19 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! ગત સપ્તાહે ડોલર ઇન્ડેક્સમાં ઘટાડાએ ડોલર સામે રૂપિયો ઝડપથી સુધરતા અને ટ્રમ્પે મોંઘવારીને કાબુમાં લેવા પર પ્રાધાન્ય આપવાની સાથે બિઝનેસ વાતાવરણ સુધારવા પર ભાર મૂકતા તેમજ એચવનબી વિઝા અંગે સકારાત્મક નિવેદનો કરતાં શેરબજાર પર પોઝિટીવ અસર થઈ હતી અને બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટી ફ્યુચર સાત મહિનાની નીચલી સપાટીથી સુધર્યા હતા, જો કે મેક્સિકો અને કેનેડા પર 25%ની ટેરિફ વધારવાની સાથે આગામી મહિનાઓમાં વિશ્વભરના દેશો પર વધતે-ઓછે અંશે ટેરિફમાં વધારો થશે એવી સંભાવના પાછળ ભારત પણ આમાંથી બાકાત નહીં રહે તેવી દહેશતે ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી જોવા મળી રહી છે.
એફઆઈઆઈની સતત વેચવાલી તેમજ આર્થિક મંદીની ભીતિ વચ્ચે રોકાણકારો ટ્રમ્પની નીતિ અને આગામી બજેટમાં રજૂ થનારી જાહેરાતો મુદ્દે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકાના પ્રમુખ પદે ટ્રમ્પે હોદ્દો ધારણ કર્યા બાદ ટ્રેડવોરની ભિતી વચ્ચે અમેરિકાની બોન્ડયીલ્ડમાં ઘટાડો થતા વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં ઘટાડા સાથે ક્રૂડતેલના ભાવમાં બેતરફી વધઘટ વચ્ચે ઉછાળો જોવા મળ્યો હતો.
બજારની ભાવી દિશા….મિત્રો, અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. આ સાથે વૈશ્વિક ઈક્વિટી માર્કેટ પણ ટ્રમ્પ 2.0 માટે તૈયાર થઈ રહ્યું છે. રોકાણકારો નવી વહીવટી નીતિઓ હેઠળ ટેરિફના વધારાના ઉપયોગની સંભાવના વિશે સાવચેત છે. ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ ઊંચા ટેરિફના પક્ષમાં છે. જેના કારણે ચીન સાથે વેપાર યુદ્ધનો ભય ફરી વધી ગયો છે. તેની સાથે એચ1-બી વિઝા અને બિટકોઈન પણ તેમના એજન્ડામાં છે. ત્યારે સ્થાનિક સ્તરે જોઈએ તો માંગમાં મજબૂતાઈ આવતા ભારતના આર્થિક વિકાસ દરમાં ફરી વધારો જોવા મળવાની રિઝર્વ બેન્કના બુલેટિનમાં અપેક્ષા વ્યકત કરવામાં આવી છે. ડિસેમ્બરમાં સતત બીજા મહિને રિટેલ ફુગાવો ઘટયો છે. ઘરેલુ માંગમાં મજબૂતાઈ પકડાઈ રહી છે તેને જોતા આર્થિક વિકાસ દર ઊંચે જવાની શકયતા વધી ગઈ છે. કૃષિ ક્ષેત્રની સારી સ્થિતિ ગ્રામ્ય માંગને ટેકો આપી રહી છે.
નાણાં વર્ષ 2026માં ભારતના આર્થિક વિકાસ દરના 6.70%ના ટાર્ગેટને વર્લ્ડ બેન્કે જાળવી રાખ્યો છે અને આગામી બે વર્ષમાં ભારત સૌથી ઝડપથી વિકસતુ અર્થતંત્ર બની રહેવાના અંદાજને પણ જાળવી રખાયો છે. આજ રીતે ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડે પણ વર્તમાન નાણાં વર્ષ માટે દેશના આર્થિક વિકાસ દરના 7%ના પોતાના અંદાજને ઘટાડી 6.50% કર્યો છે પરંતુ નાણાં વર્ષ 2026 તથા 2027 માટેના 6.50%ના અંદાજને જાળવી રાખ્યા છે.
અગામી દિવસોમાં વૈશ્વિક મોરચે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાનું સુકાન સંભાળતા હવે વિશ્વની વેપાર નીતિ પર તેની અસર અને જીઓપોલિટીકલ પરિબળ કેવા વળાંક લે છે એના પર વૈશ્વિક બજારોની સાથે સ્થાનિક સ્તરે ત્રિમાસિક કોર્પોરેટ પરિણામો, કેન્દ્રીય બજેટ અને આરબીઆઇની પોલિસી પર ભારતીય શેરબજારની નજર રહેશે.
બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરું ને…!!!
મોઈલ લિ. ( BSE CODE – 533286 ) MOIL લિમિટેડને 22 જૂન 1962ના રોજ મેંગેનીઝ ઓર (ઇન્ડિયા) લિમિટેડ નામ સાથે પબ્લિક લિમિટેડ કંપની તરીકે સામેલ કરવામાં આવી હતી. વર્ષ 1997માં CPMOએ તેમનો સમગ્ર હિસ્સો ભારત સરકારને ટ્રાન્સફર કર્યો અને કંપની 100% સરકારી માલિકીની કંપની બની. ઓગસ્ટ 17, 2010 માં કંપનીનું નામ મેંગેનીઝ ઓર (ઈન્ડિયા) લિમિટેડથી બદલીને MOIL લિમિટેડ કરવામાં આવ્યું હતું. MOIL લિમિટેડ ભારતમાં જથ્થા પ્રમાણે મેંગેનીઝ ઓરના વિવિધ ગ્રેડના સૌથી મોટા ઉત્પાદક અને વેચાણકર્તા છે. ઉપરાંત તેઓ મેંગેનીઝ ડાયોક્સાઇડ અને કેમિકલ ગ્રેડ મેંગેનીઝ ઓરનું ઉત્પાદન કરે છે. કંપનીની તમામ ખાણો મધ્ય ભારતમાં મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના રાજ્યોમાં સ્થિત છે.
કંપની હાલમાં કાન્દરી, મુનસાર, બેલડોંગરી, ગુમગાંવ, ચિકલા, બાલાઘાટ, અને ઉકવા ખાણો અને ડોંગરી, બુઝુરગ સીતાપટોર/સુકલી અને તિરોડી નામની સાત ભૂગર્ભ ખાણોનું સંચાલન કરે છે. તેઓ મધ્યપ્રદેશમાં દેવાસ નજીક નાગદા હિલ્સ અને રાતેડી હિલ્સમાં કુલ 20 મેગાવોટની કુલ ક્ષમતા સાથે બે વિન્ડ ફાર્મની પણ માલિકી ધરાવે છે.
મોઈલ લિ. ઇન્ડસ્ટ્રીયલ મિનરલ્સ સેકટરની A/T+1 ગ્રુપની અગ્રણી કંપની છે. આ કંપનીની ફેસવેલ્યુ રૂ.10 છે. વર્તમાન ભાવે આ કંપનીની માર્કેટકેપ વેલ્યૂ અંદાજીત રૂ.6455.57 કરોડ છે. આ કંપનીનું કુલ ટર્નઓવર અંદાજીત રૂ.2.27 કરોડ છે. આ કંપનીનો શેર બાવન સપ્તાહ દરમિયાન વધીને રૂ.588.35 અને ઘટીને રૂ.259.50 થયો છે.
શેર હોલ્ડિંગ પેટર્ન : ડિસેમ્બર – 2024 કવાર્ટરમાં પ્રમોટર્સનું હોલ્ડીંગ 64.68% અને પબ્લિકનું હોલ્ડીંગ 35.32% આવેલ. બોનસ શેર : વર્ષ 2017 માં 1:1 શેર બોનસ આપેલ છે.
ડિવિડન્ડ : કંપની દ્વારા વર્ષ 2021માં શેરદીઠ રૂ.7.40, વર્ષ 2022માં શેરદીઠ રૂ.6.00, વર્ષ 2023માં શેરદીઠ રૂ.3.69 અને વર્ષ 2024માં શેરદીઠ રૂ.6.05 ડિવિડન્ડ ચૂક્વવામાં આવેલ.
નાણાકીય પરિણામ : (1) પૂર્ણ નાણાકીય વર્ષ એપ્રિલ 2023 થી માર્ચ 2024 : ચોખ્ખું વેચાણ રૂ.1341.65 કરોડની તુલનાએ વધીને રૂ.1449.43 કરોડ મેળવીને એનપીએમ 20.24% થકી ચોખ્ખો નફો રૂ.250.59 કરોડની તુલનાએ વધીને રૂ.293.34 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.14.42 નોંધાવી છે. (2) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ 2024 થી જુન 2024 : ચોખ્ખું વેચાણ રૂ.415.88 કરોડથી વધીને રૂ.492.84 કરોડ મેળવીને એનપીએમ 30.91% થકી ચોખ્ખો નફો રૂ.91.15 કરોડની તુલનાએ વધીને રૂ.152.35 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.7.49 નોંધાવી છે. (3) બીજું ત્રિમાસિક જુલાઈ 2024 થી સપ્ટેમ્બર 2024 : ચોખ્ખું વેચાણ રૂ.492.84 કરોડથી ઘટીને રૂ.291.89 કરોડ મેળવીને એનપીએમ 17.12% થકી ચોખ્ખો નફો રૂ.152.35 કરોડની તુલનાએ ઘટીને રૂ.49.96 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.2.46 નોંધાવી છે.
ઝીરો પ્રમોટર પ્લેજ સાથેની આ કંપનીની શેર દીઠ બુક વેલ્યુ છેલ્લા 2 વર્ષથી સુધરી રહી છે. 52 સપ્તાહની ઊંચી સપાટીથી 44.86% દૂર અને નીચલા સ્તરથી 24.93% દૂર આ સ્ટોક બેરીશ મોમેન્ટમ – ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાની મૂવિંગ એવરેજથી નીચે છે, ઇન્ડસ્ટ્રીયલ મિનરલ્સ સેક્ટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.313 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.293 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.327 થી રૂ.340 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે.
શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ. ( BSE CODE – 523598 ) શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડની સ્થાપના 24 માર્ચ 1950ના રોજ ‘ઈસ્ટર્ન શિપિંગ કોર્પોરેશન લિમિટેડ’ તરીકે કરવામાં આવી હતી. વેસ્ટર્ન શિપિંગ કોર્પોરેશન લિમિટેડને 2 ઓક્ટોબર 1961થી કંપની સાથે જોડવામાં આવી હતી અને 21 ઓક્ટોબર 1961ના રોજ કંપનીનું નામ ‘ઈસ્ટર્ન શિપિંગ કોર્પોરેશન લિમિટેડ’ માંથી બદલીને ‘ધ શિપિંગ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડ’ કરવામાં આવ્યું હતું. SCI વિવિધ સરકારી વિભાગો અને અન્ય સંસ્થાઓ વતી મોટી સંખ્યામાં જહાજોનું સંચાલન કરે છે માલના પરિવહનના વ્યવસાય સાથે સંકળાયેલી છે. કંપની ત્રણ વિભાગોમાં કાર્ય કરે છે: લાઇનર અને પેસેન્જર સેવાઓ બલ્ક કેરિયર્સ અને ટેન્કર્સ અને તકનીકી અને ઑફશોર સેવાઓ. લાઇનર સેગમેન્ટમાં બ્રેક બલ્ક અને કન્ટેનર ટ્રાન્સપોર્ટનો સમાવેશ થાય છે. બલ્ક સેગમેન્ટમાં ટેન્કરો (ક્રૂડ અને પ્રોડક્ટ બંને), ડ્રાય બલ્ક કેરિયર્સ, ગેસ કેરિયર્સ અને ફોસ્ફોરિક એસિડ કેરિયર્સનો સમાવેશ થાય છે. અન્યમાં ઑફશોર જહાજો પેસેન્જર જહાજો અને સેવાઓ અને અન્ય સંસ્થાઓ વતી સંચાલિત જહાજોનો સમાવેશ થાય છે. SCI ની વિશ્વવ્યાપી કામગીરીને ભારતના ચાર મહાનગરો એટલે કે મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ અને કોલકાતામાં આવેલી ઑફિસો દ્વારા સપોર્ટ કરવામાં આવે છે અને તેઓની લંડનમાં ઑફિસ પણ છે.
શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ. શિપિંગ સેકટરની A/T+1 ગ્રુપની અગ્રણી કંપની છે. આ કંપનીની ફેસવેલ્યુ રૂ.10 છે. વર્તમાન ભાવે આ કંપનીની માર્કેટકેપ વેલ્યૂ અંદાજીત રૂ.9108.70 કરોડ છે. આ કંપનીનું કુલ ટર્નઓવર અંદાજીત રૂ.56.28 લાખ છે. આ કંપનીનો શેર બાવન સપ્તાહ દરમિયાન વધીને રૂ.384.80 અને ઘટીને રૂ.182.95 થયો છે.
શેર હોલ્ડિંગ પેટર્ન : ડિસેમ્બર – 2024 કવાર્ટરમાં પ્રમોટર્સનું હોલ્ડીંગ 63.75% અને પબ્લિકનું હોલ્ડીંગ 36.25% આવેલ. બોનસ શેર : વર્ષ 2008 માં 1:2 શેર બોનસ આપેલ છે.
ડિવિડન્ડ : કંપની દ્વારા વર્ષ 2021માં શેરદીઠ રૂ.0.25, વર્ષ 2022માં શેરદીઠ રૂ.0.33, વર્ષ 2023માં શેરદીઠ રૂ.0.44 અને વર્ષ 2024માં શેરદીઠ રૂ.0.50 ડિવિડન્ડ ચૂક્વવામાં આવેલ.
નાણાકીય પરિણામ : (1) પૂર્ણ નાણાકીય વર્ષ એપ્રિલ 2023 થી માર્ચ 2024 : ચોખ્ખું વેચાણ રૂ.5793.95 કરોડની તુલનાએ ઘટીને રૂ.5046.04 કરોડ મેળવીને એનપીએમ 12.13% થકી ચોખ્ખો નફો રૂ.800.12 કરોડની તુલનાએ ઘટીને રૂ.612.15 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.13.14 નોંધાવી છે. (2) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ 2024 થી જુન 2024 : ચોખ્ખું વેચાણ રૂ.1412.34 કરોડથી વધીને રૂ.1514.07 કરોડ મેળવીને એનપીએમ 18.95% થકી ચોખ્ખો નફો રૂ.291.99 કરોડની તુલનાએ ઘટીને રૂ.286.92 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.6.16 નોંધાવી છે. (3) બીજું ત્રિમાસિક જુલાઈ 2024 થી સપ્ટેમ્બર 2024 : ચોખ્ખું વેચાણ રૂ.1514.07 કરોડથી ઘટીને રૂ.1450.63 કરોડ મેળવીને એનપીએમ 20.01% થકી ચોખ્ખો નફો રૂ.286.92 કરોડની તુલનાએ વધીને રૂ.290.22 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.6.23 નોંધાવી છે.
ઓછું દેવું તેમજ ઉચ્ચ TTM EPS ગ્રોથ ધરાવતી આ કંપની નેટ કેશ જનરેટ કરીને છેલ્લા 2 વર્ષથી નેટ કેશ ફ્લોમાં સુધારો કરી રહી છે, ઝીરો પ્રમોટર પ્લેજ સાથેની શિપિંગ સેક્ટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.195 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.180 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.213 થી રૂ.220 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!!