36 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
વર્ષ 2023 વિદાય લેતાં પહેલાં ભારતીય શેરબજારમાં સાંતા રેલી લાવીને વિદેશી તેમજ સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ લાર્જ કેપ શેરોમાં ઓલ રાઉન્ડ આક્રમક ખરીદી કરતાં ગઈકાલે (28 ડિસેમ્બરે) સેન્સેક્સ 72,484 પોઈન્ટની જયારે નિફ્ટી ફ્યુચરે 21,939 પોઈન્ટની ઐતિહાસિક સપાટી નોંધાવી હતી. ફંડો, રોકાણકારોએ આજે ઇન્ડેક્સ બેઝડ વિક્રમી તેજી સાથે પસંદગીના સ્મોલ, મિડ કેપ શેરોમાં ખરીદી કર્યાથી વિશેષ લાર્જ કેપ શેરોમાં મોટી ખરીદી કરી હતી, જો કે આજે સપ્તાહના અંતે દેશમાં કોરોનાના કેસોમાં સતત થઈ રહેલા વધારા અને ગુજરાત, કર્ણાટક, કેરળમાં સ્થિતિ વણસી રહ્યાના અહેવાલ વચ્ચે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો અને માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. વૈશ્વિક સ્તરે નેગેટીવ અહેવાલો અને ચાઈનામાં એકંદર આર્થિક અનિશ્ચિતતા કાયમ રહ્યા સાથે સ્થાનિક સ્તરે ફંડો દ્વારા ઉછાળે સાવચેતીએ આજે ટ્રેડિંગની શરૂઆતના બીએસઈ સેન્સેક્સ અંદાજીત 200 પોઈન્ટ ઘટીને 72200 પોઈન્ટ આસપાસ, જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 50 પોઈન્ટ ઘટીને 21900 પોઈન્ટ આસપાસ ટ્રેડ થઇ રહી હતી. જ્યારે બેંક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 200 પોઈન્ટ ઘટીને 48600 પોઈન્ટ આસપાસ ટ્રેડ થઇ રહી હતી. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.18% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.23% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર સર્વિસીસ, ઓટો, ટેલિકોમ્યુનિકેશન, એફએમસીજી, ઈન્ડસ્ટ્રીયલ્સ, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, કેપિટલ ગુડ્સ અને રિયલ્ટી સેક્ટરના શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 3170 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1221 અને વધનારની સંખ્યા 1833 રહી હતી, 116 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. આજે 54 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 126 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
⦁ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 21900 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 22008 પોઇન્ટના પ્રથમ અને 22088 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 21870 પોઇન્ટથી 21808 પોઇન્ટ, 21787 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 22008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
⦁ બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
⦁ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 48620 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 48808 પોઇન્ટના પ્રથમ અને 49009 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 48606 પોઇન્ટથી 48474 પોઇન્ટ, 48404 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 48808 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
બજારની ભાવિ દિશા….
યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વર્ષ 2024માં વ્યાજ દરમાં ઘટાડો થવાની પૂરી શકયતા, ક્રુડ ઓઈલના નીચા પ્રવર્તતા ભાવ, વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ફરી ભાજપ કેન્દ્રમાં સત્તા પર આવવાના વધતાં આશાવાદે આર્થિક વિકાસ ઝડપી બનવાની અપેક્ષાએ ફંડો શેરોમાં મોટાપાયે ખરીદદાર બન્યા હતા. ઓવરહીટ ઐતિહાસિક તેજીમાં ભારતીય શેરબજારમાં ગત સપ્તાહમાં અનિવાર્ય અને અપેક્ષિત કરેકશન આવ્યું હતું.
અલબત, તેજીના આ વિક્રમી તોફાનમાં લાર્જ કેપથી વિશેષ મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીઓના શેરો અને રોકડાના અનેક શેરોમાં જોવા મળેલા તેજીનું બેફામ તોફાન અત્યંત જોખમી તબક્કે પહોંચી ગયું હતું. ત્યારે આ તબક્કે આ બ્રેક વિના દોડતી ગાડી આગળ જતાં મોટા અકસ્માત ન સર્જે એ માટે સ્પિડબ્રેકર લગાવવું આવશ્યક બની ગયું છે. આગામી દિવસોમાં ઓવરહીટ સ્મોલ, મિડ કેપ શેરોની તેજીને બ્રેક લગાવવામાં આવી શકે છે ઉપરાંત વર્તમાન સ્તરે ભારતીય શેરબજાર કોન્સોલિડેટની શક્યતા નકારી ના શકાય.
સામાન્ય રીતે જાન્યુઆરીમાં માર્કેટમાં તેજી વધારે રહેતી હોય છે અને અસ્થિરતા પણ રહેતી હોય છે. અહીં 2008થી 2022 સુધીનું નિફ્ટીનું સરવૈયું જોશો તો ખ્યાલ આવી જશે.
- 2008 :- નિફ્ટી 10મી જાન્યુઆરીની આસપાસ ટોચ પર પહોંચ્યો હતો અને 22મીએ ત્યાંથી 30% નીચે હતો, તે પછી થોડો સુધારો થયો હતો.
- 2009 :- નિફ્ટી 23 તારીખે 15% ઘટીને 7મા સ્થાનની આસપાસ ટોચ પર હતો.
- 2010 :- નિફ્ટી 18મીની આસપાસ ટોચ પર હતો, મહિનાના અંત સુધીમાં 10% નીચે ગયો હતો.
- 2011 :- નિફ્ટી 4થી તારીખે ટોચ પર હતો, જે મહિના દરમિયાન 13% નીચે હતો. માર્ચ પછી જ રિકવરી થઈ હતી.
- 2012, 2013 :- જાન્યુઆરીમાં બજાર ઊંચું ગયું.
- 2014 :- નિફ્ટી 23 તારીખ આસપાસ ટોચ પર હતો, મહિનાના અંત સુધીમાં 5% નીચે આવ્યો.
- 2015 :- નિફ્ટી પહેલા અઠવાડિયામાં 2 ટ્રેડિંગ દિવસોમાં 5% નીચે હતો, પરંતુ પછીથી રિકવર થયો હતો.
- 2016 :- નિફ્ટી 20મી તારીખ સુધીમાં 10% નીચા જતાં પહેલા 1લી જાન્યુઆરીએ ટોચે પહોંચ્યો હતો. ફેબ્રુઆરીમાં વધુ 10% ઘટાડો થયો હતો.
- 2017 :- તેજીના સંકેતો સાથે બજાર મજબૂત રહ્યું.
- 2018 :- આ વર્ષ ખૂબ જ સારી રીતે યાદ છે. 2017નો ઉત્સાહ 25મી જાન્યુ.ની આસપાસ ઓસરી ગયો હતો. અહીંથી સતત ડાઉનફોલ હતો.
- 2019 :- ખૂબ જ ઉતાર-ચડાવ આવ્યા.
- 2020 :- માર્ચની ગંભીર કટોકટી પહેલાં 20મી જાન્યુઆરીથી માર્કેટમાં સુધારો શરૂ થયો હતો. 1લી ફેબ્રુઆરી સુધીમાં 7% નીચે ગયો હતો.
- 2021 :- જૂન 2020 થી સુપર 1 દિશામાં ચાલ્યા પછી નિફ્ટીએ 21મી જાન્યુઆરીથી મહિનાના અંત સુધી 1લી ફેબ્રુઆરી (બજેટ) થી ઉપરની ગતિ ફરી શરૂ કરતા પહેલા 8% સુધારો.
- 2022 :- નિફ્ટી 18મી જાન્યુ.ના રોજ ટોચ પર હતું, જે સ્તર માત્ર 11મી નવેમ્બરે જ જોવા મળ્યું હતું. 18મી જાન્યુઆરી પછી આગામી એક સપ્તાહમાં નિફ્ટીમાં 6% ઘટાડો જોવા મળ્યો હતો – માઇનોર રિકવરી માત્ર માર્ચના મધ્યમાં જ શરૂ થઈ હતી.
કારણ કોઈપણ હોય, પણ નિફ્ટી માટે જાન્યુઆરી હંમેશા અસ્થિર રહ્યો છે.
લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.