15 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
મંગળવારે વૈશ્વિક બજારોના સથવારે શેરબજારમાં ફ્લેટ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી સુધારા તરફી ખુલ્યા બાદ નજીવા સુધારા સાથે બંધ થયા.નિફ્ટીએ તેની પાછલી બંધ ૨૫ હજારની સપાટીએ જાળવી રાખી હતી.સેન્સેક્સ 14 પોઈન્ટના ઉછાળા સાથે 81711 પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 26 પોઈન્ટના ઘટાળા સાથે 25017 પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 37 પોઈન્ટના ઉછાળા સાથે 51256 પોઈન્ટના સ્તરે બંધ થયો.
ઈઝારયલ અને હેઝબુલ્લા વચ્ચે વધતો તણાવ તેમજ અમેરિકી શેરબજારમાં ઘટાડાના પગલે એશિયન બારોમ પણ મિક્સ ટોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સેન્સેક્સ અને નિફ્ટી તેની રેકોર્ડ ટોચ નજીક પહોંચવા સતત પ્રયત્નશીલ બન્યા છે. ગઈકાલે નિફ્ટીએ ૨૫૦૦૦ના લેવલે બંધ આપી રોકાણકારોને તેજીનો સંદેશ આપ્યો છે.
સેક્ટરલ ઈન્ડેક્સમાં આજે નિફ્ટી મીડિયા ટોપ પર રહ્યો હતો. તે 4.10% ના વધારા સાથે 2,149 ના સ્તર પર બંધ થયો, જ્યારે નિફ્ટી ફાર્મા 0.77% ના વધારા સાથે 22,729 ના સ્તર પર બંધ થયો. આ પછી, બેંક નિફ્ટી 0.26% ના વધારા સાથે 51,279 ના સ્તર પર બંધ થયો, જ્યારે નિફ્ટી રિયલ્ટી 0.20% ઉછળીને 1,038 ના સ્તર પર બંધ થયો, જ્યારે નિફ્ટી મેટલ 0.61% ઘટીને 9,433 ના સ્તર પર બંધ થયો. આ પછી નિફ્ટી MNC 0.21% ઘટીને 30,945 ના સ્તર પર બંધ થયો. તે જ સમયે, નિફ્ટી ઓટો 0.11% નબળો પડ્યો અને 25,912 ના સ્તર પર બંધ થયો. આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં રિલાયન્સ,ટીવીએસ મોટર્સ,ઈન્ડીગો,ભારતી ઐરટેલ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,બાટા ઇન્ડિયા,સન ફાર્મા,વોલ્ટાસ,ટાટા મોટર્સ,જેએસડબ્લ્યુ સ્ટીલ,અંબુજા સિમેન્ટ્સ,કોલ ઇન્ડિયા અને હિન્દુસ્તાન યુનીલીવર જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ટીસીએસ,લાર્સેન,સન ટીવી,ડાબર,સિપ્લા,કોલ્પાલ,અદાણી પોર્ટસ,હવેલ્લ્સ,ઈન્ફોસીસ,ટાટા કેમિકલ્સ,કોટક મહિન્દ્રા બેન્ક,એચસીએલ ટેકનોલોજી,જીન્દાલ સ્ટીલ,ડીએલએફ જેવા શેરો ઘટાડો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4051 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1812 અને વધનારની સંખ્યા 2150 રહી હતી, 89 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે 05 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 03 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 25017 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24880 પોઇન્ટના પ્રથમ અને 24808 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 25088 પોઇન્ટથી 25108 પોઇન્ટ, 25188 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.24808 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 51256 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 51088 પોઇન્ટના પ્રથમ અને 50979 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 51303 પોઇન્ટથી 51373 પોઇન્ટ,51404 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.50979 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( 3002 ) :- રિલાયન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2929 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2909 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.3033 થી રૂ.3047 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.3060 ઉપર તેજી તરફી ધ્યાન.
બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ ( 2826 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.2800 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.2770 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.2844 થી રૂ.2860 ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
ટીવીએસ મોટર્સ ( 2743 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ 2/3 વ્હીલર્સ સેક્ટરનો સેક્ટરનો આ સ્ટોક રૂ.2780 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.2717 થી રૂ.2707 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2808 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
ઈન્ફોસીસ લીમીટેડ ( 1895 ):– રૂ.1920 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1933 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1878 થી રૂ.1864 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1940 ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
બજારની ભાવિ દિશા…
મિત્રો, ભારતીય શેર બજારોમાં ઈન્ડેક્સ મેનેજમેન્ટમાં સેન્સેક્સ, નિફટીમાં તુલનાત્મક ઓછી વૃદ્વિ સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં મ્યુચ્યુઅલ ફંડોની સતત ખરીદીના પરિણામે તેજી આક્રમક બનતી જોવાઈ છે.અલબત પોર્ટફોલિયો ફેરબદલી સાથે ફંડોનું પ્રોફિટ બુકિંગ સામે મૂડીનું અન્ય વેલ્યુબાઈંગ થતું જોવાયું છે. જેથી કેટલાક શેરોના ભાવો ઘટાળા સામે ઘણા અન્ય શેરોમાં તેજીના મોટા ઉછાળા નોંધાયા છે. આગામી દિવસોમાં 30, ઓગસ્ટના ભારતના જુલાઈ મહિનાના ઈન્ફ્રાસ્ટ્રકચરના આંકડા અને બીજા ત્રિમાસિક માટેના જીડીપી આંકડા જાહેર થવાની સાથે વૈશ્વિક મોરચે જાપાનના કન્ઝયુમર કોન્ફિડેન્સ આંકડા જાહેર થવાના હોઈ બજારોના ટ્રેન્ડની સાથે આગામી સપ્તાહમાં નિફટી અને સેન્સેક્સમાં ઉતાર – ચડાવ જોવાઈ શકે છે.
અમેરિકામાં જોખમ હવે ફુગાવા તરફથી રોજગાર તરફ વળતા વ્યાજ દરમાં ઘટાડો જરૂરી બની ગયો હોવાથી આગામી સપ્ટેમ્બરની બેઠકમાં વ્યાજ દરમાં કપાત કરાશે તેવા ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે સંકેત આપ્યા હતા.વ્યાજ દરમાં ઘટાડો કરી રોજગાર બજારને ટેકો આપવાનું જરૂરી બની ગયું છે.જો કે વ્યાજ દરમાં કપાતની માત્રા અને સમયનો આધાર પ્રાપ્ત થનારા ડેટા પર આધારિત રહેશે. ફુગાવો વધવા તરફનું જોખમ ઘટી ગયું છે અને રોજગાર ઘટવા તરફનું જોખમ વધી ગયું છે. તાજેતરના સમયમાં ફુગાવામાં નોંધપાત્ર ઘટાડો થયો છે,ફેડરલ રિઝર્વની હવે પછીની બેઠક 17તથા 18 સપ્ટેમ્બરના નિર્ધારી છે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.