નવી દિલ્હી38 મિનિટ પેહલા
- કૉપી લિંક
સંયુક્ત રાષ્ટ્રએ આ વર્ષે ભારતનો વિકાસ દર 6.2% રહેવાનો અંદાજ મૂક્યો છે. વર્લ્ડ ઈકોનોમિક સિચ્યુએશન એન્ડ પ્રોસ્પેક્ટ્સ 2024 (WESP) રિપોર્ટમાં સંયુક્ત રાષ્ટ્રએ જણાવ્યું હતું કે મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં મજબૂત ગ્રોથને કારણે ‘ભારતનો વિકાસ દર 2024માં 6.2% સુધી પહોંચવાની ધારણા છે, જે 2023ના 6.3% કરતા સહેજ ઓછો છે.
2025માં ભારતની GDP વૃદ્ધિ 6.6% રહેવાનો અંદાજ છે. સંયુક્ત રાષ્ટ્રએ ગુરુવારે આ રિપોર્ટ જાહેર કર્યો છે. ઇકોનોમિક એનાલિસિસ એન્ડ પોલિસી ડિવિઝનના વડા હામિદ રશીદે જણાવ્યું હતું કે, ‘ભારતીય અર્થવ્યવસ્થા માત્ર આ વર્ષે જ નહીં પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તેના સમકક્ષ દેશો કરતાં વધુ સારું પ્રદર્શન કરી રહી છે.
ભારતનો આર્થિક વિકાસ સતત 6% થી ઉપર રહ્યો છે અને અમે માનીએ છીએ કે આ 2024 અને 2025 માં પણ ચાલુ રહેશે. ભારતમાં મોંઘવારી વધુ રહી છે, તેમ છતાં ભારતે વ્યાજદરમાં વધુ વધારો કરવાની જરૂર નથી પડી અને ફુગાવાનો દર નીચે આવ્યો છે.
ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ એશિયાની જીડીપી વૃદ્ધિ 2024માં 5.2% રહેવાની ધારણા છે, જે ભારતની મજબૂત વૃદ્ધિને કારણે છે. ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર છે.
GDP શું છે?
GDP એ અર્થતંત્રના સ્વાસ્થ્યને ટ્રેક કરવા માટે ઉપયોગમાં લેવાતા સૌથી કોમન ઈન્ડીકેટર્સમાંથી એક છે. GDP ચોક્કસ સમયગાળામાં દેશની અંદર ઉત્પાદિત તમામ માલસામાન અને સેવાઓનું મૂલ્ય દર્શાવે છે. આમાં દેશમાં વિદેશી કંપનીઓ દ્વારા કરવામાં આવતા ઉત્પાદનનો પણ સમાવેશ થાય છે. જ્યારે અર્થતંત્ર હેલ્થી હોય છે, ત્યારે બેરોજગારીનું સ્તર સામાન્ય રીતે ઓછું હોય છે.
GDP બે પ્રકારની હોય છે
GDP બે પ્રકારની હોય છે. રિયલ GDP અને નોમિનલ GDP. રિયલ GDPમાં માલ અને સેવાઓના મૂલ્યની ગણતરી પાયાના વર્ષના મૂલ્ય અથવા સ્થિર કિંમત પર કરવામાં આવે છે. હાલમાં GDPની ગણતરી માટે આધાર વર્ષ 2011-12 છે. એટલે કે, 2011-12માં માલ અને સેવાઓના દરો અનુસાર ગણતરી કરવામાં આવી હતી. જ્યારે નોમિનલ GDP વર્તમાન કિંમત પર ગણવામાં આવે છે.
GDPની ગણતરી કેવી રીતે થાય છે?
GDPની ગણતરી કરવા માટે સૂત્રનો ઉપયોગ થાય છે. GDP=C+G+I+NX, અહીં C એટલે પ્રાઈવેટ કંજમ્પશન, G એટલે ગવર્નમેન્ટ સ્પેંડિંગ, I એટલે ઈન્વેસ્ટમેન્ટ અને NX એટલે નેટ એક્સપોર્ટ છે.