33 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
ગુરુવારે શેરોમાં સેન્સેક્સ, નિફટી,સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક ઘટાળા બાદ ઘટાડે ફંડોની પસંદગીના શેરોમાં ખરીદી નીકળતાં માર્કેટબ્રેડથ ફરી સાધારણ પોઝિટીવ બની હતી.ફોરેન ફંડોએ આજે સતત ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ, પાવર શેરોમાં ઓફલોડિંગ કર્યા સાથે હેલ્થકેર-ફાર્મા શેરોમાં તેજીનો વેપાર વધુ હળવો થયો હતો. અલબત આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ઘટાડે મહારથીઓ, લોકલ ફંડો લેવાલ બનતાં સેન્સેક્સ, નિફટી બેઝડ મોટું ધોવાણ અટક્યું હતું.સેન્સેક્સ 17 પોઈન્ટના ઘટાળા સાથે 80065 પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 30 પોઈન્ટના ઘટાળા સાથે 24452 પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 253 પોઈન્ટના ઉછાળા સાથે 51605 પોઈન્ટના સ્તરે બંધ થયો.
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની ભારતીય શેર બજારોમાં સતત જંગી વેચવાલી કરીને એક્ઝિટ સાથે મ્યુચ્યુઅલ ફંડોમાંથી પણ હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો એક્ઝિટ થઈ રહ્યાના સંકેતે છેલ્લા કેટલાક દિવસોથી શેરોમાં થઈ રહેલું ધોવાણ બાદ પરિવર્તિત થયા બાદ પસંદગીના સ્મોલ, મિડ કેપ શેરોમાં રિકવરી સિવાય એકંદર સેન્ટીમેન્ટ સાવચેતીનું રહ્યું હતું.કેપિટલ ગુડઝ,પાવર શેરોમાં ફંડો,મહારથીઓએ સતત તેજીનો વેપાર હળવો કરતાં રહેતાં ધોવાણ ચાલુ રહ્યું હતુંઓટોમોબાઈલ ઉદ્યોગ માટે હાલ પડકારરૂપ સમય હોવાનું અને કંપનીઓ માલભરાવાની સ્થિતિનો સામનો કરી રહી હોવા સાથે તહેવારોમાં વાહનોની ખરીદીમાં અપેક્ષિત પ્રતિસાદ નહીં સાંપડયાના અહેવાલોએ ફંડોની ઓટો શેરોમાં વેચવાલી વધી હતી. હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ મ્યુચ્યુઅલ ફંડોએ મોટી વેચવાલી શરૂ કર્યાની ચર્ચા વચ્ચે ધોવાણ થયું હતું. તૂટતાં બજારમાં હંમેશ સપોર્ટ માટે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં તેજી કરનારા મહારથી, ફંડોએ આજે ફરી પસંદગીના શેરોમાં મોટી ખરીદી કરી હતી. આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,રિલાયન્સ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ગ્રાસીમ,ઓબેરોઈ રીયાલીટી,મુથૂટ ફાઈનાન્સ,એસીસી,ડીવીસ લેબ,સિપ્લા,લ્યુપીન,સન ફાર્મા જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ટીસીએસ,લાર્સેન,અદાણી એન્ટર.,કોલ્પાલ,વોલ્ટાસ,હવેલ્લ્સ,ભારતી ઐરટેલ,બાટા ઇન્ડિયા,એયુ બેન્ક,કોટક મહિન્દ્રા બેન્ક,ડીએલએફ,સન ટીવી,ઈન્ફોસીસ,ગ્લેનમાર્ક ફાર્મા,મહાનગર ગેસ, ટાટા કેમિકલ્સ જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4033 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2349 અને વધનારની સંખ્યા 1584 રહી હતી, 100 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે 312 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 254 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24452 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24303 પોઇન્ટના પ્રથમ અને 24232 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24505 પોઇન્ટથી 24575 પોઇન્ટ, 24606 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.24303 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 51605 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 51373 પોઇન્ટના પ્રથમ અને 51232 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 51737 પોઇન્ટથી 51808 પોઇન્ટ,51880 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.51373 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ એસીસી લીમીટેડ ( 2265 ) :- અદાણી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2227 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2208 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2288 થી રૂ.2303 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2317 ઉપર તેજી તરફી ધ્યાન…!! ઈન્ફોસીસ લીમીટેડ ( 1849 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1828 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1808 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1863 થી રૂ.1870 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! હિન્દુસ્તાન યુનીલીવર ( 2507 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબસ ડાઇવર્સિફાઇડ એફએમસીજી સેક્ટરનો આ સ્ટોક રૂ.2560 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.2480 થી રૂ.2460 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2588 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!! લ્યુપીન લીમીટેડ ( 2134 ):- રૂ.2188 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.2194 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.2108 થી રૂ.2090 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.2208 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
બજારની ભાવિ દિશા… મિત્રો, વિશ્વમાં ભારત સૌથી મોટું વિકસતુ અર્થતંત્ર જળવાઈ રહ્યું છે એમ ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ (આઈએમએફ) જણાવ્યું હતું અને ભારતના બૃહદ્ આર્થિક ફન્ડામેન્ટલ્સ મજબૂત હોવાનું નિરીક્ષણ કર્યું હતું. વિશ્વમાં ભારત સૌથી મોટું વિકસતુ અર્થતંત્ર જણાય છે. સાનુકૂળ લણણીને કારણે ગ્રામ્ય માગમાં રિકવરીના ટેકા સાથે નાણાં વર્ષ 2024-25 માં ભારતનો આર્થિક વિકાસ દર સાત ટકા રહેવા અમારો અંદાજ છે. ખાધાખોરાકીના ભાવમાં સામાન્યતા સાથે વર્તમાન નાણાં વર્ષમાં ફુગાવો ઘટી 4.40 ટકા રહેવા અપેક્ષા હોવાનું આઈએમએફ એશિયા પેસિફિક જણાવ્યું હતું. ચૂંટણીઓ છતાં, રાજકોષિય શિસ્તતા તેના પંથે છે. રિઝર્વનું સ્તર સારુ છે. ભારત માટે મેક્રો ફન્ડામેન્ટલ્સ સારા છે, એમ પણ તેમણે જણાવ્યું હતું. ચૂંટણી બાદ ભારતમાં સુધારા અગ્રતાઓ ત્રણ ક્ષેત્રોમાં હોવી જરૂરી છે. ભારતમાં રોજગાર નિર્માણ એક મુદ્દો રહેલો છે. આ સંદર્ભમાં મને લાગે છે કે, શ્રમ કાયદાનો અમલ થવો જરૂરી છે, કારણ કે તેનાથી લેબર માર્કેટમાં લવચિકતા જોવા મળશે એમ તેમણે જણાવ્યું હતું.
ભારતમાં રોકાણનું આકર્ષણ હજુ અકબંધ છે, પરંતુ આર્થિક વૃદ્ધિ અને કોર્પોરેટ નફો ઘટી રહ્યો છે. તેથી રેટિંગ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોંઘા વેલ્યુએશનના કારણે આગામી દિવસોમાં શેરબજારમાં હજુ થોડા દિવસો સુધી ઘટાડો જોવા મળી શકે છે. પરંતુ જબરદસ્ત સ્થાનિક રોકાણને કારણે બજારમાં મોટા ઘટાડાની કોઈ શક્યતા જોવા મળી નથી.વિશ્વની જાણીતી બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સાસે ભારતનું રેટિંગ ઘટાડી શેરબજારના રોકાણકારો માટે ટેન્શન વધાર્યું છે. ગોલ્ડમેન સાસે ભારતીય મૂડી બજાર અંગે નવી રિસર્ચ નોટ બહાર પાડી ભારતૂનું રેટિંગ ઓવરવેઈટથી ઘટાડી ન્યુટ્રલ કર્યું છે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.