- Gujarati News
- Business
- Income Of Rural Areas Increased By 57 Percent In Five Years! On The Other Hand, The Loan Burden Also Increased
નવી દિલ્હી2 કલાક પેહલા
- કૉપી લિંક
- સારો વરસાદ, ખેતીની આવકમાં વધારો થવાથી આવકમાં વૃદ્ધિ, બચત પણ વધી
ગામડાઓમાં રહેતા પરિવારોની આવક સતત વધી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં જ ગામડાઓમાં રહેતા પરિવારોની સરેરાશ માસિક આવકમાં 57.6 ટકાનો વધારો થયો હોવાનું નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ)ના તાજેતરના સરવેમાં આ વાત સામે આવી છે. દર મહિને 12698 રૂપિયાની કમાણી કરે છે. નાબાર્ડના બીજા ‘ઓલ ઈન્ડિયા રૂરલ ફાઈનાન્સિયલ ઈન્કલુઝન સર્વે (NAFIS) 2021-22માં જાણવા મળ્યું છે કે ગ્રામજનોની આવક માત્ર વધી રહી છે. વર્ષ 2016-17માં તેમની સરેરાશ માસિક આવક રૂ. 8,059 હતી. તે વર્ષ 2021-22માં વધીને 12,698 રૂપિયા થઈ ગઈ છે. એટલે કે પાંચ વર્ષમાં આવકમાં 57.6 ટકાનો વધારો થયો છે. જોકે, 23-24માં પણ આવકમાં વૃદ્ધિ થઇ હોવાનો અંદાજ છે.
નાબાર્ડે જણાવ્યું કે પાંચ વર્ષના સમયગાળામાં પરિવારોની સરેરાશ માસિક આવક 57.6 ટકા વધીને 2016-17માં રૂ. 8,059 થી વધીને 2021-22માં રૂ. 12,698 થઈ ગઈ છે. જે 9.5 ના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) દર્શાવે છે. આ સમયગાળા દરમિયાન બચતમાં પણ વધારો જોવા મળ્યો છે. વર્ષ 2021-22માં ઘરની સરેરાશ બચત વાર્ષિક 13209 રૂપિયા હતી જ્યારે પાંચ વર્ષ પહેલા તે 9104 રૂપિયા હતી. 2021-22માં 66 ટકા પરિવારોએ બચત નોંધાવી હતી જે 2016-17માં 50.6 ટકા હતી. સર્વેમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આવકમાં વધારો થવા ઉપરાંત ઘરનો ખર્ચ પણ વધ્યો છે. સરેરાશ માસિક ખર્ચ 2016-17માં રૂ. 6,646થી વધીને 2021-22માં રૂ. 11,262 થયો છે. મહત્વની વાત એ છે કે કુલ વપરાશમાં ખાદ્ય ચીજવસ્તુઓનો હિસ્સો 51 ટકાથી ઘટીને 47 ટકા થયો છે, જે અન્ય જરૂરિયાતો તરફ ખર્ચ કરવાની પદ્ધતિમાં ફેરફાર ધરાવે છે. વર્ષ 2016-17માં તેમની સરેરાશ માસિક આવક રૂ. 8,059 હતી. તે વર્ષ 2021-22માં વધીને 12,698 રૂપિયા થઈ ગઈ છે.
દેવાનો બોજ પણ વધી રહ્યો છે જો કે, બાકી લોન ધરાવતા પરિવારોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. પાંચ વર્ષમાં તે 47.4 ટકાથી વધીને 52 ટકા થયો છે. સર્વેક્ષણમાં ભારતમાં ગ્રામીણ પરિવારોમાં વીમા કવરેજમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. તેમાં જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા એક સભ્યનો વીમો ધરાવતા પરિવારોનું પ્રમાણ 2016-17માં 25.5 ટકાથી વધીને 2021-22માં 80.3 ટકા થયું છે. આ કોવિડ પછી ગ્રામીણ વિસ્તારોમાં નાણાકીય સેવાઓના વધતી માગ અને ઇન્ડસ્ટ્રીઝની પહોંચને પ્રતિબિંબિત કરે છે.
ખર્ચમાં પણ ઝડપી વૃદ્ધિ નોંધાઇ સર્વેમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આવકમાં વધારો થવા ઉપરાંત ઘરનો ખર્ચ પણ વધ્યો છે. સરેરાશ માસિક ખર્ચ 2016-17માં રૂ. 6,646થી વધીને 2021-22માં રૂ. 11,262 થયો છે. મહત્વની વાત એ છે કે કુલ વપરાશમાં ખાદ્ય ચીજવસ્તુઓનો હિસ્સો 51 ટકાથી ઘટીને 47 ટકા થયો છે, જે અન્ય જરૂરિયાતો તરફ ખર્ચ કરવાની પદ્ધતિમાં ફેરફાર ધરાવે છે.