3 કલાક પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
ભારતીય શેરબજારમાં ગઈકાલે મોટો કડાકો નોંધાયા બાદ સુધારા તરફી ખૂલ્યા હતા.જો કે, ફરી પાછા રેડ ઝોનમાં ટ્રેડ થઈ બંધ રહ્યા હતા. ચાઈનાએ ગત સપ્તાહમાં મેગા સ્ટીમ્યુલસ પેકેજ આપીને અર્થતંત્રને વૃદ્વિના પંથે લાવવા કરેલા મોટા પ્રયાસના પરિણામે શાંઘાઈ શેર બજારમાં ફંડોએ આકર્ષક વેલ્યુએશને મોટી ખરીદી કરી તેજી લાવતાં ફોરેન ફંડ ડાઈવર્ઝન અને જમ્મુ કાશ્મીર તેમ જ હરિયાણામાં ચૂંટણીઓમાં અપસેટ સર્જાવાના સંકેતોએ ભારતીય શેર બજારોમાં તેજીને બ્રેક લાગી ફંડોએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બેંકિંગ-ફાઈનાન્સ, ઓટો શેરો પાછળ કડાકો બોલાવી દીધો હતો.
સેન્સેક્સ 33 પોઈન્ટના ઘટાળા સાથે 84266 પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 21 પોઈન્ટના ઘટાળા સાથે 25969 પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 54 પોઈન્ટના ઘટાળા સાથે 53381 પોઈન્ટના સ્તરે બંધ થયો.સેન્સેક્સ,નિફટી બેઝડ શેરોમાં વેચવાલીને કારણે રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ મળીને માર્કેટ કેપિટલાઈઝેશન ઘટાળો થયો હતો.
સેન્સેક્સ, નિફટીમાં વિક્રમી તેજીને બ્રેક લાગી કડાકો બોલાઈ જવા સામે પસંદગીના સ્મોલ શેરોમાં આકર્ષણ છતાં ઘણા મિડ કેપ શેરોમાં વેચવાલી રહેતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બેંકિંગ શેરોમાં પણ ફંડોની ઓવરબોટ પોઝિશન હળવી થતી જોવાઈ હતી.ચાઈનાએ મેગા સ્ટીમ્યુલસ પેકેજ આપતાં મેટલ-માઈનીંગ ક્ષેત્રે મોટી માંગની અપેક્ષાએ ફંડોની મેટલ-માઈનીંગ શેરોમાં આકર્ષણ રહ્યું હતું.પાછલા ઘણા દિવસોથી ભારતીય શેર બજારોમાં સેન્સેક્સ,નિફટી સતત વિક્રમી નવી ઊંચાઈના શિખરો સર કરતાં રહી ઓવરબોટ બની જતાં કરેકશન-ઘટાડો અનિવાર્ય બન્યો હતો,જેની શરૂઆત થઈ ગઈ હતી.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટીસીએસ,લાર્સેન,ટોરેન્ટ ફાર્મા,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,લ્યુપીન,વોલ્ટાસ,સન ફાર્મા,વોલ્ટાસ,એચસીએલ ટેકનોલોજી,ઈન્ફોસીસ,અદાણી પોર્ટસ,ટોરેન્ટ ફાર્મા,ટાટા કોમ્યુનિકેશન,ડીએલએફ,જીન્દાલ સ્ટીલ,ઓબેરોઈ રીયાલીટી,ટાટા સ્ટીલ,જેએસડબ્લ્યુ સ્ટીલ,સન ટીવી,વિપ્રો,ટાટા કેમિકલ્સ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની ઈન્ડીગો,હેવેલ્લ્સ,કોલ્પાલ,ગ્રાસીમ,એસીસી,કોટક મહિન્દ્રા બેન્ક,ગ્લેનમાર્ક ફાર્મા,સિપ્લા જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4054 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1667 અને વધનારની સંખ્યા 2296 રહી હતી, 90 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે 01 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 11 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ… નિફ્ટી ફ્યુચર બંધ :- ( 25976 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 25838 પોઇન્ટના પ્રથમ અને 25808 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 26008 પોઇન્ટથી 26088 પોઇન્ટ, 26180 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.25808 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ… બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 53390 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 53008 પોઇન્ટના પ્રથમ અને 52808 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 53474 પોઇન્ટથી 53570 પોઇન્ટ,53606 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.52808 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ ( 3090 ) :- બાલકૃષ્ણ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.3030 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.3003 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.3108 થી રૂ.3120 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.3133 ઉપર તેજી તરફી ધ્યાન…!! એસીસી લીમીટેડ ( 2531 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.2488 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.2470 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.2553 થી રૂ.2560 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! ગ્રાસીમ લીમીટેડ ( 2816 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબસ સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો સેક્ટરનો આ સ્ટોક રૂ.2848 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.2797 થી રૂ.2780 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2860 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!! લ્યુપીન લીમીટેડ ( 2208 ):- રૂ.2247 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.2254 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.2188 થી રૂ.2173 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.2260 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
બજારની ભાવિ દિશા… મિત્રો, ચીનના શેરબજારમાં સોમવારે 16 વર્ષના ગાળા બાદ સૌથી મોટી એકદિવસીય રેલી જોવા મળી હતી. છેલ્લા નવ સત્રથી ચીનના શેરબજારમાં સુધારો જોવા મળી રહ્યો છે.વૈશ્વિક મોરચે એક તરફ ઈઝરાયેલે વિશ્વની મહાસત્તાઓના યુદ્વ વિરામની અરજની ઐસી કી તૈસી કરીને લેબનોનને પણ ગાઝાની જેમ ખેદાન-મેદાન કરવાનો નિર્ધાર કરી યુદ્વને ભયાવહ મોરચે લઈ જવા માંડયું છે,લાર્જ કેપ શેરોમાં જોવાઈ રહેલા યુફોરિયા, તેજીનો ઉન્માદ શકય છે કે ચાઈનાની રિકવરીએ ફોરેન ફંડોનું ફંડ ડાઈવર્ઝન થવાની સ્થિતિમાં મોટું કરેકશન આપી શકે છે. ચીનના ઘર ખરીદવા માટેના નિયમો હળવા બનાવાતા અને મોર્ગજ દર નીચા કરાતા તેની અસર શેરબજાર પર જોવા મળી છે. છેલ્લા ઘણાં સમયથી મંદીનો સામનો કરી રહેલા ચીનમાં સરકારે અર્થતંત્રને સુધારવા અનેક સ્ટીમ્યુલ્સ જાહેર કર્યા છે. પીપલ’સ બેન્ક ઓફ ચાઈનાના ગવર્નર પાન ગોન્ગશેન્ગે એક પત્રકાર પરિષદને સંબોધતા રિઝર્વ રિકવાયરમેન્ટ રેશિઓ તથા મુખ્ય વ્યાજ દરમાંગયા સપ્તાહે ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. અર્થતંત્રમાં આવશ્યક રિકવરી જોવા મળતી નહીં હોવાથી ચીન દ્વારા છેલ્લા કેટલાક સમયથી વિવિધ સ્ટીમ્યુલ્સ જાહેર કરવામાં આવ્યા છે.ચીન હાલમાં પ્રોપર્ટી ક્ષેત્રની કટોકટી તથા બેરોજગારીના ઊંચા દરનો સામનો કરી રહ્યું છે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.