33 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
સ્મોલ મિડકેપ શેરોમાં તેમજ એસએમઇ શેરોમાં ઉદ્ભવેલી તોફાની તેજીને અંકુશમાં લાવવા માર્કેટ રેગ્યુલેટર સેબી, રિઝર્વ બેંક તેમજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇ.ડી.) દ્વારા ભરવામાં આવેલા આકરા પગલા તેમજ આ ક્ષેત્રના શેરોના ભાવમાં મેનીપ્યુલેશન થયાના અહેવાલો પાછળ નિયામકો દ્વારા નવા કડક નિયમો સાથે ડિસ્ક્લોઝર્સ સહિતના અન્ય પગલા ભરવાની ચીમકીની પ્રતિકૂળ અસર તેમજ ફંડોની એનર્જી, ઓટો, કેપિટલ ગુડ્સ, ઓઈલ એન્ડ ગેસ શેરોમાં ભારે વેચવાલીએ આજે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.
ભારતી એરટેલ, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, ટીસીએસલિ., ઇન્ડસઇન્ડ બેન્ક, ટાઈટન કંપની લિ. શેરોમાં તેજી સામે ઓટો હેવીવેઇટ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ તેમજ એનટીપીસી લિ., એચસીએલ ટેકનોલોજી, લાર્સન લિ., ઇન્ફોસિસ લિ., ટેક મહિન્દ્ર, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, એશીયન પેઇન્ટ અને અલ્ટ્રાટેક સિમેન્ટ શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગે આજે માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી.
બીએસઈ સેન્સેક્સ 453 પોઈન્ટના ઘટાડા સાથે 72643 પોઈન્ટ આસપાસ બંધ રહ્યો હતો, જયારે નિફ્ટી ફ્યુચર 144 પોઈન્ટના ઘટાડા સાથે 22120 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી તેમજ બેન્ક નિફ્ટી ફ્યુચર 315 પોઈન્ટના ઘટાડા સાથે 46680 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.51% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.25% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ્યુનિકેશન, સર્વિસીસ, કોમોડિટીઝ અને એફએમસીજી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 3936 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2010 અને વધનારની સંખ્યા 1811 રહી હતી, 115 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે બધા ગ્રુપની 644 કંપનીઓમાંથી 395 કંપનીઓમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 249 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે મીડકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન 1.51 લાખ કરોડ ઘટીને 378.53 લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 6 કંપનીઓ વધી અને 24 કંપનીઓ ઘટી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 22120 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 22008 પોઇન્ટના પ્રથમ અને 21880 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 22202 પોઇન્ટથી 22272 પોઇન્ટ, 22303 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 22008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 46680 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 46303 પોઇન્ટના પ્રથમ અને 46006 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 46808 પોઇન્ટથી 46939 પોઇન્ટ, 47007 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 46006 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
ઈન્ફોસિસ લિ. ( 1638 ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1606 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1588 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1653 થી રૂ.1660 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1676 ઉપર તેજી તરફી ધ્યાન…!!
રામકો સિમેન્ટ્સ ( 806 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.787 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.776ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.823 થી રૂ.830 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
ટાટા કન્ઝ્યુમર ( 1214 ) :- રૂ.1244 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1250ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1190 થી રૂ.1177 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1260 ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
આઈસીઆઈસીઆઈ બેન્ક ( 1077 ) :- પ્રાઈવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.1108 ના સ્ટોપલોસથી વેચાણલાયક. પ્રત્યાઘાતી ઘટાડે રૂ.1055 થી રૂ.1040ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ભારતના અર્થતંત્રનો મજબૂત વિકાસ જળવાઈ રહેશે તેવી અપેક્ષા સાથે મૂડી’સ બાદ હવે ફીચ રેટિંગ્સે પણ આગામી નાણાં વર્ષ એટલે કે વર્ષ 2024-25 માટે ભારતના આર્થિક વિકાસ દર અંદાજ વધારી 7% કર્યો છે જે અગાઉ 6.50% મુકાયો હતો. આગામી નાણાં વર્ષના જુલાઈથી ડિસેમ્બરના ગાળામાં રિઝર્વ બેન્ક વ્યાજ દરમાં અડધા ટકાનો ઘટાડો કરશે તેવી પણ ધારણાં છે. વર્ષ 2024ના અંત સુધીમાં રિટેલ ફુગાવો તબક્કાવાર ઘટી 4% પર આવી જવાની આશા છે. આ અગાઉ મૂડી’સે પણ તાજેતરમાં ભારતના જીડીપી અંદાજને 6.10%થી વધારી 6.80% કર્યો હતો.
વર્ષ 2023ના અંતિમ ત્રિમાસિક ગાળામાં ભારતનો આર્થિક વિકાસ દર અપેક્ષા કરતા સારો રહી 8.40 ટકા રહ્યો હતો, જે દોઢ વર્ષની ઊંચી સપાટીએ હતો. ચીનને બાદ કરતા ઊભરતી બજારો ખાસ કરીને ભારતનું ભાવિ ઉજળુ હોવાનું ફીચ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં જણાવાયું હતું. વર્તમાન નાણાં વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર 7.80% તથા આગામી નાણાં વર્ષમાં 7% રહેવા અપેક્ષા છે. જો કે વૈશ્વિક સ્તરે જીઓપોલિટીકલ ટેન્સન અને આર્થિક અનિશ્ચિતતા સહિતના પરિબળોની સીધી ભારતીય અર્થતંત્ર પર જોવા મળશે. લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.