- Gujarati News
- Business
- Investment In The Edutech Sector Has Decreased 7 Times In The Last Three Years, This Year The Focus Is On Innovation Along With Challenges
નવી દિલ્હી1 કલાક પેહલા
- કૉપી લિંક
વર્ષ 2019-20 થી 2022-23 વચ્ચે સકારાત્મક સમયમાંથી પસાર થનારું દેશનું એજ્યુટેક સેક્ટર ગત વર્ષે અનેક પ્રકારની સમસ્યાઓથી ઘેરાયેલું રહ્યું હતું. ગ્રાહકોની માંગમાં ફેરફારની સાથે જ રોકાણકારો આ સેક્ટરમાં રોકાણ કરવામાં સતર્કતા વર્તી રહ્યા છે. ગત વર્ષે એજ્યુટેક સેક્ટરમાં લીડરશીપના સ્તરે સંકટ જોવા મળ્યું હતું અને અનેક કંપનીઓના મોટા અધિકારીઓએ નોકરી છોડી અથવા બદલી હતી. જ્યારે છંટણીનો દોર પણ જારી રહ્યો હતો અને અનેક કંપનીઓએ રિસ્ટ્રક્ચરિંગ અને કૉસ્ટ કટિંગનો રસ્તો અપનાવ્યો હતો.
ભારતની એજ્યુટેક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિશ્વમાં ત્રીજી સૌથી મોટી ઇકોસિસ્ટમ છે. એજ્યુટેક સેક્ટરને એક સમયે દેશની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનું પોસ્ટર ચાઇલ્ડ કહેવાતું હતું, પરંતુ હવે આ સ્ટાર્ટઅપ્સ રોકાણની અછત સામે ઝઝુમી રહ્યા છે. 2024માં સેક્ટરમાં રોકાણ 2021ની તુલનામાં 7 ગણું ઘટ્યું છે. 2021માં આ સેક્ટરમાં અત્યાર સુધીનું સર્વાધિક, અંદાજે 35 હજાર કરોડનું રોકાણ થયું હતું જે 2024માં ઘટીને માત્ર 5200 કરોડની આસપાસ રહ્યું હતું.
2020 થી 2022 સુધી એજ્યુટેકનો સ્વર્ણિમ યુગઃ બિઝનેસ સ્ટ્રેટેજિસ્ટ અને એન્જલ ઇન્વેસ્ટર લૉયડ મેથિયાસ અનુસાર, કોવિડ-19 મહામારી દરમિયાન, લૉકડાઉનને કારણે અનેક કોલેજ તેમજ સ્કૂલો બંધ હોવાને કારણે ઑનલાઇન એજ્યુકેશનમાં ક્રાંતિ જોવા મળી છે.
એજ્યુટેક કંપનીઓની નીતિઓ પર ફરીથી વિચાર કરવાની જરૂર એજ્યુટેક સેક્ટરમાં મોટા પાયે નેતૃત્વ પરિવર્તન, છંટણી અને રિસ્ટ્રક્ચરિંગ જોવા મળ્યું. 2025માં પણ આ પડકારો યથાવત્ છે. પૉલિસી સંશોધક અને કોર્પોરેટ સલાહકાર શ્રીનાથ શ્રીધરન કહે છે કે એજ્યુટેક કંપનીઓએ પોતાની નીતિઓ પર ફરીથી વિચાર કરવાની તેમજ નવેસરથી યોજના બનાવવાની જરૂરિયાત છે. ઑઇલાઇન ટ્યૂશન ક્લાસિસ વચ્ચે ભાગ્યે જ કોઇ અંતર છે.
2025માં નવી આશા સાથે ઇનોવેશન પર ફોકસ મેનેજમેન્ટ નિષ્ણાંત શૈલેષ હરિભક્તિ અનુસાર 2024ની મંદીએ આ સેક્ટરને સમજદાર દૃષ્ટિકોણ અને શ્રેષ્ઠ સંચાલનનો રસ્તો દેખાડ્યો હતો. ગત વર્ષે પડકારો વચ્ચે 2025માં આપણે એક મજબૂત એજ્યુટેક સેક્ટરના ફરીથી ઉદયના સાક્ષી બની શકીએ છીએ. એજ્યુટેક સેક્ટર આ વર્ષે એક નવા અભિગમ તેમજ ઇનોવેશનની સાથે આગળ વધવા માટે સજ્જ છે. જો કે બિઝનેસ સ્ટ્રેટેજિસ્ટ અને એન્જલ ઇન્વેસ્ટર લૉયડ મેથિયાસ અનુસાર આ વર્ષે પણ સેક્ટરમાં સુસ્તી જોવા મળી શકે છે.