7 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
ગુરુવારે સેન્સેક્સ અને નિફ્ટી ફરી નવી રેકોર્ડ ટોચે ઉછાળા તરફી બંધ થયા હતા.વૈશ્વિક સ્તરે મજબૂત પરિબળોના પગલે આજે ભારતીય શેરબજારમાં આકર્ષક તેજી જોવા મળી છે, આ સાથે સેન્સેક્સ 83000નું રેકોર્ડ લેવલ વટાવવામાં સફળ રહ્યો. સેન્સેક્સ 11580 પોઈન્ટના ઉછાળા સાથે 83116 ની ઐતિહાસિક ટોચ બનાવી હતી.નિફ્ટી પણ 25420 ની ઓલટાઈમ હાઈ સપાટી નજીક 25415 પહોંચ્યો હતો.
વૈશ્વિક સ્તરે ઈસીબી અને ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાની શક્યતા પ્રબળ બનતાં શેરબજારમાં સાર્વત્રિક તેજી જોવા મળી છે.વધુમાં સ્થાનિક સ્તરે પણ ફુગાવો અને આઈઆઈપીના સકારાત્મક આંકડાઓએ પણ માર્કેટને ટેકો આપ્યો છે.આ સાથે આજે રોકાણકારોની મૂડીમાં રૂ.7.47 લાખ કરોડનો વધારો જોવા મળ્યો છે. શેરબજારમાં સાર્વત્રિક ઉછાળાનો માહોલ જોવા મળ્યો હતો. ઓટો, મેટલ, અને એનર્જી શેર્સમાં તેજી સાથે ઈન્ડેક્સ 2% સુધી ઉછળ્યા હતાં. જેમાં ટેલિકોમ ઈન્ડેક્સ 2.61 ઉછાળા સાથે ટોપ પર્ફોર્મર રહ્યો હતો.એફએમસીજી,હેલ્થકેર,કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ટેક્નોલોજી ઈન્ડેક્સ ૧% થી વધુ ઉછાળા સાથે આજે રેકોર્ડ ટોચે પહોંચ્યા હતા. મીડકેપ 1.32 અને સ્મોલકેપ 0.78 % ઉછાળે બંધ રહ્યા હતા.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,ટોરેન્ટ ફાર્મા,ટીસીએસ,લાર્સેન,ગ્રાસીમ,અદાણી એન્ટ.,હવેલ્લ્સ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,જીન્દાલ સ્ટીલ,ભારતી ઐરટેલ,શ્રીરામ ફાઈનાન્સ,લ્યુપીન,ઈન્ફોસીસ,સન ફાર્મા,સિપ્લાવોલ્ટાસ,ગ્લેનમાર્ક ફાર્મા,એચસીએલ ટેકનોલોજી,બાટા ઇન્ડિયા,ટેક મહિન્દ્રા,જેએસડબ્લ્યુ,ટાટા મોટર્સ,સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં એચડીએફસી એએમસી,કોલ્પાલ,ગુજરાત ગેસ,અપોલો ટાયર જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4069 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1609 અને વધનારની સંખ્યા 2337 રહી હતી, 123 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે 07 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 13 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 25356 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 25202 પોઇન્ટના પ્રથમ અને 25088 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 25373 પોઇન્ટથી 25404 પોઇન્ટ, 25474 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.25088 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 51759 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 51474 પોઇન્ટના પ્રથમ અને 51303 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 51880 પોઇન્ટથી 51979 પોઇન્ટ,52008 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.51303 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( 2961 ) :– રિલાયન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2929 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2909 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2978 થી રૂ.2990 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.3003 ઉપર તેજી તરફી ધ્યાન.
એસીસી લીમીટેડ ( 2477 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.2424 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.2404 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.2490 થી રૂ.2509 ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
લ્યુપીન લીમીટેડ ( 2255 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો સેક્ટરનો આ સ્ટોક રૂ.2278 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.2230 થી રૂ.2218 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2303 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
સન ફાર્મા ( 1860 ):- રૂ.1888 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1894 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1848 થી રૂ.1830 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1909 ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
બજારની ભાવિ દિશા… મિત્રો, વૈશ્વિક મંદીનો હાઉ ફરી વધવા લાગતાં અને અમેરિકામાં રોજગારી વૃદ્વિના નબળા આંકડાએ વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેર બજારોમાં ફોરેન ફંડોએ નેટ વેચવાલ બનીને સેન્સેક્સ, નિફટી બેઝડ ફરી ઘટાળો જોવાઈ શકે છે. વૈશ્વિક બજારો પર નજર અને યુક્રેન-રશીયા,ઈઝરાયેલ-હમાસ વચ્ચે સંભવિત યુદ્વ વિરામના ડેવલપમેન્ટ પર નજરે આગામી દિવસોમાં નિફટી અને સેન્સેક્સ અફડા – તફડી જોવાઈ શકે છે.
ચોમાસું સફળ સારૂ રહ્યાના પોઝિટીવ પરિબળ અને ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મેગા પ્રોજેક્ટોને ઓપ આપવાનું સરકારે ચાલુ રાખીને આર્થિક વિકાસને વેગ આપવાની નીતિમાં આગળ વધવાના પોઝિટીવ પરિબળો છતાં લાંબા સમયથી વિક્રમી તેજીના દોરને વિરામ આપવાની આવશ્યકતાને લઈ ફંડો અને મહારથીઓએ તેજીનો વેપાર હળવો કરતાં જોવાયા છે.વેલ્યુએશન મામલે નિષ્ણાંતોમાં ભિન્ન ભિન્ન અભિપ્રાયો વચ્ચે હવે ઘણા અસાધારણ વધી ગયેલા શેરોના ભાવોને જોઈ વેલ્યુએશન નવા રોકાણ માટે યોગ્ય નહીં હોવાનું માનનારો ફંડો અને મોટા ઈન્વેસ્ટરોનો વર્ગ છેલ્લા પખવાડિયામાં ૨૫થી ૪૦% રોકાણ હળવું કરવાનું મન બનાવી પ્રોફિટ બુક કરવા લાગ્યો છે. આ સાથે ફંડામેન્ટલ નહીં ધરાવતી છતાં અસાધારણ વધી ગયેલા શેરોમાં ઓફલોડિંગ કરીને સુરક્ષિત ગણાતાં શેરોમાં રોકાણ વાળવા લાગ્યો હોવાનું જોવાઈ રહ્યું છે. જેથી હવે ગમે તે ભાવે જે તે શેરોમાં રોકાણ કરવાથી દૂર રહેવું અત્યંત જરૂરી છે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.