44 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
અમેરિકાના પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈ આવ્યા બાદ સરકારના મહત્ત્વના પદ માટે થઈ રહેલી અટકળો તેમજ ચીન સાથે ટ્રેડ-વૉર ઉદ્ભવવાના સંકેતો સાથે આ મુવમેન્ટની વૈશ્વિક નાણાંકીય બજાર પર પ્રતિકૂળ અસર થવાની ગણતરી પાછળ વિશ્વના અન્ય બજારો સહિત ભારતીય શેરબજારમાં ધોવાણ થયું હતું. અમેરિકાના પ્રતિકૂળ અહેવાલોની બીજી તરફ જીયો-પોલિટિકલ ટેન્શનના અહેવાલો સહિતના અન્ય પરિબળો પાછળ વિદેશી રોકાણકારોની વેચવાલીએ બજારનું માનસ ખરડાતા ભારતીય શેરબજારમાં આજે વેચવાલી જોવા મળી હતી.
એફપીઆઈઝની ભારતમાંથી સતત શેરો વેચીને થઈ રહેલી એક્ઝિટના પરિણામે અમેરિકી ડોલર સામે વૈશ્વિક ચલણો સાથે ભારતીય રૂપિયો પણ તૂટતો જઈ નવા તળીયે આવી જવાના પરિણામે અને ફુગાવો – મોંઘવારીનો આંક વધીને 14 મહિનાની ઊંચી સપાટીએ આવતાં બજારમાં ઉછાળે સાવચેતી જોવા મળી હતી. સેન્સેક્સ 984 પોઈન્ટના ઘટાડા સાથે 77690 પોઈન્ટના સ્તરે બંધ થયો છે, જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 263 પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૬૯૬ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 881 પોઈન્ટના ઘટાડા સાથે 50492 પોઈન્ટના સ્તરે બંધ થયો.
ઓવર વેલ્યુએશનનો ભય હકીકત બની અનેક શેરોના ભાવોમાં મોટા ગાબડાં પડતાં જોવાઈ રહ્યા છે. જાણે કે રિટેલ ઈન્વેસ્ટરો અટવાઈ પડયા હોય એમ શેરોના ભાવો ઓછા વોલ્યુમે તૂટતાં જોવાઈ રહ્યા હતા. ઓકટોબર મહિનામાં એસપીઆઈ થકી રોકાણનો પ્રવાહ વધતો જોવાયા છતાં જાણકારોમાં આ પ્રવાહ હવે મંદ પડવા લાગ્યો હોવાનું અને રિટેલ ઈન્વેસ્ટરોના મ્યુચ્યુઅલ ફંડોમાં સંભવિત રિડમ્પશનના ધસારાના સંજોગોમાં બજારમાં પરિસ્થિતિ અંકુશ બહાર જવાનું જોખમ સર્જાવાની ચણભણ થવા લાગી છે. આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં અદાણી એન્ટર., કોટક મહિન્દ્રા બેન્ક, રિલાયન્સ, ઓબેરોઈ રીયાલીટી, વોલ્ટાસ, બાટા ઇન્ડિયા, ટાટા કેમિકલ્સ, રામકો સિમેન્ટ, જીન્દાલ સ્ટીલ, સન ટીવી લાઈફ જેવા શેરો વધારો થયો છે. આજના ટોપ લુઝર્સની યાદીમાં ટીસીએસ, લાર્સેન, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટોરેન્ટ ફાર્મા, લ્યુપીન, ઓરબિંદો ફાર્મા, એક્સીસ બેન્ક, સન ફાર્મા, ઈન્ફોસીસ, એચસીએલ ટેકનોલોજી, અદાણી પોર્ટસ, વિપ્રો, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4050 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1813 અને વધનારની સંખ્યા 2145 રહી હતી, 92 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 02 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 15 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23621 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23373 પોઇન્ટના પ્રથમ અને 23303 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 23676 પોઇન્ટથી 23707 પોઇન્ટ, 23770 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.23303 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 50333 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 50088 પોઇન્ટના પ્રથમ અને 49808 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 50404 પોઇન્ટથી 50530 પોઇન્ટ,50606 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.50088 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ ( 2541 ) :- આદિત્ય બિરલા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2508 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2488 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2574 થી રૂ.2580 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2600 ઉપર તેજી તરફી ધ્યાન.
ઈન્ફોસીસ લીમીટેડ ( 1865 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1848 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1833 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1880 થી રૂ.1900 ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
હિન્દુસ્તાન યુનીલીવર ( 2396 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ડાય્વાર્સીફાય એફએમસીજી સેક્ટરનો આ સ્ટોક રૂ.2464 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.2360 થી રૂ.2323 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2500 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
મુથૂટ ફાઈનાન્સ ( 1780 ):- રૂ.1808 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1818 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1757 થી રૂ.1744 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1830 ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
બજારની ભાવિ દિશા… મિત્રો, ગુડસ એન્ડ સર્વિસીસ ટેકસ (જીએસટી) કાઉન્સિલની ડિસેમ્બરમાં મળનારી બેઠકમાં આરોગ્ય તથા જીવન વીમાના પ્રીમિયમ્સ પરના જીએસટીમાં રાહત આપશે તેવી શકયતા છે. કાઉન્સિલની બેઠક અગાઉ વર્તમાન મહિનામાં મળનારી હતી પરંતુ હવે તે 23 તથા 24 ડિસેમ્બરે યોજાનાર છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામન આગામી બજેટની તૈયારીરૂપે વિવિધ રાજ્યોના નાણાં પ્રધાનોને હાલમાં મળી રહ્યા હોવાથી કાઉન્સિલની બેઠક ડિસેમ્બરમાં રાખવામાં આવી હોવાનું નાણાં મંત્રાલયના જણાવ્યું હતું. જીએસટી પરના પ્રધાનોના જૂથે આરોગ્ય તથા જીવન વીમા પ્રીમિયમ્સ પરના જીએસટીમાં રાહત આપવા ભલામણ કરી છે. જીવન વીમા પ્રીમિયમ્સ પરના જીએસટી દરમાં સૂચિત રાહતથી સરકારને આવકમાં રૂ.૨૦૦ કરોડનો ઘટાડો થવાનો અંદાજ છે, જે અન્ય ચીજવસ્તુ પરના દર વધારી ભરપાઈ કરવા દરખાસ્ત હોવાનું જણાવ્યું હતું.
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખપદ તરીકેના વિજયથી ભારતમાં ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ પર અસર પડવાની શકયતા વ્યકત કરવામાં આવી છે. જો કે ભારતમાં એફડીઆઈ માટે નવા ક્ષેત્રો ઊભરી રહ્યા છે જે અમેરિકાની પીછેહઠના કિસ્સામાં એફડીઆઈ પ્રવાહને ટકાવી રાખશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. પોતાની અગાઉની મુદતમાં ટ્રમ્પ વહીવટીતંત્રએ અમેરિકામાં ઈન્વેસ્ટમેન્ટસ આકર્ષવા અનેક નિયમનકારી ફેરબદલો કર્યા હતા જેને પરિણામે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં એફડીઆઈ ઈન્ફલોસ પર અસર પડી હતી.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.