42 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગત વર્ષે વિદેશી તેમજ સ્થાનિક ફંડો – રોકાણકારોએ ભારતીય શેરબજારમાં અવિરત મોટી તેજી કરી સેન્સેક્સ 72484 અને નિફટીને 21939 પોઈન્ટ નવી વિક્રમી ઊંચાઈએ મૂકી દીધા હતા.
તેજીનું શિખર કયું, ક્યાં સુધી આ નવા ઈતિહાસ રચાતાં રહેશે, શેરોમાં આ લેવલે ખરીદી કરવી કે કરેકશનની રાહ જોવી એ પ્રશ્નોની મૂંઝવણમાં અત્યારે અનેક સ્થાનિક રોકાણકારો અટવાયા છે. ફોરેન ફંડો ભારતની સારા ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓના રી-વેલ્યુએશન સાથે રી-રેટીંગ કરીને મોટાપાયે રોકાણ કરવા લાગ્યા છે ત્યારે દિવ્ય ભાસ્કર ડીજીટલ પ્લેટફોર્મ ના માધ્યમથી રોકાણલક્ષી પોર્ટફોલિયો સંદર્ભિત શેરોનું ફન્ડામેન્ટલ્સ અવલોકન તેમજ મુલ્યાંકન દ્વારા રોકાણકારોને માહિતગાર કરવા માટે આગળ આવે છે…
ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિ.
( BSE CODE – 500103 )
ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિ. (BHEL)ની સ્થાપના 13, નવેમ્બર 1964 માં થઈ હતી અને મુખ્ય મથક ભારતના ન્યુ દિલ્હી ખાતે આવેલું છે. આ કંપની ભારતનું સૌથી મોટું એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઈઝ છે, જે એનર્જી ઇન્ડસ્ટ્રીઝ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં કાર્યરત છે. BHEL ઐતિહાસિક રીતે પાવર પ્રોજેક્ટ્સમાં અંદાજીત 70%થી વધુ બજાર હિસ્સો ધરાવે છે. વધુમાં, આ કંપની ઇન્ડિયન રેલ્વે (વંદે ભારત ટ્રેન સેટ્સ), પમ્પ્ડ-હાઈડ્રો સ્ટોરેજ પ્લાન્ટ્સ, ડોમેસ્ટિક ડિફેન્સ પ્રોડક્શન, ન્યુક્લિયર સ્ટીમ ટર્બાઈન અને કોલ ગેસિફિકેશન જેવા ક્ષેત્રોમાં અગ્રેસર છે.
ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિ. હેવી ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ સેકટરની A/T+1 ગ્રુપની અગ્રણી કંપની છે. આ કંપનીની ફેસવેલ્યુ રૂ.02 છે. વર્તમાન ભાવે આ કંપનીની માર્કેટકેપ વેલ્યૂ અંદાજીત રૂ.67,726.13 કરોડ છે. આ કંપનીનું કુલ ટર્નઓવર અંદાજીત રૂ.73.96 કરોડ છે. આ કંપનીનો શેર બાવન સપ્તાહ દરમિયાન વધીને રૂ.199.70 અને ઘટીને રૂ.66.30 થયો છે.
શેર હોલ્ડિંગ પેટર્ન : સપ્ટેમ્બર – 2023 કવાર્ટરમાં પ્રમોટર્સનું હોલ્ડીંગ 63.17% અને પબ્લિકનું હોલ્ડીંગ 36.83% આવેલ.બોનસ શેર : વર્ષ 2017 માં 1:2 શેર બોનસ આપેલ છે.ડિવિડન્ડ : કંપની દ્વારા વર્ષ 2019માં શેરદીઠ રૂ.2.00, વર્ષ 2022માં શેરદીઠ રૂ.0.40 અને વર્ષ 2023માં શેરદીઠ રૂ.0.40 ડિવિડન્ડ ચૂક્વવામાં આવેલ.
નાણાકીય પરિણામ :-(1) પૂર્ણ નાણાકીય વર્ષ એપ્રિલ 2022 થી માર્ચ 2023 : ચોખ્ખું વેચાણ રૂ.21,211.09 કરોડની તુલનાએ વધીને રૂ.23,364.95 કરોડ મેળવીને એનપીએમ 1.92% થકી ચોખ્ખો નફો રૂ.410.24 કરોડની તુલનાએ વધીને રૂ.447.55 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.1.29 નોંધાવી છે. (2) પ્રથમ ત્રિમાસિક અપ્રિલ 2023 થી જુન 2023 : ચોખ્ખું વેચાણ રૂ.8226.99 કરોડથી ઘટીને રૂ.5003.43 કરોડ મેળવીને એનપીએમ 7.03% નેગેટીવ થકી ચોખ્ખો નફો રૂ.598.11 કરોડની તુલનાએ ઘટીને રૂ.351.67 કરોડની ખોટ હાંસલ કરી શેર દીઠ જાવક રૂ.1.01 નોંધાવી છે.(3) બીજું ત્રિમાસિક જુલાઈ 2023 થી સપ્ટેમ્બર 2023 : ચોખ્ખું વેચાણ રૂ.5003.43 કરોડથી વધીને રૂ.૫૧૨૫.૨૯ કરોડ મેળવીને એનપીએમ 4.55% નેગેટીવ થકી ચોખ્ખી ખોટ રૂ.351.67 કરોડની તુલનાએ ઘટીને રૂ.233.41 કરોડની ખોટ હાંસલ કરી શેર દીઠ જાવક રૂ.0.67 નોંધાવી છે.હેવી ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ સેક્ટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.190 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.130 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોકને તબક્કાવાર ડીલીવરી તરીકે ખરીદી શકાય છે.
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ.
( BSE CODE – 530965)
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડની સ્થાપના વર્ષ 1959માં ઈન્ડિયન ઓઈલ કંપની લિમિટેડ તરીકે થઈ હતી. વર્ષ 1964માં ઈન્ડિયન રિફાઈનરીઝ લિ. નું ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ સાથે વિલીનીકરણ થયું હતું. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) એ ભારતની મુખ્ય મહારત્ન રાષ્ટ્રીય ઓઈલ કંપની છે, જે સમગ્ર હાઈડ્રોકાર્બન વેલ્યુ ચેઈનને રિફાઈનિંગ પાઈપલાઈન ટ્રાન્સપોર્ટેશન અને પેટ્રોલિયમ ઉત્પાદનોના માર્કેટિંગથી લઈને ક્રૂડ ઓઈલ અને ગેસ પેટ્રોકેમિકલ્સ સાથે ગેસ માર્કેટિંગ વૈકલ્પિક ઉર્જા ક્ષેત્રે અગ્રેસર છે. કંપનીના પ્રમોટર એટલે કે ભારતના રાષ્ટ્રપતિ પાસે અંદાજીત કુલ ઇક્વિટી શેર મૂડીના 52.18% ઇક્વિટી શેરનો હિસ્સો ધરાવે છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. વર્ષ 2017-18માં રૂ.21,346 કરોડના વિક્રમી નફા સાથે ભારતની સૌથી નફાકારક PSU કંપની હતી. ડેલેક, કતાર એનર્જી, સાઉદી અરામ્કો, અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની અને નેશનલ ઈરાની ઓઈલ કંપની તેના સૌથી મોટા બિઝનેસ પાર્ટનર્સ છે.
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેકટરની A/T+1 ગ્રુપની અગ્રણી કંપની છે. આ કંપનીની ફેસવેલ્યુ રૂ.10 છે. વર્તમાન ભાવે આ કંપનીની માર્કેટકેપ વેલ્યૂ અંદાજીત રૂ.1,83,717.31 કરોડ છે. આ કંપનીનું કુલ ટર્નઓવર અંદાજીત રૂ.28.20 કરોડ છે. આ કંપનીનો શેર બાવન સપ્તાહ દરમિયાન વધીને રૂ.133.95 અને ઘટીને રૂ.74.10 થયો છે.
શેર હોલ્ડિંગ પેટર્ન : સપ્ટેમ્બર – 2023 કવાર્ટરમાં પ્રમોટર્સનું હોલ્ડીંગ 51.50% અને પબ્લિકનું હોલ્ડીંગ 48.50% આવેલ.બોનસ શેર : વર્ષ 2022 માં 1:2 શેર બોનસ આપેલ છે.ડિવિડન્ડ : કંપની દ્વારા વર્ષ 2019માં શેરદીઠ રૂ.2.50, વર્ષ 2020માં શેરદીઠ રૂ.4.25, વર્ષ 2021માં શેરદીઠ રૂ.17.00, વર્ષ 2022માં શેરદીઠ રૂ.6.40 અને વર્ષ 2023માં શેરદીઠ રૂ.8.00 ડિવિડન્ડ ચૂક્વવામાં આવેલ.
નાણાકીય પરિણામ :(1) પૂર્ણ નાણાકીય વર્ષ એપ્રિલ 2022 થી માર્ચ 2023 : ચોખ્ખું વેચાણ રૂ.7,28,459.94 કરોડની તુલનાએ વધીને રૂ.9,34,952.66 કરોડ મેળવીને એનપીએમ 0.88% થકી ચોખ્ખો નફો રૂ.24,184.10 કરોડની તુલનાએ ઘટીને રૂ.8,241.82 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.5.98 નોંધાવી છે. (2) પ્રથમ ત્રિમાસિક અપ્રિલ 2023 થી જુન 2023 : ચોખ્ખું વેચાણ રૂ.2,26,492.05 કરોડથી ઘટીને રૂ.2,21,145.42 કરોડ મેળવીને એનપીએમ 6.22% થકી ચોખ્ખો નફો રૂ.10,058.69 કરોડની તુલનાએ વધીને રૂ.13,750.44 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.9.98 નોંધાવી છે.(3) બીજું ત્રિમાસિક જુલાઈ 2023 થી સપ્ટેમ્બર 2023 : ચોખ્ખું વેચાણ રૂ.2,21,145.42 કરોડથી ઘટીને રૂ.2,02,312.04 કરોડ મેળવીને એનપીએમ 6.41% થકી ચોખ્ખો નફો રૂ.13,750.44 કરોડની તુલનાએ ઘટીને રૂ.12,967.32 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.9.42 નોંધાવી છે.રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.130 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.108 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.144 થી રૂ.150 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.155 ઉપર તેજી તરફી ધ્યાન…!!
સામાન્ય રીતે જાન્યુઆરીમાં માર્કેટમાં તેજી વધારે રહેતી હોય છે અને અસ્થિરતા પણ રહેતી હોય છે. અહીં 2008થી 2022 સુધીનું નિફ્ટીનું સરવૈયું જોશો તો ખ્યાલ આવી જશે.
- 2008 :- નિફ્ટી 10મી જાન્યુઆરીની આસપાસ ટોચ પર પહોંચ્યો હતો અને 22મીએ ત્યાંથી 30% નીચે હતો, તે પછી થોડો સુધારો થયો હતો.
- 2009 :- નિફ્ટી 23 તારીખે 15% ઘટીને 7મા સ્થાનની આસપાસ ટોચ પર હતો.
- 2010 :- નિફ્ટી 18મીની આસપાસ ટોચ પર હતો, મહિનાના અંત સુધીમાં 10% નીચે ગયો હતો.
- 2011 :- નિફ્ટી 4થી તારીખે ટોચ પર હતો, જે મહિના દરમિયાન 13% નીચે હતો. માર્ચ પછી જ રિકવરી થઈ હતી.
- 2012, 2013 :- જાન્યુઆરીમાં બજાર ઊંચું ગયું.
- 2014 :- નિફ્ટી 23 તારીખ આસપાસ ટોચ પર હતો, મહિનાના અંત સુધીમાં 5% નીચે આવ્યો.
- 2015 :- નિફ્ટી પહેલા અઠવાડિયામાં 2 ટ્રેડિંગ દિવસોમાં 5% નીચે હતો, પરંતુ પછીથી રિકવર થયો હતો.
- 2016 :- નિફ્ટી 20મી તારીખ સુધીમાં 10% નીચા જતાં પહેલા 1લી જાન્યુઆરીએ ટોચે પહોંચ્યો હતો. ફેબ્રુઆરીમાં વધુ 10% ઘટાડો થયો હતો.
- 2017 :- તેજીના સંકેતો સાથે બજાર મજબૂત રહ્યું.
- 2018 :- આ વર્ષ ખૂબ જ સારી રીતે યાદ છે. 2017નો ઉત્સાહ 25મી જાન્યુ.ની આસપાસ ઓસરી ગયો હતો. અહીંથી સતત ડાઉનફોલ હતો.
- 2019 :- ખૂબ જ ઉતાર-ચડાવ આવ્યા.
- 2020 :- માર્ચની ગંભીર કટોકટી પહેલાં 20મી જાન્યુઆરીથી માર્કેટમાં સુધારો શરૂ થયો હતો. 1લી ફેબ્રુઆરી સુધીમાં 7% નીચે ગયો હતો.
- 2021 :- જૂન 2020 થી સુપર 1 દિશામાં ચાલ્યા પછી નિફ્ટીએ 21મી જાન્યુઆરીથી મહિનાના અંત સુધી 1લી ફેબ્રુઆરી (બજેટ) થી ઉપરની ગતિ ફરી શરૂ કરતા પહેલા 8% સુધારો.
- 2022 :- નિફ્ટી 18મી જાન્યુ.ના રોજ ટોચ પર હતું, જે સ્તર માત્ર 11મી નવેમ્બરે જ જોવા મળ્યું હતું. 18મી જાન્યુઆરી પછી આગામી એક સપ્તાહમાં નિફ્ટીમાં 6% ઘટાડો જોવા મળ્યો હતો – માઇનોર રિકવરી માત્ર માર્ચના મધ્યમાં જ શરૂ થઈ હતી.
કારણ કોઈપણ હોય, પણ નિફ્ટી માટે જાન્યુઆરી હંમેશા અસ્થિર રહ્યો છે.
લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.