33 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
અમેરિકા દ્વારા 2, એપ્રિલથી આયાત પર રેસિપ્રોકલ ટેરિફ લાદવાની તૈયારીએ વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે આજે ભારતીય શેરબજારમાં ફંડોનું સતત વેલ્યુબાઈંગ યથાવત્ રહ્યું હતું. અમેરિકાના સરકારી અધિકારીઓ રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરતાં પૂર્વે ભારતની મુલાકાતે આવી રહ્યા હોઈ લોકલ ફંડોએ સાવચેતી અપનાવ્યા સામે વિદેશી ફંડોએ સતત તેજી કરતાં આજે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર સામાન્ય ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
નીચા મથાળેથી એફઆઇઆઇની લેવાલી નોંધાતા છેલ્લા એકાદ મહિનાથી નોંધાયેલા કરેક્શન બાદ હવે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. નાણાકીય વર્ષ 2024-25 આ સપ્તાહમાં શેરબજાર માટે પૂરું થઈ રહ્યું હોઈ માર્ચ એન્ડિંગ પૂર્વે ફોરેન ફંડો શેરોમાં ખરીદદાર બની તક ઝડપતા અને અન્ય રિટેલ ઈન્વેસ્ટરો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ પણ વેલ્યુબાઈંગ કરતાં આજે સતત સાતમાં દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. કરન્સી માર્કેટની વાત કરીએ તો, ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડમાં ઘટાડો નોંધાતા રૂપિયાના મૂલ્યમાં સુધારો યથાવત્ રહ્યો હતો, જયારે અમરેકિા દ્વારા ઈરાન પર અંકુશો તથા ઈઝરાયલ દ્વારા ગાઝા પર હુમલાઓ વચ્ચે ક્રુડઓઈલના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 1.13% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.63% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફોકસ્ડ આઇટી, આઈટી અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4177 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2983 અને વધનારની સંખ્યા 1085 રહી હતી, 109 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 7 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 10 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં અલ્ટ્રાટેક સિમેન્ટ 3.41%, બજાજ ફિનસર્વ 2.71%, ઇન્ફોસિસ લિ. 2.48%, એકસિસ બેન્ક 1.97, એચડીએફસી બેન્ક 1.13%, એચસીએલ ટેકનોલોજી 0.94%, ભારતી એરટેલ 0.90%, ટીસીએસ લી. 0.72% અને હિન્દુસ્તાન યુનીલીવર 0.64% વધ્યા હતા, જયારે ઝોમેટો 5.79%, ઇન્ડસઇન્ડ બેન્ક 4.76%, અદાણી પોર્ટ 1.44%, મહિન્દ્રા & મહિન્દ્રા 1.39%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1.23%, સન ફાર્મા 1.08%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 1.07%, ટાટા સ્ટીલ 1.04% અને આઈસીઆઈસીઆઈ બેન્ક 1.02% ઘટ્યા હતા.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23705 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23474 પોઈન્ટના પ્રથમ અને 23404 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 23707 પોઈન્ટ થી 23770 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 23808 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 51665 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 51606 પોઈન્ટ પ્રથમ અને 51373 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 51676 પોઈન્ટ થી 51808 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 51889 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
આઈસીઆઈસીઆઈ બેન્ક ( 1344 ) :- આઈસીઆઈસીઆઈ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1323 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1308 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1357 થી રૂ.1364 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1370 ઉપર તેજી તરફી ધ્યાન.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( 1287 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1260 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1244 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1303 થી રૂ.1313 ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
ટેક મહિન્દ્ર ( 1450 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.1477 આસપાસ વેચવાલી થકી રૂ.1433 થી રૂ.1418 ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1494 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
વોલ્ટાસ લિ. ( 1422 ) :- રૂ.1447 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1460 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1397 થી રૂ.1380 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1465 ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
બજારની ભાવિ દિશા… મિત્રો, વિશ્વને ટેરિફ, રેસિપ્રોકલ ટેરિફ અને તેના પગલે ઊભા થઇ રહેલા વિવાદોથી અમેરિકાનાં બજારોમાં સતત પીછહઠ જોવા મળી રહી છે, જો કે અમેરિકા ફર્સ્ટની વાત ભારપૂર્વક કર્યા કરતા પ્રમુખ ટ્રમ્પ બહુ બાંધછોડ કરે તેવું દેખાતું નથી. ટ્રેડ વોર અને ઊંચા ટેરિફથી વિકાસ અટકે છે અને ફુગાવો વધે છે. આ અસર માત્ર સંબંધિત દેશો પર જ નહીં પરંતુ વૈશ્વિક અર્થતંત્ર પર પડે છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલી ટેરિફ વોરને પરિણામે વૈશ્વિક વિકાસ પર પ્રતિકૂળ અસર પડશે અને ફુગાવો ઊંચે જશે એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા મત વ્યકત કરાયો છે.
વિદેશી રોકાણકારોની સતત વેચવાલીને કારણે ફેબ્રુઆરી માસમાં ભારતીય શેરબજાર પર ભારે દબાણ જોવા મળ્યુ હતું અને રૂપિયા મૂલ્યમાં ઘસારો જોવા મળ્યો હતો ત્યારે સ્થાનિક રોકાણકારોના કારણે બજાર થોડી સ્થિરતા પ્રાપ્ત કરી શક્યું છે. વૈશ્વિક વાતાવરણ વચ્ચે પણ ભારતના અર્થતંત્રએ સ્થિતિસ્થાપકતા દર્શાવી ત્યારે ફુગાવામાં તાજેતરના ઘટાડા આર્થિક રિકવરીને ટેકો આપશે તેવી આશા સાથે આગામી દિવસોમાં રજૂ થનારા પીએમઆઈ ડેટા, અંતિમ ત્રિમાસિક પરિણામો અને અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફની અસર પર ભારતીય શેરબજારની નજર રહેશે.