- Gujarati News
- Business
- In Non metro Cities, The Price Of Under construction Houses Increased Twice As Much As That Of Ready made Houses
નવી દિલ્હી7 કલાક પેહલા
- કૉપી લિંક
- 1 વર્ષમાં પ્રોપર્ટીના ભાવમાં 20 ટકાથી વધુ વધારો
દેશનાં વિકસતાં બજારોમાં અન્ડર કન્સ્ટ્રક્શન (નિર્માણાધીન) મિલકતના ભાવ તૈયાર મિલકતોના ભાવ કરતાં ઝડપથી વધી રહ્યા છે. રાષ્ટ્રીય સ્તરે આ વધારો 10.73% છે પરંતુ નોન-મેટ્રો શહેરોમાં ભાવ 20%થી વધી વધ્યા છે. તેની સરખામણીમાં રેડી-ટુ-પઝેશન એટલે કે તૈયાર મિલકતોના ભાવ માત્ર 4.88% વધ્યા છે. કેટલેક ઠેકાણે તો ઘટાડો પણ જોવા મળ્યો છે. નેશનલ હાઉસિંગ બૅન્ક (એનએચબી)ના તાજેતરના અહેવાલમાં આ વાત રજૂ કરાઈ છે.
રિયલ એસ્ટેટના જાણકારો કહે છે કે કોવિડ પછી હાઉસિંગ સેક્ટરમાં ઝડપથી માગ વધી છે. 10 વર્ષની ઇન્વેન્ટ્રી થોડા મહિનાઓમાં જ ખતમ થઈ ગઈ હોવાથી ઝડપથી નવા પ્રોજેક્ટ આવી રહ્યા છે. માગ વધુ હોવાને કારણે દરેક પ્રોજેક્ટમાં બુકિંગ સારું છે. છેલ્લાં 3 વર્ષમાં મિલકતોના ભાવ 10-15% વાર્ષિક દરે વધે છે.
લોકોને હવે મકાનમાં વધુ પર્સનલાઇઝ્ડ સ્પેસ જોઈતી હોવાથી જૂની મિલકતોમાં લોકોની રુચિ વધુ નથી. એનએચબી દ્વારા તૈયાર દેશનાં 50 શહેરના રેસિડેક્સ પણ આ જ વાત કહે છે. આ વાતો રિસર્ચ ફર્મ જેએલએનએ હોમ પર્ચેઝ અફોર્ડેબિલિટી ઇન્ડેક્સ (એચપીએઆઇ)ના અહેવાલમાં કહી છે. તેના મતે વર્ષ 2022 કરતાં 2023માં એફોર્ડેબિલિટી ઓછી થઈ છે.
રિઝર્વ બૅન્ક વ્યાજદરમાં ઘટાડો કરે તો 2024માં મકાન ફરીથી લોકોના બજેટમાં આવે, તેવી આશા વ્યક્ત કરાઈ છે. રિપોર્ટ કહે છે કે 2023માં વધુ લોકોના બજેટમાં પ્રોપર્ટી હતી. આથી એચપીઆઇ ઇન્ડેક્સ 2023માં સૌથી ઓછો હતો. એટલે કે હોમ લોન લઈને મકાન ખરીદી શકે એવા લોકો ઓછા હતા. 2014માં આ સૂચકાંકમાં ઉછાળો આવ્યો. 2021માં એ સમતોલ સ્થિતિમાં આવી ગયા હતા.
નવા વર્ષમાં 65% ભારતીયોની પોતાનું ઘર ખરીદવાની યોજના
દેશમાં મકાન ભાડે અને હોમ લોનના ઈએમઆઇનું અંતર લગભગ ઘટી રહ્યું છે. આથી 2024માં 65% ભારતીયોની નવું ઘર ખરીદવાની યોજના છે. આ વાત રિયલ એસ્ટેટ પ્રોપર્ટી વેબસાઇટ – નો બ્રોકરે સોમવારે પ્રસિદ્ધ અહેવાલમાં કહી હતી. તેના મતે લોકોમાં પોતાનું ઘર ખરીદવાની વધતી ઇચ્છા છે. સંસ્થાએ આ અહેવાલ દેશમાં 32,000 લોકો વચ્ચે સરવે કરીને તૈયાર કર્યો હતો.
મોંઘાં મકાનો બજેટ બહારનાં, હવે વ્યાજદર ઘટવાની રાહ
દેશમાં છેલ્લાં બે વર્ષમાં મિલકતોના ભાવ ઝડપથી વધી રહ્યા છે અને અન્ય મુખ્ય શહેરોમાં મકાન એક મોટી વસ્તીના બજેટની બહાર છે. આથી મકાન પોતાના બજેટમાં આવે તે માટે લોકો વ્યાજદર ઘટવાની રાહ જોઈ રહ્યા છે. હોમ પર્ચેઝ એફોર્ડેબિલિટી ઇન્ડેક્સમાં આ માહિતી અપાઈ છે.