- Gujarati News
- Business
- India’s Share In Ayurvedic Beauty Care Products In The World Is 50%, The Market Will Touch 1.2 Lakh Crores By 2028
નવી દિલ્હી2 કલાક પેહલા
- કૉપી લિંક
- બ્યૂટી ઇન્ડસ્ટ્રીઝમાં બદલાવ, ભારતની આયુર્વેદિક બ્યુટી બ્રાન્ડ વિશ્વમાં ઝડપથી વિસ્તરી
આયુર્વેદ 5000 વર્ષ જૂની ભારતીય તબીબી પદ્ધતિ છે જે વિશ્વની બ્યૂટી ઇન્ડસ્ટ્રીઝને બદલી રહી છે. આ પદ્ધતિમાં વર્ણવેલ ફોર્મ્યુલેશનના આધારે બનાવેલ બ્યૂટી પ્રોડક્ટ સમગ્ર વિશ્વમાં વધુને વધુ લોકપ્રિય થઈ રહ્યા છે. ગ્લોબલ ન્યૂ પ્રોડક્ટ્સ ડેટાબેઝ (GNPD, ગ્લોબલ રિસર્ચ ફર્મ મિન્ટેલના રિપોર્ટ અનુસાર ભારત આયુર્વેદ સંબંધિત બ્યૂટી અને પર્સનલ કેર પ્રોડક્ટ્સ રજૂ કરવામાં વિશ્વમાં અગ્રેસર છે.
2018 અને 2023 ની વચ્ચે આ સેગમેન્ટમાં ભારતીય ઉત્પાદનોનો વૈશ્વિક હિસ્સો અડધો થઈ ગયો છે. પ્રમાણિત કેમિકલ્સ રહિત બ્યૂટી ઉકેલોની વધતી જતી માંગે આ ઇન્ડસ્ટ્રીઝના દ્વાર ખોલ્યા છે. રિપોર્ટ અનુસાર આ સમયગાળા દરમિયાન શ્રીલંકા, બ્રિટન, અમેરિકા અને ફ્રાન્સ જેવા દેશોમાં ભારતીય આયુર્વેદિક ઉત્પાદનો માટે મોટા બજારો ઉભરી આવ્યા છે. બ્યુટી પ્રોડક્ટ્સ સાથે સંકળાયેલા વિશ્લેષકોના જણાવ્યા અનુસાર આ પ્રોડક્ટ્સ દેશના ટિયર 2 અને ટિયર 3 શહેરોના માર્કેટમાં પણ વિસ્તરી રહી છે.
આયુર્વેદ ટેક સ્ટાર્ટઅપ નિરોગસ્ટ્રીટના અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2028 સુધીમાં ભારતમાં આયુર્વેદ ઉત્પાદનોનું બજાર રૂ. 1.2 લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. હાલમાં તેની કિંમત લગભગ 60 હજાર કરોડ રૂપિયા છે. તે વાર્ષિક 15 ટકાના ચક્રવૃદ્ધિ દરે વધી રહી છે.
હર્બલ પ્રોડક્ટ્સ યુવાનોમાં લોકપ્રિય બની, સ્કિનકેર પર ફોકસ આયુર્વેદ ટેક સ્ટાર્ટઅપ નિરોગસ્ટ્રીટના એક અહેવાલ મુજબ આ વધતી માંગ પાછળનું કારણ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં કુદરતી અને હર્બલ ઉપચારની વધતી માંગ, આયુર્વેદ પ્રેક્ટિશનરોની સંખ્યામાં વધારો અને આ ક્ષેત્રમાં મોટા પાયે સ્ટાર્ટઅપ્સનો વધારો છે. બ્યૂટી પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુશન એજન્સી સ્ટેલા રાઇઝિંગના સીએમઓ માર્લી ક્લાર્કના જણાવ્યા અનુસાર મિલેનિયલ્સ આયુર્વેદિક ફોર્મ્યુલેશનના ગુણધર્મો અને ફાયદાઓમાં સૌથી વધુ રસ ધરાવે છે. તેઓ ખાસ કરીને ત્વચા અને વાળની સંભાળથી પ્રેરિત ઉત્પાદનોમાં રસ ધરાવે છે. ઇન્ટરનેટ પર આયુર્વેદિક અને સંબંધિત હેશટેગ્સ વધી રહ્યા છે. અશ્વગંધા, લીમડો, તુલસી, આમળા જેવા આયુર્વેદિક શબ્દો લોકપ્રિય થઈ રહ્યા છે.
ભારતમાં 60 હજાર કરોડનું માર્કેટ 4 વર્ષમાં બમણું થઈ જશે
- ગ્રાન્ડ વ્યૂ રિસર્ચના રિપોર્ટ અનુસાર 2024માં વૈશ્વિક હર્બલ બ્યુટી પ્રોડક્ટ્સ માર્કેટન સાઇઝ 7.5 લાખ કરોડ રૂપિયાની આસપાસ છે. તે 2025 થી 2030 સુધી વાર્ષિક 13.3% ના ચક્રવૃદ્ધિ દરે વૃદ્ધિ પામવાનો અંદાજ છે.
- સ્કિનકેર 2024માં સૌથી મોટા રેવન્યુ શેર 36.2% સાથે બજારમાં પ્રભુત્વ ધરાવે છે. સ્કિનકેર પ્રોડક્ટ્સમાં કુદરતી અને ઓર્ગેનિક ઘટકોના ફાયદા અંગેની જાગૃતિ વધવાથી ગ્રાહકોની માંગમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ રહી છે.
- ઉત્તર અમેરિકા હર્બલ બ્યુટી પ્રોડક્ટ્સ માર્કેટ 2024 માં 34.3% ના સૌથી મોટા રેવન્યુ હિસ્સા સાથે વૈશ્વિક બજારમાં ટોચ પર છે.