1 કલાક પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
સપ્તાહના બીજા દિવસે મંગળવારે ભારતીય શેરબજાર સળંગ તેજીની ચાલ સાથે રોજ નવી ઐતિહાસિક સપાટી બનાવી રહ્યા છે.વિદેશી રોકાણકારોની આકર્ષક લેવાલી સાથે સેન્સેક્સ અને નિફ્ટી ફરી નવી રેકોર્ડ ટોચે પહોંચ્યા છે.ત્યારબાદ ઘટાળા તરફી ચાલ સાથે વેચવાલી જોવા મળી હતી.શેરબજારની દિવસની અવિરત તેજીએ વિરામ લીધો છે.ટ્રેડિંગ સેશનમાં રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગ વધતાં સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ ટોચ નોંધાવ્યા બાદ ઘટાડે બંધ રહ્યા હતા.
મંગળવારે શેરબજારમાં મોટા ગેપ અપ ઓપનિંગ પછી, કેટલાક પ્રોફિટ બુકિંગ ઊંચા સ્તરોથી આવ્યા હતા,નિફ્ટીએ 24280 ની નવી ઊંચી સપાટી બનાવી છે, જ્યારે સેન્સેક્સે 79856 ની નવી સર્વકાલીન ઊંચી સપાટી બનાવી છે. બેન્ક નિફ્ટીએ 52925 ની નવી ઊંચી સપાટી બનાવી છે,માર્કેટમાં પ્રોફિટ બુકિંગ ઊંચા સ્તરોથી આવ્યું હતું.
આજે સતત બીજા દિવસે આઈટી સેક્ટર ખરીદદારો માટે ચર્ચાનો વિષય રહ્યો હતો અને ઈન્ફોસિસ, વિપ્રો લગભગ બે ટકાના વધારા સાથે બંધ થયા હતા. ટીસીએસના શેરમાં એક ટકાનો વધારો થયો હતો. એચસીએલ પણ તેજીના શેરોમાં રહ્યું હતું.પરંતુ જો આપણે સેક્ટર સિવાય નિફ્ટી 50 ઇન્ડેક્સના ટોપ ગેઇનર્સ વિશે વાત કરીએ, તો ગોદરેજ પ્રોપટી 4%,લાર્સેન 2.48%ના વધારા સાથે નિફ્ટી 50 નો ટોપ ગેઇનર હતો. જો કે, ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક,એચડીએફસી બેંકના શેરે દિવસભર સારા ઉછાળા સાથે વેપાર કરવાનું ચાલુ રાખ્યું હતું,અન્ય બેન્કિંગ શેરો નબળા રહ્યા.શ્રીરામ ફાઇનાન્સ 3.35% ના ઘટાડા સાથે નિફ્ટીમાં ટોપ લૂઝર હતો, જ્યારે ભારતી એરટેલ 2.39% ઘટ્યો હતો. ટાટા મોટર્સ, કોટક મહિન્દ્રા બેન્ક, બજાજ ફાઇનાન્સ 2-2% ઘટ્યા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4008 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1880 અને વધનારની સંખ્યા 2036 રહી હતી, 92 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 03 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 10 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24210 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24008 પોઇન્ટના પ્રથમ અને 23979 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24272 પોઇન્ટથી 24303 પોઇન્ટ, 24373 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 24008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 52380 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 52008 પોઇન્ટના પ્રથમ અને 51880 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 52474 પોઇન્ટથી 52606 પોઇન્ટ,52808 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.53180 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
રિલાયન્સ લીમીટેડ ( 3145 ) :- રિલાયન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.3098 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.3073 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.3163 થી રૂ.3170 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.3188 ઉપર તેજી તરફી ધ્યાન.
મુથૂત ફાઈનાન્સ ( 1805 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1760 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1744 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1824 થી રૂ.1830 ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
ટાટા કોમ્યુનિકેશન ( 1894 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલિકોમ – સેલ્યુલર અને ફિક્સ્ડ લાઇન સેવાઓ સેક્ટરનો આ સ્ટોક રૂ.1930 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1870 થી રૂ.1855 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1949 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
મહાનગર ગેસ ( 1704 ) :- રૂ.1744 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1750 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1688 થી રૂ.1670 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1763 ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
બજારની ભાવિ દિશા…
મિત્રો, સેન્સેક્સને 79000 અને નિફટીને 24000ની સપાટી પાર કરાવી નવી ઊંચાઈએ મૂકી દીધા છે. અવિરત વિક્રમી તેજીની આ દોટમાં અત્યારે તો લાર્જ કેપ શેરોમાં સક્રિય લેવાલી જોવાઈ રહી છે. જ્યારે સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજીને બ્રેક લાગી હોઈ એમ અત્યારે વિરામ આપવામાં આવ્યો છે.ચોમાસાની પ્રગતિ ધીમી રહ્યા બાદ હવે દેશના વિવિધ વિસ્તારોમાં ચોમાસાની સારી પ્રગતિને જોતાં તેજીનું સેન્ટીમેન્ટ જળવાઈ રહેવાની હાલ તુરત શકયતા છે.
આ સાથે હવે બજેટની તૈયારીએ કેટલાક મોટા અને મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે છતાં એની અટકળો વચ્ચે આગામી સપ્તાહમાં નિફટી ફ્યુચર અને સેન્સેક્સમાં આગામી દિવસોમાં અફડા – તફડી જોવા મળી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સાથી પક્ષોએ પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરીને મોદી સરકારની આર્થિક નીતિઓને આગળ વધારવાના કરેલા મક્કમ નિર્ધારને જોઈ ભારતની ગ્રોથ સ્ટોરી બુલેટ વેગી જોવાશે એનો અંદેશો મેળવી ગયેલા ફોરેન ફંડોએ પણ રહી ગયાના અફસોસમાં હવે શેરોમાં જંગી ખરીદી કરવાની શરૂઆત કરી દીધી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને નાણા પ્રધાન નિર્મલા સીતારામને લોકસભા ચૂંટણીના પરિણામો પૂર્વે ભારતીય શેર બજારોમાં 4, જૂન બાદ ઐતિહાસિક રેકોર્ડ તેજી જોવાશે એવી કરેલી આગાહી સચોટ પૂરવાર થઈ ભારતીય શેર બજારોમાં નિરંતર નવો ઈતિહાસ રચાતો જોવાઈ રહ્યો છે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.