58 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
શેરબજારમાં મંગળવારે ખુલતાંની સાથે જ તેજી જોવા મળી હતી. ત્યારબાદ વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ 105 પોઈન્ટના ઘટાળા સાથે 80004 પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 56 પોઈન્ટના ઘટાળા સાથે 24217 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 47 પોઈન્ટના ઉછાળા સાથે 52218 પોઈન્ટના સ્તરે બંધ થયો.સ્મોલ,મિડ કેપ,રોકડાના શેરોમાં બજારમાં ગભરાટ વધતાં ફરી રિટેલ ઈન્વેસ્ટરોની વ્યાપક વેચવાલી થતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી.મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોએ આજે ઘટાડે શોર્ટ કવરિંગ કર્યું હતું. ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ આજે ઘટાડે શોર્ટ કવરિંગ સાથે પસંદગીની ખરીદી થઈ હતી. એફએમસીજી શેરોમાં આજે ફ્રન્ટલાઈન શેરોમાં પસંદગીની ખરીદી સામે અન્ય અનેક શેરોમાં ગાબડાં પડયા હતા.
વર્તમાન વર્ષમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)એ ઓઈલ એન્ડ ગેસ ક્ષેત્ર તથા નાણાંકીય સેવા ક્ષેત્રની કંપનીઓમાંથી જંગી રોકાણ પાછુ ખેંચી લીધું હોવાનું પ્રાપ્ત ડેટા પરથી કહી શકાય એમ છે.વર્તમાન વર્ષના જાન્યુઆરીથી ઓકટોબરના ગાળામાં વિદેશી રોકાણકારોએ ફાઈનાન્સિઅલ સેવા ક્ષેત્રની કંપનીઓમાંથી રૂપિયા ૬૩૮૭૧ કરોડ અને ઓઈલ એન્ડ ગેસ ક્ષેત્રની કંપનીઓમાંથી એકંદરે રૂપિયા 32000 કરોડનું રોકાણ પાછુ ખંચી લીધું છે. વર્તમાન નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં વિદેશી રોકાણકારોએ કુલ 13 ક્ષેત્રોમાં રૂપિયા 30774 કરોડનું રોકાણ પાછું ખેંચી લીધું છે જેમાં રૂપિયા 7214 કરોડ સાથે સૌથી વધુ રોકાણ ઓઈલ એન્ડ ગેસ કંપનીઓમાંથી પાછું ખેંચાયું હોવાનું એનએસડીએલના ડેટા પરથી કહી શકાય છે.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટીસીએસ,હિન્દુસ્તાન યુનીલીવર,ઓબેરોઈ રીયાલીટી,મુથૂટ ફાઈનાન્સ,એચસીએલ ટેકનોલોજી,એચડીએફસી બેન્ક,ટેક મહિન્દ્રા,હવેલ્લ્સ,વોલ્ટાસ,ગ્લેનમાર્ક ફાર્મા,બાટા ઇન્ડિયા જેવા શેરો વધારો થયો છે. આજના ટોપ લુઝર્સની યાદીમાં ડીવીસ લેબ,ઈન્ડીગો,લાર્સેન,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ગ્રાસીમ,લ્યુપીન,કોટક મહિન્દ્રા બેન્ક,સન ફાર્મા,ભારતી ઐરટેલ,ભારત ફોર્જ,સિપ્લા,એક્સીસ બેન્ક,અદાણી પોર્ટસ જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4031 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1640 અને વધનારની સંખ્યા 2281 રહી હતી, 110 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 236 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 370 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24217 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24088 પોઇન્ટના પ્રથમ અને 24008 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24575 પોઇન્ટથી 24606 પોઇન્ટ, 24676 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.24008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 52218 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 51880 પોઇન્ટના પ્રથમ અને 51808 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 52303 પોઇન્ટથી 52373 પોઇન્ટ,52404 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.51808 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ ( 2768 ) :- બાલકૃષ્ણ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2727 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2707 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2783 થી રૂ.2790 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2808 ઉપર તેજી તરફી ધ્યાન…!! એચડીએફસી બેન્ક ( 1787 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1770 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1747ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1803 થી રૂ.1813 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! લ્યુપીન લીમીટેડ ( 2039 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.2078 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.2016 થી રૂ.1997 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2093 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!! ઓબેરોઈ રીયાલીટી ( 1979 ):- રૂ.2008 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.2023 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1960 થી રૂ.1944 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.2944 ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
બજારની ભાવિ દિશા…
મિત્રો, ગુડસ એન્ડ સર્વિસીસ ટેકસ (જીએસટી) કાઉન્સિલની ડિસેમ્બરમાં મળનારી બેઠકમાં આરોગ્ય તથા જીવન વીમાના પ્રીમિયમ્સ પરના જીએસટીમાં રાહત આપશે તેવી શકયતા છે.કાઉન્સિલની બેઠક અગાઉ વર્તમાન મહિનામાં મળનારી હતી પરંતુ હવે તે 23 તથા 24 ડિસેમ્બરે યોજાનાર છે.નાણાં પ્રધાન નિર્મલા સીતારામન આગામી બજેટની તૈયારીરૂપે વિવિધ રાજ્યોના નાણાં પ્રધાનોને હાલમાં મળી રહ્યા હોવાથી કાઉન્સિલની બેઠક ડિસેમ્બરમાં રાખવામાં આવી હોવાનું નાણાં મંત્રાલયના જણાવ્યું હતું.કાઉન્સિલની બેઠકમાં વરિષ્ઠ નાગરિકોને તેમના આરોગ્ય તથા જીવન વીમાના પ્રીમિયમ્સ પરના જીએસટીમાંથી સંપૂર્ણ મુક્તિ અપાશે તેવી શકયતા ચર્ચાઈ રહી છે.
શેરબજારમાં ગયા સપ્તાહે જોવા મળેલા મામૂલી ઉછાળા બાદ હવે રોકાણકારોની નજર આગામી દિવસો પર છે.ભારતીય શેર બજારો માટે પાછલું સપ્તાહ ભારે ઉથલપાથલનું નીવડયું છે. વૈશ્વિક મોરચે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત અને યુક્રેને રશીયા પર અમેરિકી મિસાઈલોથી કરેલા હુમલાએ રશીયાની ન્યુક્લિયર યુદ્વની ચીમકીએ જીઓપોલિટીકલ ટેન્શન વધતાં અને બીજી તરફ અદાણી પ્રકરણને લઈ સેન્ટીમેન્ટ ડહોળાયું હતું. સપ્તાહ દરમિયાન મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણીઓ યોજાઈ ગયા બાદ મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વમાં મહાયુતિની તરફેણમાં જનાદેશને લઈ રાજ્યમાં ફરી સ્થિર, મજબૂત સરકાર રચાવાના સંકેતની પોઝિટીવ અસર આગામી દિવસોમાં બજારમાં જોવાશે.ગત સપ્તાહના અંતે શુક્રવારે શેર બજારોમાં આવેલી મોટી તેજી અને ફોરેન ફંડોની વેચવાલી હવે અટકવાના સંભવિત પોઝિટીવ ડેવલપમેન્ટે હાલ તુરત બજારે યુ-ટર્ન લેશે. અનિવાર્ય કરેકશનનો દોર હાલ તુરત પૂરો થયો ગણી શકાય.હવે કોઈપણ અનિચ્છનીય જીઓપોલિટીકલ પરિબળો સિવાય અહીંથી બજાર તેજીના ફૂંફાળા બતાવી કોન્સોલિડેશનના તબક્કામાં ટ્રેડ થતું જોવાશે. સિલેક્ટિવ શેરોમાં તેજી જોવાશે, છતાં ફંડામેન્ટલ અને ઓવર વેલ્યુએશનના ફેકટરને ધ્યાનમાં રાખીને મન ફાવે એ નબળા શેરોમાં ખરીદીથી દૂર રહેવું. જેથી રોકાણકારોને થોભો અને માર્કેટ સ્થિર થાય ત્યાં સુધી રાહ જોવાની સલાહ.આગામી દિવસોમાં શેરબજારનું પ્રદર્શન ઉતાર-ચઢાવથી ભરેલું રહી શકે છે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.