50 મિનિટ પેહલા
- કૉપી લિંક
નવા કેલેન્ડર વર્ષના પ્રથમ દિવસે ભારતીય શેરબજારની ફ્લેટ શરૂઆત બાદ BSE સેન્સેક્સ અંદાજીત 600 પોઈન્ટ ઉછળ્યો હતો, જ્યારે નિફ્ટી ફ્યુચરે 23964 પોઈન્ટનો ઇન્ટ્રાડે હાઈ નોંધાવ્યો હતો. નવા વર્ષના પ્રથમ દિવસે યુએસ, યુકે, કોરિયા, ચીન, ફ્રાન્સ, જર્મની સહિત મોટાભાગના એશિયન સ્ટોક માર્કેટ્સ તેમજ યુરોપિયન શેરબજારો બંધ રહ્યા હતા. નવા વર્ષની શરૂઆત સાથે હવે રોકાણકારો ફુગાવો અને ફેડ રિઝર્વ દ્વારા રેટ કટના પડકારો પર ફોકસ રહેશે. ટ્રમ્પની નિમણૂક બાદ અમેરિકાની નવી આર્થિક નીતિઓને ધ્યાનમાં રાખતાં વિદેશી રોકાણકારો નવા રોકાણ માટે હાલ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે ત્યારે જાન્યુઆરીમાં ત્રીજા ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામો અને યુનિયન બજેટ પર સૌની નજર રહેશે.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક બજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચા જતાં ઉપરાંત ભારતમાં ફિસ્કલ ડેફીસીટ વેરાકિય ખાધ એપ્રિલથી નવેમ્બરમાં વધી રૂ.8.47 લાખ કરોડની સપાટીએ પહોંચતા રૂપિયા પર દબાણ જોવા મળ્યું હતું. સાથે સાથે રૂપિયો ગબડતાં દેશમાં આયાત થતી ક્રૂડ, સોના-ચાંદી સહિતની વિવિધ ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ વધી ગઈ છે અને તેના પગલે ફુગાવો વધતાં હવે રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજમાં ઘટાડો વિલંબમાં પડવાની શક્યતા જોવાઈ રહી છે.
BSE પર મીડકેપ ઈન્ડેક્સ 0.50% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.03% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો BSE પર માત્ર રિયલ્ટી અને મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4072 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1241 અને વધનારની સંખ્યા 2741 રહી હતી, 90 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 8 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં મારુતિ સુઝુકી 3.26%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2.45%, બજાજ ફાઈનાન્સ 1.69%, લાર્સેન લિ. 1.64%, ટાટા મોટર્સ 1.15%, એશિયન પેઈન્ટ 0.99%, ઇન્ડસઇન્ડ બેન્ક 0.93%, પાવર ગ્રીડ કોર્પોરેશન 0.76%, એકસિસ બેન્ક 0.64%, એચડીએફસી બેન્ક 0.56% અને બજાજ ફિનસર્વ 0.54% વધ્યા હતા, જ્યારે ટાટા સ્ટીલ 0.97%, અદાણી પોર્ટ 0.80%, ઝોમેટો લિ.0.54%, એચસીએલ ટેકનોલોજી 0.27%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 0.21%, હિન્દુસ્તાન યૂનિલિવર 0.17%, ટેક મહિન્દ્ર 0.09% અને નેસલે ઈન્ડિયા 0.03 ઘટ્યા હતા.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
- નિફ્ટી ફ્યુચર બંધ ( 23897 ): આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24088 પોઇન્ટના પ્રથમ અને 24108 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 23787 પોઇન્ટથી 23707 પોઇન્ટ, 23676 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.24088 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
- બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ( 51439 ): આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 51808 પોઇન્ટના પ્રથમ અને 52008 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 51373 પોઇન્ટથી 51202 પોઇન્ટ,51108 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.52008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
- ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ ( 2464 ): આદિત્ય બિરલા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2424 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2404 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2484 થી રૂ.2490 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2503 ઉપર તેજી તરફી ધ્યાન…!!
- વોલ્ટાસ લીમીટેડ ( 1820 ): ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1797 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1780 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1834 થી રૂ.1840 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- લ્યુપીન લીમીટેડ ( 2376 ): ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો સેક્ટરનો આ સ્ટોક રૂ.2404 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.2360 થી રૂ.2344 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2424 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- મુથૂટ ફાઈનાન્સ ( 2226 ): રૂ.2263 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.2270 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.2203 થી રૂ.2188 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.2288 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
બજારની ભાવિ દિશા…. મિત્રો, કેલેન્ડર વર્ષ 2024માં ડોલર સામે રૂપિયો 3% જેટલો ઘટયો છે ત્યારે વર્તમાન નાણાકીય વર્ષ 2024 – 25 ના ત્રીજા ત્રિમાસિકમાં દેશની આઈટી સેવા કંપનીઓના ઓપરેટિંગ માર્જિનમાં સુધારો જોવા મળી શકે છે. ડોલર સામે ભારતીય રૂપિયાની સતત નબળાઈથી દેશના આયાત બિલમાં ભલે વધારો થયો હોય પરંતુ દેશની આઈટી સેવા કંપનીઓનો 60 થી 65% વેપાર હિસ્સો અમેરિકાની બજારમાં રહેલો હોવાથી આઈટી કંપનીઓને લાભ થઈ રહ્યો છે. ખાસ કરીને TCS, ઈન્ફોસિસ, વિપ્રો, ટેક મહિન્દ્રા જેવી કંપનીઓ અમેરિકાની બજારમાં નોંધપાત્ર હાજરી ધરાવે છે.
ભારતની આઈટી કંપનીઓ જ નહીં પરંતુ અમેરિકાની કંપનીઓ જે ભારતમાં તેમની બેક ઓફિસ હાજરી ઝડપથી વધારી રહી છે તેમને પણ ભારતમાં નીચા લેબર કોસ્ટનો લાભ થઈ રહ્યો છે. જો કે મંદ માગ વચ્ચે ડોલર સામે રૂપિયામાં જોરદાર ઘસારાને પરિણામે વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળાના કંપનીના પરિણામો ખાસ કરીને કાચા માલ માટે આયાત પર નિર્ભર કંપનીઓના પરિણામો નબળા જોવા મળવાની ધારણાં પણ મૂકવામાં આવી રહી છે. ડોલર સામે રૂપિયો હાલમાં 85.55 ને પાર જતો રહ્યો છે ત્યારે આયાતી કાચા માલસામાન પર નિર્ભર રહેતી કંપનીને ડોલર પેટે વધુ રૂપિયાની જોગવાઈ કરવાની હોવાથી માર્જિન પર પણ દબાણ આવવાની શકયતા છે.