણની સાથે એમેઝોનમાં રોબોટિક્સથી સંબંધિત 700 પ્રકારની નવી નોકરીઓ પણ ઊભી થઇ છે. એમેઝોનમાં વર્લ્ડ વાઇડ સેલિંગના વીપી ધર્મેશ મહેતા જણાવે છે કે અમે સેલર્સ માટે પણ એઆઈ લઇને આવ્યા છીએ. આજે અમારી પાસે એઆઈ એમેલિયાથી લઇને સેલર આપના ઉત્પાદનને બ્રાન્ડ કરવાની પદ્ધતિથી લઇને કેમ્પેન સુધીના આઇડિયા લઇ શકો છો.
એઆઈની આ પદ્ધતિથી પણ બદલાઇ રહ્યા છે શૉપિંગના અનુભવ; 1.રુફસ સિસ્ટમથી ગ્રાહકોને ઉત્પાદન પસંદ કરવામાં મદદ : રુફસ એઆઈ પાવર્ડ શૉપિંગ આસિસ્ટન્ટ છે. આ ગ્રાહકોને ઉત્પાદનનું વિવરણ સમજાવવા, ઉત્પાદનના આઇડિયા આપવા અને અન્ય ઉત્પાદનોની યોગ્ય તુલના કરવામાં મદદ કરે છે. 2.રિવ્યૂ હાઈલાઇટથી રિવ્યૂની સમરી મળે છે : આ સિસ્ટમની મદદથી ગ્રાહકોને કોઇ ઉત્પાદન માટે ગ્રાહકો દ્વારા આપવામાં આવેલા રિવ્યૂને એક પેરેગ્રાફમાં સમરી મળી જાય છે. જેનાથી તેમને ઉત્પાદન પસંદ કરવામાં મદદ મળે છે. 3.એઆઈ શૉપિંગ ગાઇડ પ્રોડક્ટને સમજાવે છે : એમેઝોને હાલમાં એઆઈ ગાઇડ લૉન્ચ કર્યુ છે. આ ગ્રાહકોએ પસંદ કરેલી પ્રોડક્ટના ફીચરની જાણકારી આપે છે. તેનાથી ટૉપ બ્રાન્ડસની જાણકારી મળે છે. જરૂરિયાતના હિસાબથી શું ખરીદવું તેવી વાતો જણાવે છે.
અમેરિકામાં એમેઝોનના વેરહાઉસમાં 7.5 લાખ રોબોટ કામ કરી રહ્યા છે એમેઝોન રોબોટિક્સના ચીફ ટેક્નોલૉજિસ્ટ ટાઈ બ્રૈડી જણાવે છે કે, એમેઝોનની પાસે વિશ્વમાં ઇન્ડસ્ટ્રિયલ મોબાઇલ રોબોટની સૌથી મોટી સેના છે. એમેઝોનના વેરહાઉસોમાં સાડા 7 લાખથી વધારે રોબોટ કામ કરી રહ્યા છે.
ઑડર આવવાથી લઇને ડિલિવરી સુધી…રોબોટ્સ આવી રીતે કામ કરી રહ્યા છે સ્પૈરો-20 કરોડ સામાનમાંથી ઑર્ડર જૂજ સેકન્ડમાં શોધે છે સ્પૈરો 20 કરોડથી પણ વધારે અલગ-અલગ પ્રોડક્ટને ઓળખે છે. આ ઑર્ડરનો સામાન કોમ્પ્યુટર વિઝનની મદદથી સેકન્ડોમાં વર્ગીકરણ કરીને ટ્રોલીમાં રાખે છે. એઆઈ ટનલ- પેકિંગમાં આવેલા ખરાબ સામાનને વર્ગીકૃત કરે છે પેકેજિંગ માટે આવેલાં ઉત્પાદનોને એક એઆઈ ટનલમાંથી નીકળે છે, જ્યાં કોમ્પ્યુટર વિઝનની મદદથી ઉત્પાદન, ડેમેજ, એક્સપાયરી જેવી વસ્તુઓ સ્કેન થાય છે. પેકિંગ સ્ટેશન- પેકેટ તૈયાર કરવા એડ્રેસ ચોંટાડવામાં આવે છે ઑર્ડર આવવાથી મશીન સામાનનો આકાર સ્કેન કરે છે, તેના આધારે પેકેટ બનાવે છે. અહીં સામાનને એડ્રેસ ચોંટાડવામાં આવે છે. પછી સીલ કરીને ડિલિવરી માટે તૈયાર કરાય છે. રૉબિન-ઑર્ડરની ડિલિવરી એડ્રેસ જોઇને આગળ મોકલાય છે આ રોબોટિક આર્મ યોગ્ય સામાન ઓળખીને ઉઠાવે છે. ફરી અન્ય રોબોટ પેગાસસમાં રાખે છે . પેગાસસ તેને ટ્રોલીમાં રાખે છે. અન્ય રોબોટને વેનમાં લઇ જાય છે. ડિલિવરી વેન- એડ્રેસ આવતાં જ પાર્સલની લાઇટ ચાલુ થાય છે લેટેસ્ટ ડિલિવરી વેન વિઝન આસિસ્ટન્ટ પેકેજ રિટ્રિવલથી સજ્જ છે. જેમાં સરનામા ઉપર પહોંચીને પાર્સલ શોધવામાં આવતું નથી, પરંતુ પાર્સલની પાસે જાતે જ ગ્રીન લાઇટ ચાલુ થઇ જાય છે.