3 કલાક પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
ભારતીય શેરબજારમાં મંગળવારે મંદી તરફી માહોલ જોવા મળ્યો હતો. વિદેશી રોકાણકારોની વેચવાલી અને પ્રોફિટ બુકિંગના કારણે સેન્સેક્સ 1000 પોઈન્ટ તેમજ નિફ્ટીએ પણ 24500 પોઈન્ટની મહત્ત્વની સાયકોલોજિકલ સપાટી તોડી હતી. ઓવર વેલ્યુએશન સાથે વિદેશી ફંડોની ભારતીય શેરબજારોમાંથી સતત એક્ઝિટ લઈ થઈ રહેલી જંગી વેચવાલી ઓકટોબરમાં અત્યાર સુધીમાં અંદાજીત રૂ.80000 કરોડથી વધુ થઈ જતાં મ્યુચ્યુઅલ ફંડોના રોકાણકારોમાં પણ ફફડાટ ફેલાવાતા લાગતાં હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો-એચએનઆઈઝ મ્યુચ્યુઅલ ફંડોમાંથી રોકાણ પાછું ખેંચવા લાગ્યાના સંકેતે ફંડોનું સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટું હેમરિંગ થયું હતું.
સેન્સેક્સ 930 પોઈન્ટના ઘટાડા સાથે 80220 પોઈન્ટના સ્તરે બંધ થયો છે, જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 263 પોઈન્ટના ઘટાડા સાથે 24525 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 645 પોઈન્ટના ઘટાળા સાથે 51394 પોઈન્ટના સ્તરે બંધ થયો. વિક્રમ સંવત 2080 પૂર્ણ થવાના આરે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. વર્ષની શરૂઆતથી આકર્ષક રિટર્ન આપનારા ભારતીય શેરબજાર છેલ્લા બે સપ્તાહથી કરેક્શન નોંધાવી રહ્યા છે. આ સપ્તાહમાં રોકાણકારોએ અત્યારસુધીમાં રૂ.8.51 લાખ કરોડની મૂડી ગુમાવી છે. જ્યારે ઓક્ટોબર માસમાં અત્યારસુધીમાં માર્કેટમાં 25.22 લાખ કરોડનું ગાબડું થયું છે.
દિવાળી પહેલાં રોકાણકારો પોતાનો જૂનો માલ વેચી નવા વર્ષે નવી ખરીદી કરવાના વલણ સાથે પ્રોફિટ બુક કરતાં પણ જોવા મળ્યું હતું. દેશનો ટોચનો રૂ.27870 કરોડનો હ્યુન્ડાઈનો આઈપીઓએ ઈશ્યૂ પ્રાઈઝ રૂ.1960 સામે રૂ.1934 સાથે 1.32% ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ હતું.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં નેસ્ટલે ઇન્ડિયા, ઈન્ફોસીસ, આઈસીઆઈસીઆઈ બેન્ક જેવા શેરો વધારો થયો છે. આજના ટોપ લુઝર્સની યાદીમાં ઈન્ડીગો, ડીવીસ લેબ, ગ્રાસીમ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, લ્યુપીન, વોલ્ટાસ, અદાણી એન્ટર., રિલાયન્સ, ટીવીએસ મોટર્સ, ગોદરેજ પ્રોપર્ટી, ટીસીએસ, એસીસી, ટોરેન્ટ ફાર્મા, ભારતી ઐરટેલ, સન ફાર્મા, બાટા ઇન્ડિયા, એક્સીસ બેન્ક, ટાટા કેમિકલ્સ, ટેક મહિન્દ્રા, સિપ્લા, હવેલ્લ્સ, કોટક મહિન્દ્રા બેન્ક જેવા શેરોમાં ઘટાળો થયો છે. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4059 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 3424 અને વધનારની સંખ્યા 561 રહી હતી, 74 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 594 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 192 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ… નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24538 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24404 પોઇન્ટના પ્રથમ અને 24373 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24575 પોઇન્ટથી 24606 પોઇન્ટ, 24676 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.24373 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ… બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 51434 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 51088 પોઇન્ટના પ્રથમ અને 51008 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 51474 પોઇન્ટથી 51606 પોઇન્ટ,51676 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.51008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ( 2890 ) :- મહિન્દ્રા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2860 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2844 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2909 થી રૂ.2917 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2930 ઉપર તેજી તરફી ધ્યાન…!! હવેલ્લ્સ ઇન્ડિયા ( 1778 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1744 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1727 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1797 થી રૂ.1808 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! ઈન્ફોસીસ લીમીટેડ ( 1836 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબસ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો સેક્ટરનો સેક્ટરનો આ સ્ટોક રૂ.1880 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1818 થી રૂ.1808 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1898 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!! વોલ્ટાસ લીમીટેડ ( 1793 ) :- રૂ.1808 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1823 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1770 થી રૂ.1744 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1830 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
બજારની ભાવિ દિશા… મિત્રો, મંદ માગને પરિણામે વર્તમાન નાણાં વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીઓની આવક વૃદ્ધિ તથા નેટ પ્રોફિટમાં વૃદ્ધિ પણ ધીમી પડી હોવાનું બીજા ત્રિમાસિક ગાળાના આવી રહેલા પરિણામો પરથી સંકેત મળી રહ્યા છે.167 કંપનીઓના સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના પરિણામોની કરાયેલી એનાલિસિસમાં આ કંપનીઓના સંયુકત નેટ પ્રોફિટમાં વાર્ષિક ધોરણે પાંચ ટકા જ વધારો જોવા મળ્યો છે, જ્યારે પ્રથમ ત્રિમાસિકની સરખામણીએ નેટ પ્રોફિટ સ્થિર રહ્યો છે. નાણાં વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં આ કંપનીઓના નેટ પ્રોફિટમાં 16% જેટલી મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી. ગયા નાણાં વર્ષના બીજા ત્રિમાસિકમાં 167 કંપનીઓના નેટ પ્રોફિટનો આંક રૂપિયા 86388 કરોડ રહ્યો હતો જે વર્તમાન નાણાં વર્ષના આ ગાળામાં પાંચ ટકા વધી રૂપિયા 90685 કરોડ જોવા મળ્યો છે. પ્રથમ ત્રિમાસિકમાં આ આંક રૂપિયા 87569 કરોડ રહ્યો હતો. કંપનીઓના નેટ વેચાણમાં (નાણાંકીય કંપનીઓના કિસ્સામાં ગ્રોસ ઈન્ટરેસ્ટ ઈન્કમ) વાર્ષિક ધોરણે સાત ટકા સાધારણ વૃદ્ધિ જોવા મળી હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
એકંદર રેવેન્યુ રૂપિયા 7.40 ટ્રિલિયન રહી હતી જે નાણાં વર્ષ 2024ના બીજા ત્રિમાસિકમાં રૂપિયા 6.92 ટ્રિલિયન રહી હતી. આઈટી સેવા ક્ષેત્રની કંપનીઓને બાદ કરતા અન્ય ક્ષેત્રની કંપનીઓના પરિણામો નબળા જોવા મળી રહ્યા છે. બેન્કિંગ ક્ષેત્રમાં પરિણામો મિશ્ર રહ્યા છે. બેન્કોની ધિરાણ વૃદ્ધિ ધીમી પડી છે અને માર્જિન દબાણ હેઠળ આવી ગયા છે. એફએમસીજી, સિમેન્ટ, રિટેલ તથા ઓટો ક્ષેત્રમાં માગ નબળી રહી છે.
કંપનીઓના પરિણામો એકંદર મિશ્ર ટ્રેન્ડ બતાવી રહ્યા હોઈ બજારમાં સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ જોવાઈ છે. આગામી દિવસોમાં જીઓપોલિટીકલ ડેવલપમેન્ટ, ચાઈનાના સંભવિત પેકેજ અને ક્રુડ ઓઈલના ભાવો, કોર્પોરેટ પરિણામો પર નજર રહેશે છે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.