41 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
સપ્તાહના અંતે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજયનો ઉન્માદ ઓસરી ગયો હતો. ટ્રમ્પ સત્તા પર આવતાંની સાથે ચાઈના, ભારત સહિત પર આંકરા ટેરિફનું યુદ્વ છેડશે એવી શકયતા અને બીજી તરફ ચાઈના મેગા સ્ટીમ્યુલસ પગલાં લેવાની તૈયારીમાં હોવાના સંકેતે ભારતીય શેરબજારમાંથી આજે ફોરેન ફંડોએ વધુ હેમરિંગ કરી મોટું ઓફલોડિંગ કરતાં ઘટાડો નોધાયો હતો. જ્યારે બીજી તરફ આજે લોકલ ફંડો, મ્યુચ્યુઅલ ફંડોની ખરીદી ધીમી પડતી જોવાઈ હતી. મેટલ – માઈનીંગ શેરોમાં ટાટા સ્ટીલ પાછળ ફંડોએ મોટી વેચવાલી કરતાં અને બીજી બાજુ રિયલ્ટી કંપનીઓને લઈ આગામી દિવસો કપરાં નીવડવાની ધારણાએ ફંડો વેચવાલ બન્યા હતા. આ સાથે ઓઈલ એન્ડ ગેસ અને એનર્જી શેરોમાં પણ પ્રોફિટ બુકિંગ થયું હતું.
વૈશ્વિક સ્તરે જોઈએ તો ચાઈનાની આર્થિક હાલત કફોડી બની રહી હોઈ વધુ સ્ટીમ્યુલસ પગલાંની માંગને લઈ ટૂંક સમયમાં મેગા સ્ટીમ્યુલસની અપેક્ષા સામે અમેરિકામાં ટ્રમ્પ સરકાર દ્વારા ભારે ટેરિફ લાદવાની શકયતાના અહેવાલે વૈશ્વિક અનિશ્ચિતતાએ આજે ફંડોએ ભારતીય શેરબજારમાં નફારૂપી વેચવાલી જોવા મળી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 1.18% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.52% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કંઝ્યુમર ડ્યુરેબલ્સ, આઈટી, ટેક, ઓટો અને એફએમસીજી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4064 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2575 અને વધનારની સંખ્યા 1396 રહી હતી, 93 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 4 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 6 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 3.09%, ટાઈટન કંપની લી. 2.13%, ટેક મહિન્દ્રા 1.90%, નેસ્લે ઇન્ડિયા 1.44%, ઇન્ફોસિસ લી. 1.31%, હિન્દુસ્તાન યુનીલીવર 1.29%, પાવર ગ્રીડ કોર્પોરેશન 1.12%, અદાણી પોર્ટ 0.78%, જેએસડબ્લ્યુ સ્ટીલ 0.69%, સન ફાર્માસ્યુટિકલ 0.64%, એચડીએફસી બેન્ક 0.48% અને લાર્સેન લી. 0.33% વધ્યા હતા, જ્યારે એશિયન પેઈન્ટ 2.61%, ટાટા સ્ટીલ 2.22%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 1.86%, ટાટા મોટર્સ 1.72%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1.66%, એનટીપીસી લી. 1.56%, આઈસીઆઈસીઆઈ બેન્ક 1.53%, ભારતી એરટેલ 0.47%, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.29%, મારુતિ સુઝુકી 0.28%, ઇન્ડસઇન્ડ બેન્ક 0.26% અને બજાજ ફાઈનાન્સ 0.11% ઘટ્યા હતા.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24196 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24404 પોઇન્ટના પ્રથમ અને 24474 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24008 પોઇન્ટથી 23979 પોઇન્ટ, 23808 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 24008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 51759 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 51303 પોઇન્ટના પ્રથમ અને 51108 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 51979 પોઇન્ટથી 52008 પોઇન્ટ, 52303 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 52303 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ બજાજ ફાઈનાન્સ ( 1741 ) :- બજાજ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1707 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1686 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1757 થી રૂ.1763 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1770 ઉપર તેજી તરફી ધ્યાન.
ટેક મહિન્દ્રા ( 1678 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1644 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1626 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1693 થી રૂ.1707 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( 2555 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.2588 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.2508 થી રૂ.2490 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2606 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
એચસીએલ ટેક્નોલોજી ( 1838 ) :- રૂ.1858 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1864 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1808 થી રૂ.1787 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1870 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
બજારની ભાવિ દિશા…
મિત્રો, ડીઆઈઆઈની આક્રમક ખરીદીને પગલે ભારતીય ઈક્વિટીસમાં ડીઆઈઆઈ તથા એફપીઆઈના રોકાણ હિસ્સા વચ્ચેનો તફાવત ઘટી સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ઓલ ટાઈમ લો પહોંચી ગયો હતો. જો કે ઓકટોબર માસમાં એફપીઆઈના રૂ.94017 કરોડના નેટ આઉટફલો તથા ડીઆઈઆઈના રૂ.1,07,255 કરોડના નેટ ઈન્ફલોને ધ્યાનમાં લેવામાં આવે તો એનએસઈ શેરોના રોકાણ હિસ્સાનું અંતર હજુ વધુ ઘટયું હોવાનું કહી શકાય એમ છે. નવેમ્બર માસમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. આમ ભારતીય ઈક્વિટીસમાં રોકાણમાં એફપીઆઈ કરતા ડીઆઈઆઈ આગળ નીકળી જવાની તૈયારીમાં છે. ફન્ડ હાઉસોના રોકાણને પગલે ઘરેલું સંસ્થાકીય રોકાણકારોના એકંદર રોકાણમાં વધારો જોવાયો છે. નેશનલ સ્ટોક એકસચેન્જ પર લિસ્ટેડ શેરોમાં ઘરેલું મ્યુચ્યુઅલ ફન્ડસનો રોકાણ હિસ્સો જે જૂન ત્રિમાસિકમાં 9.18% હતો તે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં સાધારણ વધી 9.45% રહ્યો હતો.
સપ્ટેમ્બર ત્રિમાસિકમાં મ્યુચ્યુઅલ ફન્ડોમાં રૂ.89038 કરોડનો જંગી નેટ ઈન્ફલોસ રહ્યો હતો જેને કારણે તેમના ઈક્વિટી રોકાણમાં વધારો જોવા મળ્યો છે. ડીઆઈઆઈમાં એકંદર ઈન્ફલો સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રૂ.1,03,625 કરોડ રહ્યો હતો જેને પરિણામે એનએસઈ શેરોમાં તેમનો રોકાણ હિસ્સો વધી 16.46% સાથે ઓલ ટાઈમ હાઈ જોવાયો છે. બીજી બાજુ વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો પણ 17.39% પરથી સાધારણ વધી 17.55% રહ્યો છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં એફઆઈઆઈનો પ્રાઈમરી માર્કેટમાં ઈન્ફલો રૂ.30349 કરોડ અને સેકન્ડરીમાં રૂ.97408 કરોડ રહ્યાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. ઘરેલું સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં આક્રમક ખરીદીને પરિણામે તેના હિસ્સામાં વધારો થતાં ભારતીય ઈક્વિટીસમાં એફઆઈઆઈ તથા ડીઆઈઆઈના રોકાણ હિસ્સા વચ્ચેનો તફાવત ઘટી 1.09% સાથે ઓલ ટાઈમ લો પર આવી ગયો છે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.