18 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
શેરબજારમાં શુક્રવારે મંદી જોવા મળી હતી. ઈરાન પર ઈઝરાયેલના વળતાં પ્રહારની તૈયારી વચ્ચે વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડ જોવાયો હતો. ઈઝરાયેલ દ્વારા તેના પર ઈરાનના તાજેતરના મિસાઈલ હુમલાનો સમય પર જવાબ આપવાની એ સમયે પ્રતિક્રિયા બાદ હવે ઈઝરાયેલ દ્વારા આજે આ હુમલા પર નિર્ણય લેવાના અહેવાલ વચ્ચે આજે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ચાઈનામાં નવા મેગા સ્ટીમ્યુલસની માંગ વચ્ચે વોલેટીલિટી રહી હતી.જ્યારે ભારતીય શેર બજારોમાં ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ શેરોની વેચવાલીએ સેન્સેક્સ, નિફટી બેઝડ બજારમાં ફરી નેગેટીવ ઝોનમાં લાવ્યું હતું.સ્મોલ કેપ શેરોમાં પસંદગીનું આકર્ષણ રહ્યા સામે મિડ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું.
સેન્સેક્સ 230 પોઈન્ટના ઘટાળા સાથે 81381 પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 68 પોઈન્ટના ઘટાળા સાથે 25049 પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 394 પોઈન્ટના ઘટાળા સાથે 51386 પોઈન્ટના સ્તરે બંધ થયો.મિડ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ રહ્યું હતું. જેથી માર્કેટબ્રેડ્થ સાધારણ નેગેટીવ રહી હતી. બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ આજે મોટી ખરીદી કરી હતી. આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ટીસીએસના પરિણામ પૂર્વે ફંડોની નફારૂપી વેચવાલી રહી હતી. હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી. ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ડીવીસ લેબ,એચડીએફસી એએમસી,કોટક મહિન્દ્રા બેન્ક,કોલ્પાલ,ટીસીએસ મોટર્સ,ટોરેન્ટ ફાર્મા,ટીવીએસ મોટર્સ,ભારતી ઐરટેલ,ટેક મહિન્દ્રા,સ્ટેટ બેન્ક,અપોલો ટાયર ,વિપ્રો,ગ્રાસીમ,ઓબરોઈ રીયાલીટી,બાટા ઇન્ડિયા,લ્યુપીન,સન ફાર્મા,લાર્સેન,એચસીએલ ટેકનોલોજી જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ગોદરેજ પ્રોપટી,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,હેવેલ્લ્સ,મુથૂટ ફાઈનાન્સ,રિલાયન્સ,સિપ્લા,ભારત ફોર્જ,એક્સીસ બેન્ક જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4011 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1751 અને વધનારની સંખ્યા 2143 રહી હતી, 117 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે 02 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 06 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. બજારની ભાવિ દિશા….મિત્રો,વૈશ્વિક પ્રવાહો અને જીઓપોલિટીકલ ટેન્શન સાથે સાથે જમ્મુ કાશ્મીર તેમજ ચૂંટણીઓમાં પર ભારતીય બજારોની આગામી સપ્તાહમાં નજર રહેશે.કૃષિ ઉત્પાદન અને ખાનગી ઉપભોગમાં વધારાને ધ્યાનમાં રાખી વર્લ્ડ બેન્કે વર્તમાન નાણાં વર્ષના ભારત માટેના પોતાના આર્થિક વિકાસ દરના અંદાજને વધારી ૭% કર્યો છે. ભારતમાં ઉપભોગતાઓનો શ્રેષ્ઠ વર્ગ ઊભરી રહ્યો છે જે અર્થતંત્રને આગળ લઈ જઈ રહ્યો છે.વર્તમાન નાણાં વર્ષ માટેની ફુગાવાની ધારણાંને પણ રિઝર્વ બેન્કે 4.50% યથાવત રાખી છે.2024 માટે દક્ષિણ એશિયા માટેના અંદાજને 6% પરથી વધારી વર્લ્ડ બેન્કે 6.40% કર્યો છે.ભારતમાં મજબૂત માગ અને શ્રીલંકા તથા પાકિસ્તાનમાં ઝડપી રિકવરીને ધ્યાનમાં રાખી અંદાજમાં વધારો આવી પડયો છે. આગામી બે વર્ષમાં પણ દક્ષિણ એશિયામાં આર્થિક વિકાસ દર 6.20% જેટલો મજબૂત જોવા મળશે એમ વર્લ્ડ બેન્ક દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું છે.આર્થિક વિકાસ દરને જાળવી રાખવા દક્ષિણ એશિયાના દેશોએ આર્થિક સુધારા કાર્યક્રમોને વળગી રહેવું પડશે.
મધ્ય-પૂર્વમાં જિઓ-પોલિટિકલ ક્રાઈસિસના કારણે ક્રૂડના ભાવો આસમાને પહોંચતાં રૂપિયો નબળો પડ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ઓક્ટોબરના પ્રથમ 10 દિવસમાં જ 10%થી વધુ ઉછળ્યું હતું. વિદેશી રોકાણકારો ભારતીય ઈક્વિટી બજારમાંથી સતત વેચવાલી નોંધાવી રહ્યા છે. ઓક્ટોબરમાં અત્યારસુધીમાં એફઆઈઆઈએ રૂ.542311 કરોડની વેચવાલી નોંધાવી છે. જેની અસર પણ રૂપિયા પર થઈ છે.જિઓ-પોલિટિકલ ક્રાઈસિસના લીધે ફેડ વ્યાજના દરોમાં ઘટાડો કરવાનું હાલપૂરતુ સ્થગિત કરે તેવી અટકળો વચ્ચે વિદેશી રોકાણકારો ફંડ પાછું ખેંચી રહ્યા છે. આરબીઆઈના ડેટા અનુસાર,27 સપ્ટેમ્બર સુધી દેશની ફોરેક્સ રિઝર્વ વધી 704.09 અબજ ડોલરની રેકોર્ડ ટોચે પહોંચી હતી. રૂપિયાને વધુ નબળો પડતો અટકાવવા માટે આરબીઆઈએ અનૌપચારિક રીતે બેન્કોને રૂપિયા સામે મોટો દાવ ન રમવા સૂચના આપી હતી. આરબીઆઈ દ્વારા રૂપિયાનું સ્તર જાળવી રાખવા સતત પ્રયાસો થઈ રહ્યા છે.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 25049 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 25188 પોઇન્ટના પ્રથમ અને 25303 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24979 પોઇન્ટથી 24880 પોઇન્ટ, 24808 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.25303 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 51386 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 51676 પોઇન્ટના પ્રથમ અને 51808 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 51180 પોઇન્ટથી 51008 પોઇન્ટ,50808 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.51808 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ( 3150 ) :- મહિન્દ્રા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.3108 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.3088 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.3108 થી રૂ.3088 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.3073 ઉપર તેજી તરફી ધ્યાન…!! મુથૂટ ફાઈનાન્સ ( 1950 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1923 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1909 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1974 થી રૂ.1990 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! લ્યુપીન લીમીટેડ ( 2229 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબસ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો સેક્ટરનો આ સ્ટોક રૂ.2264 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.2197 થી રૂ.2180 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2280 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!! ઓબેરોઈ રીયાલીટી ( 1928 ):- રૂ.1953 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1960 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1890 થી રૂ.1873 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1974 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
બજારની ભાવિ દિશા… મિત્રો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની ભારતીય શેર બજારોમાં છેલ્લા સપ્તાહમાં જંગી ચોખ્ખી વેચવાલી હજુ વધતી જોવાઈ શકે છે.આ સામે લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ઘટાડે સતત ખરીદી પર્યાપ્ત નીવડી રહી નથી.અમેરિકાએ ઈઝરાયેલને ઈરાનના ન્યુક્લિયર સ્થળો પર હુમલો નહીં કરવા સિવાય આપેલી લીલીઝંડીને ધ્યાનમાં લેતા ગમે તે ઘડીએ ઈઝરાયેલ દ્વારા ઈરાન પર વળતો પ્રહાર થવાની અને એની સાથે આ યુદ્વ અંત તરફ આગળ વધવાની શકયતા રહેશે.આગામી સપ્તાહમાં સેન્ટીમેન્ટ હજુ ડહોળાયેલું રહેવાની શકયતા છે.ભારત માટે આયાત-નિકાસ મોરચે મોટું આર્થિક સંકટ સર્જાવાની સ્થિતિમાં આર્થિક વિકાસની ગણતરી પણ હાલ તુરત ઊંધીવળવાનું જોખમ છે.જ્યારે બીજી તરફ ચાઈના તેના અર્થતંત્રને ફરી રિકવરીની પટરી પર લાવવા જરૂરી બન્યું છે.
રિઝર્વ બેન્કની ધિરાણ નીતિમાં વ્યાજના દર જાળવી રાખવામાં આવ્યા હતા. પરંતુ આગળ ઉપર મળનારી મિટિંગમાં વ્યાજના દરમાં ઘટાડો કરાશે એવાં સંકેતો રિઝર્વ બેન્ક દ્વારા આપવામાં આવ્યા હતા.અમેરિકામાં ફેજરલ રિઝર્વની છેલ્લી જે મિટિંગ મળી હતી એ મિટિંગને બહાર પડનારી મિનિટસ પર બજારની નજર રહી હતી.દરમિયાન, ન્યુઝીલેન્ડમાં વ્યાજના દરમાં અડધા ટકાનો ઘટાડો કરાતાં વિશ્વ બજારમાં ડોલર સામે ન્યુઝીલેન્ડની કરન્સી ગબડી 19 ઓગસ્ટ પછીના નવા નીચા તળિયે ઉતરી ગયાના વાવડ મળ્યા હતા.હવે અમેરિકામાં બહાર પડનારા ફુગાવાના ડેટા પર બજારની નજર રહી હતી.ડોલર સામે ઓસ્ટ્રેલિયન ડોલરના ભાવ ગબડી 16 સપ્ટેમ્બર પછીના નવા તળિયે ઉતર્યા હતા. રોકાણકારોમાં સાવચેતી વચ્ચે,આસા છેકે નજીકના ભવિષ્યમાં બજાર મજબૂત થશે.પરિણામની સીઝન ટીસીએસ દ્વારા તેના પરિણામોની જાહેરાત સાથે શરૂ થશે, તેથી ધ્યાન આઈટી ક્ષેત્ર પર કેન્દ્રિત થવાની શક્યતા છે. વૈશ્વિક સ્તરે, બધાની નજર એફઓએમસી મીટિંગની મિનિટ્સ પર રહેશે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.